Trending News
સ્થાનિક સમાચાર

લખપતમાં ભેદીરોગથી મહિલાનું મોત : મૃત્યુ આંક ૧૯ 

15 September



અબડાસા-લખપતમાં સ્વાઈન ફલુ તાવ માથું ઉંચકી રહ્યો છે


દર્દીઓ સ્થાનિકે સારવાર લેવાનું ટાળી ભુજ, માંડવી, નખત્રાણા, મુંદરામાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે છે : ભેદી તાવનો રિપોર્ટ ગળે ઉતરતો નથીઃ તબીબ ટુકડી સેવામાં કાર્યરત : દરરોજની રપ૦થી 
૩૦૦ દૈનિક ઓપીડી આવે છે સામે 


નખત્રાણા : લખપતમાં સોનલનગરની મહિલાનું તાવ બાદ મોત થતાં ભેદીરોગે ૧૯ના મોત લીધા છે. બીજીતરફ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસ અગ્રણીએ કહ્યું કે, આવતીકાલે ઈદનો પર્વ મનાવાસે ઉપરાંત તાલુકામાં સ્વાઈનફલુ તાવ માથું ઉચકી રહ્યો છે. તાવના દર્દીઓ સરકારી સારવાર લેતા નથી અને તાકીદે ભુજ, માંડવી, મુંદરા, નખત્રાણાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લે છે કારણ કે, મોતના ભયથી ડરીને તેઓ તાકીદે તાવની ગંભીરતા સમજીને સારવાર કરાવે છે. ડો. સુતરિયાએ કહ્યું કે, દૈનિક રપ૦થી ૩૦૦ જેટલા દર્દીઓની ઓપીડીમાં સરેરાસ નોંધ હોય છે અને તબીબની ટીમો ગામડે ગામડે સારવાર કરી રહી છે. ૬પ જેટલી આરોગ્યની ટીમો કાર્યરત છે. બીજીતરફ સોનલનગરના ૩૦ વર્ષિય મહિલા રમીલાબેન લાલજી મહેશ્વરીને તાવ આવ્યા બાદ વધુ સારવાર માટે ભુજની કે.કે. હોસ્પિટલમાં ખસેડાયા ત્યાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તાલુકામાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓ રપ૦થી ૩૦૦ જેટલા લોકો દૈનિક આવી રહ્યા છે. ગઈકાલે એક દર્દીને સ્વાઈન ફલુનો પોઝીટીવ નિકળતાં ભુજ અદાણી હોસ્પિટલમાં દાખલ કરાયો છેે. બીજીતરફ બિમારીની ગંભરતા જોતા તમામ પ્રા. શાળામાં તકેદારી રખાઈ છે. આજે રવિવાર હોતા અને શનિવાર - રવિ એમ સળંગ રજા હોતા સરકારી કચેરીઓમાં રજા છે. તો અમુક અધિકારી રજામાં પણ ગયા છે. અલબત આરોગ્યની ટીમો કાર્યરત છે. તાલુકામાં સ્વાઈન ફલુ તાવથી ફફડાળ 
ફેલાયો છે. 


...............


અબડાસામાં આરોગ્ય તંત્રની જહેમત થકી સંક્રમણમાં રાહત


નલિયા : અબડાસા-લખપતમાં ફેલાયેલા ભેદી રોગચાળામાં અબડાસામાં આરોગ્ય તંત્રની જહેમત થકી સંક્રમણમાં રાહત મળવા સાથે ૧ કોવીડનો કેસ લાલા ગામે નોંધાયો હતો, તો અદાણી સિમેન્ટ ખાતે સ્વાઈન ફલુ (એચ-૧એન-૧)નો એક પોઝીટીવ કેસ સામે આવ્યો છે.અબડાસામાં આરોગ્ય તંત્રની ૩ર ટીમોએ ગઈકાલે ૭પ૩૮ વ્યક્તિઓની ચકાસણી કરી હતી.ટીમોની સઘન ચકાસણી ચાલુ હોઈ અને હવે સમયસર સારવાર થતી હોઈ તાલુકામાં સંક્રમણમાં રાહત મળી છે.કોવીડનો એક કેસ લાલા ગામે નોંધાયો હતો જેમનો ટેસ્ટ જી.કે.જનરલમાં કરાયો હતો અને તેઓ ત્યાંજ સારવાર લઈ રહ્યા છે.નલીયા ખાતે ઓઈસોલેશ વોર્ડમાં ૧૧ દર્દીઓ પૈકી ૯ દર્દી સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.જે પૈકી ૧ ને ભુજની જનરલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જ્યારે ૧ કેસ પરત ઘરે ચાલ્યા ગયા હતા.દરમ્યાન  આરોગ્ય વિભાગે સાવચેતીના પગલારૂપે સંક્રમિત વિસ્તારના લોકોને માસ્ક પહેરવા અને અન્ય સાવચેતીના પગલા લેવા અપીલ કરી હતી.સામાન્ય તાવ કે આરોગ્ય સબંધી કોઈ તકલીફ હોય તો તુરંત નજીકના ખાનગી કે સરકારી દવાખાનામાં તાત્કાલીક સારવાર લઈ નિદાન સમયસર કરાવવા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરાઈ છે જેથી સમયસર નિદાન થકી રોગ વધતો અટકી શકે.ગઈકાલે અબડાસા તાલુકામાં કોઈ મૃત્યુ સંક્રમણના લીધે થયું ન હોવાનું જાણવા મળ્યું હતું.


............





 

Comments

COMMENT / REPLY FROM