Trending News
સ્થાનિક સમાચાર

ભુજમાં વડાપ્રધાન મોદીનો જન્મદિવસ સેવાકાર્યો સાથે ઉજવાયો

17 September

કચ્છ લોકસભા પરિવારના ઉપક્રમે




કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને તેમની સંસ્થાના ઉપક્રમે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું કરાયું આયોજન : દિવ્યાંગજનોને સાધન સહાયનું વિતરણ : મહિલાઓ અને ગરીબોને સ્વરોજગાર સાધન કીટ અપાઈ : રકતદાન કેમ્પમાં યુવા કાર્યકરો દ્વારા કરાયું બ્લડ ડોનેશન : જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાનને નિરોગી દીર્ઘાયુની પાઠવી શુભેચ્છાઓ : ભુજ બસપોર્ટ પર સ્વચ્છતાના લેવાયા શપથ



ભુજ : દેશના કરોડો ગરીબ પરિવારોના જીવનસ્તરમાં સુધાર લાવનાર અને વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી આજે કચ્છમાં અનેક દિવ્યાંગજનો અને ગરીબ પરિવારોના ઘરોમાં આનંદનો પ્રકાશ પથરાયો છે, તેવું કચ્છ લોકસભા પરિવારના ઉપક્રમે ભુજ ખાતે આયોજીત પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળા પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું. આજરોજ કચ્છ જિલ્લા ભાજપના તમામ ૧૭ મંડલોમાં વિવિધ સેવાકીય કાર્યો સાથે વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. કચ્છ - મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં કચ્છ લોકસભા પરિવાર અને તેમની સંસ્થા દ્વારા દર વર્ષે વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં સ્વચ્છતા અભિયાન, રકતદાન કેમ્પ ઉપરાંત દિવ્યાંગો અને ગરીબોને કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવે છે તેવું શ્રી વરચંદે વધુમાં ઉમેર્યું હતું. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ વડાપ્રધાન મોદીને જન્મદિવસ નિમિત્તે સુચનાઓ પાઠવી હતી. સેવાકીય પ્રવૃતિ સાથે જન્મદિવસની ઉજવણીથી ગરીબો અને દિવ્યાંગોને લાભાન્વિત કરવાના કાર્યોની સરાહના કરી હતી.  આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભુજમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો યોજાયા હતા. ભુજના બસપોર્ટ પર ઉપસ્થિત મહાનુભાવો કચ્છના વિભાગીય એસટી નિયામક યોગેશભાઈ પટેલ, ભુજ ડેપોના અધિકારીઓ, કર્મચારીઓએ સ્વચ્છતના શપથ ગ્રહણ કર્યા હતા. પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળામાં ૧પ૦ જેટલા દિવ્યાંગો અને ગરીબોને રૂા. ૧.પ૦ કરોડની સાધન સહાય અને સ્વરોજગાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાના સ્વખર્ચે રપ જેટલા દિવ્યાંગોને ઉપયોગી સાધન સહાય જેવી કે કાનના મશીન, ટ્રાયસીકલ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગજનોને વિવિધ સાધન સહાયનો લાભ અપાયો હતો.આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, દિલીપભાઈ શાહ, શીતલ શાહ, નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણ મોતા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, તેરા તુજકો અર્પણના હિતેષ ખંડોર, કંકુબેન મહેશ્વરી, લોકસેવા ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારી, મનુભા જાડેજા, જયંતભાઈ ઠક્કર, રિતેનભાઈ ગોર, દિનેશ ઠક્કર, સંજયભાઈ ઠક્કર, કિશોરભાઈ નટ વગેરે ઉપરાંત ભાજપના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

Comments

COMMENT / REPLY FROM