Trending News
સ્થાનિક સમાચાર

કોઇ ગમે તેટલી ફાકા ફોજદારી કરે પણ..ઃ  કચ્છમાં જાહેર મંચ પરથી બોલ્યા ધારાસભ્ય અનિરુદ્ધ દવે

15 September




ગાંધીધામ : કચ્છ ભાજપ સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપતા મામલો ગરમાઈ જવા પામ્યો હતો. તો ધારાસભ્યનાં આ નિવેદને કચ્છ જીલ્લા ભાજપમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ જવા પામી હતી.ધારાસભ્યનાં નિવેદને ચર્ચા જગાવી માંડવી-મુન્દ્રાનાં ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ નિવેદન આપ્યું હતું કે, ઘણાંન ફાકા ફોજદારી કરતા જોયા છે. પરંતું ભાજપનું પાટીયું હટે એલટે પુરૂ.ઘણા એવા લોકો જોયા છે. જેમનાં પાછળથી ભાજપનું નામ હટે એટલે એમને કોઈ ઓળખતું નથી. ધારાસભ્ય અનિરૂદ્ધ દવેએ કોના પર નિશાન તાક્યું તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.કચ્છમાં બે ચરણમાં સદસ્યતા અભિયાનની શરૂઆત થશે. તા. ૧ સપ્ટેમ્બરથી ભાજપ દ્વારા ગુજરાતનાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે કચ્છમાં પણ ભાજપનાં સભ્યો દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરી દીધી છે. ત્યારે આ અભિયાન માટે જીલ્લા ઈન્ચાર્જ તરીકે મંત્રી વિકાસ રાજગોર તેમજ સહઈન્ચાર્જ તરીકે પ્રફુલસિંહ જાડેજા, જયસુખ પટેલ, અને ગીતાબેન ગણાત્રાની નિમણૂંક કરવામાં આવી હતી. ૧ સપ્ટેમ્બરથી ૨ મહિના બે ચરણમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવશે.
 

Comments

COMMENT / REPLY FROM