મંગળવારે વિંઝાણ ખાતે કચ્છની કોમી એકતાના હિમાયતી ડૉ. હાજી જહાંગીરશાની ઝિયારત
ભુજ : કચ્છની કોમી એકતાના પ્રખર હિમાયતી અને ગરીબ - અનાથોના બેલી મુફતિ-એ-આઝમ કચ્છ અલૈહેરહમા પરિવારના સૈયદ અલ્લામા ડૉ. હાજી જહાંગીરશાનું શનિવારે નિધન થતાં કચ્છભરમાં ઉંડા શોકની લાગણી ફેલાઈ છે. તેઓની ઝિયારત અને દુઆએ મગફિરત આગામી તા.૧૭-૯ મંગળવારે સવારે ૧૦ કલાકે હિંગોરા સમાજવાડી, વિંઝાણ બસ સ્ટેશન સમીપે રાખવામાં આવી છે. સૈયદ હાજી સુલતાનશા (કોઠારા), સૈયદ સલીમશા (વિંઝાણ), સૈયદ હાજી અમીનશા (માંડવી), સૈયદ અલીઅસગરશા (ભુજ), સૈયદ મોહમ્મદ હનીફશા (ભુજ), સૈયદ હાજી મોહમ્મદશા (સલાયા), સૈયદ ઈન્તખાબશા (ભુજ), સૈયદ મહેંદીશા (સલાયા) સહિત સમગ્ર મુફતિ-એ-આઝમ કચ્છ અલૈહેરહમા પરિવારે દુઆઓ પઢી હતી. કચ્છના રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનોએ તેમના નિધનથી કચ્છ જિલ્લાના સામાજિક ક્ષેત્રને મોટી ખોટ પડી હોવાનું જણાવ્યું હતું.

Comments