Trending News
સ્થાનિક સમાચાર

લખપતનો ભેદી તાવ કુદરતી કે કૃત્રિમ? પુનાથી રીપોર્ટમાં વિલંબ કેમ?ઃ  કોઈક તો બોલો- અવાજ ઉઠાવો :કોઈના પેટનું પાણી પણ નથી હાલતુ..?

15 September

કયાંક એચવન-એનવન ફલુના વ્યાપક ફેલાવાનો ઈંતેજાર તો નથી કરાતો ને.!




શું આ રીપોર્ટનું સત્ય જાહેર કરાવવા પણ ફરીથી શકિતસિંહએ જ કચ્છ-લખપતમાં આવવુ પડશે?ઃ હાય..રે.. આપણા વિકસિત ગુજરાતની આવી કરૂણ સ્થિતી?

અતિવૃષ્ટી ભર્યા વરસાદ બાદ નીદોર્ષ લોકોના આરોગ્ય સેવાઓના અભાવે અથવા તો સમયસરની સારવાર ન મળવાથી મૃત્યુ થઈ ગયો, જીવ ભરખાઈ ગયો,  
સપ્ટે.થી આજ દિન પર્યંત મોતનો આંકડો ૧૯ને પહોચવા લાગી ગયો, શરીદ, તાવ, ન્યુમોનીયાની વાતો વચ્ચે હવે તો સત્તાવાર બે કોવિદ પોઝિટીવ 
પણ આવી ગયા? છતા પણ પુના લેબમાં મોકલેલા સેમ્પલના રીપોર્ટ હજુ કેમ નથી આવ્યા..? 

સવાલ સવામણનો..? પુના લેબના રીપોર્ટ જો નથી જ આવ્યા તો પછી કચ્છના છેવાડાના વિસ્તારોમાં ફેલાયેલી બીમારીને જોતા તંત્ર-સરકારે ગાઈડલાઈન જાહેર કયા આધારે કરાવી દીધી છે? આ ઉપરાંત છેવાડાના જ વિસ્તાર-ગામોમાં ૧૦૦ બેડની પથારીઓ યુદ્ધના ધોરણે ઉભી કરવામાં આવી રહી છે તે શું સુચવી જાય છે..? : જાગો, જાગો, ગરીબ લોકો સારવાર માટે તડફડી રહયા છે, સ્થિતી વધુ ખરાબ બને તે પહેલા રીપોર્ટ ડીકલેર કરાવો અને સાચી દીશામાં તૈયારીઓ કરો, નહી તો આ સરહદ ધીમે ધીમે સુની થઈ જશે, સરહદો બચાવી તે પણ એક દેશપ્રેમ છે, તે ન ભુલવુ જોઈએ..!


ગાંધીધામ : ગુજરાત અનેકવિધ રીતે વિકાસની દ્રષ્ટીએ રોલમોડેલ તરીકે પ્રસ્થાપિત થતુ રહ્યુ છે ત્યારે છેવાડાના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ગત રોજ તા. ૩થી ભેદી બીમારી-તાવે હાહાકાર મચાવી રાખ્યો છે. આ તો ભલુ થજો શકિતસિંહ ગોહીલનુ કે જેઓએ કચ્છમાં અતિવૃષ્ટી બાદ મુલાકાતે રૂબરૂ થવા પધાર્યા અને તેમણે છેવાડાના વીસ્તારોમાં સર્જાયેલી સ્થિતી જોઈ અને અહી લોકોના બીમારીથી ટપોટપ મોત થઈ રહ્યા હોવાની રજુઆત તંત્ર સમક્ષ કરી, જે બાદ તંત્રએ શરૂઆતમાં તો ખુબજ હળવાશથી લીધી પરંતુ આ ભેદી બીમારીથી 
મૃતકાંક વધવા લાગતા સરકાર અને તેમના મંત્રીશ્રીઓને પણ છેવાડાના લખપતમાં દોડ આવવાની સ્થિતી ઉભી થવા પામી ગઈ હતી. ખેર રાજકીય હલચલ આ ઘટનાને લઈને સર્જાઈ છે તેની અહી વાત નથી કરવાની પરંતુ સરકાર, મંત્રીશ્રિઓ, ઉચ્ચ અધીકારઓ દ્વારા અહી ગંભીરતાથી આ વાતને લેવામા આવ્યા બાદ પણ સ્થિતી અહી દીવસે દીવસે વધારે બગડતી હોય તેવુ ચિત્ર વધારે ઉપસતુ જોવાઈ રહ્યું છે. સરકારે ઘટનાને જાણ્યા બાદ લખપત-અબડાસા સહિતના વિસ્તારોમાં ૭૦ જેટલી અલગ અલગ ટીમો મોકલી આપી અને આ બીમારીને નિયુત્રીત કરવાના પ્રયાસો હાથ ધરી દીધા છે તેમાં પણ કોઈ શંકાને સ્થાન નથી પરંતુ અહી સૌથી મોટો સવાલ જે સામે આવી રહ્ય છે તે એ જ છે કે, આ કયો વાયરસ છે, કઈ બીમારી છે, જેના લીધે આ વિસ્તારમાંથી રોજ બરોજ એકાદ બે લોકોની જીંદગી પર પૂર્ણવિરામ મુકાઈ રહ્યુ છે તે સરકાર અને તંત્ર હજુ સુધી શોધી શકી નથી? તે મોટી વાત ન કહેવાય.? જાણકારો અને ભોગગ્રસ્તોમાં તો એવો પણ સવાલ હવે થવા પામી રહ્ય છે કે, આ બીમારી કુદરતી છે કે કૃત્રિમ? સરકાર કહે છે કે, સેમ્પલો લીધા છે, ૧૦ જેટલા દર્દીઓના સેમ્પલો પુના મોકલવામા આવ્યા છે, આજે તેને પણ ૧૦ દીવસનો સમય વીતી ગયો છે છતા પણ  કઈ બીમારી છે, તે ટ્રેસ થતુ નથી? હવે કયાંક ને કયાંક મેડીકલ જગતના જાણકારો દ્વારા પણ સરકારી તંત્ર તથા સરકારની મનસાઓને લઈને પણ સવાલો ઉભા કરી રહ્યા છે? કારણ કે, પુના લેબના સેમ્પલના રીપોર્ટ દસ દીવસ સુધી ન આવાવની વચ્ચે જ લખપતમાં મંત્રીઓની મુાલકાત અને ઉચ્ચ અધીકરીઓના પડાવની વચ્ચે સરકાર દ્વારા ગાઈડલાઈન પ્રદર્શિત પણકરી દેવામા આવી છેા? મોટા પ્રમાણમાં અહીના નજીકના ગામડાઓમાં ૧૦૦ બેડથી વધુની પથારીઓની સુવિધાઓ પણ વિકસાવાઈ રહી છે. અન્ય તાલુકાઓમાથી ડોટકરોની બદલી આ વિસ્તારમાં કરવામા આવી રહી છે.? ગામડે ગામડે પણ ટીમો ઉતારાઈ ચૂકી છે? આ બધુ જ શુ સુચવી જાય છે? પુનાના રીપોર્ટમાં કંઈ મોટી લાલબત્તી તો સામે નથી આવી ગઈ ને? અથવા તો અહી એક સવાલ એવો પણ કરવામા આવી રહ્યો છે કે, જો પુનાના સમ્પલોનો રીપોર્ટ હજુ સુધી નથી આવ્યો, તો પછી આ તાલુકાઓમાં આટઆટલી અગમચેતીની તૈાયરીઓ કરવામા શા માટે આવી રહી છે? કહેવાનો અને પ્રશ્નો પુછવાનો અર્થ એટલો જ છે કે, અહી કોઈ ગંભીર બીમારીની જાહેરાતને દબાવવાના પ્રયાસો તો નથી કરવામા આવતા ને? કારણ કે, જો એ બીમારી એટલી બધી ગંભીર જ હોય કે, તેને જાહેર કરવાને પણ પાછુ જ ઠેલવામાં આવતુ હોય તો વિચારવુ પડે કે, એ જયારે વધારે સક્રમણ ફેલાવી દેશે તે વખતે સ્થિતી આમપ્રજાજનો માટે કેવી કરી નાખશે? જે કોઈ પણ સેમ્પલના પુનાથી રીપોર્ટ આવ્યા હોય તે પ્રમાણીકતા પૂૃવક વેળાસર જાહેર કરવા જોઈએ. અને લખપતમાં તબીબો નથી, સીએચસી ખાછી પડયા છે, આવી બધી રજુઆતો કરવાના બદલે સૌથી 
પહેલા પુના લેબના સેમ્પલો તથા તે બાદના જેટલા પણ સેમ્પલો લેવાયા છે તેના ઝડપથી રીપોર્ટ ડીકલેર કરવામા આવે? અને તેમાં જે કોઈ પણ બીમારી સામે આવતી હોય તેની સરકાર સત્તાવરા જાહેરાત કરે અને તે મુજબના જ પ્રોટોકોલની અમલવારી શરૂ કરાવે તે સમયનો તકાજો બની રહ્યો છે.

......................


ટેસ્ટીંગ-ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ..!


બીમારી ઘાતક છે, ત્રિપલ ટીના ફોર્મયુલાને પ્રમાણિકતાથી અનુસરો નહી તો એકાદ માસ બાદ સ્થિતી સ્ફોટક હશે..!

જો આગામી સમયમાં આ બીમારી સ્વાઈનફલુ-એનવનએનવન ફલુ નીકળી તો નિયંત્રિત કરવી પડકારરૂપ બની જશે : કઈક લોકોના ભોગ લેવાઈ જશે : કારણ કે, કચ્છ પ્રાચીન ભાતીગળ સંસ્કૃતી ધરાવતો વિસ્તાર છે, મેળાઓનો ધમધમાટ એકતરફ ચાલી રહ્યો છે, દેશભરમાથી આગામી સમયમાં માં આશાપુરાએ શીષ જુકાવવા લોકો આવશે, આ સ્થિતીમાં જડપથી સંક્રમણ ફેલાવતી બીમારી કઈકને ઝપટમાં લઈ શકે તેમ છે

ગાંધીધામ : લખપતમાં અનેકવિધ સંયુકત પ્રયાસો બાદ પણ બીમારી કઈ છે, વાયરસ કયો ઘાતક નીવડી રહ્ય છે તેનુ તારણ સામે અવ્યુ નથી. હકીકતમાં સરકાર અને તંત્ર કરવા પાત્ર કાર્યવાહી ગંભીરતાથી જ કરી રહી છે પરંતુ જેના લીધે મોત થાય છે તે બીમારી કઈ? તેને શોધી શકી નથી. આ માટે ટેસ્ટંગ કરાયા છે અને તે સેમ્પલો પુના લેબમાં મોકલી અપાયા છે પરંતુ તેના પરીણામો જાહેર નથી કરાયા તે વિસ્મયજનક જબની રહ્યુ છે. હકીકતમાં ત્રિપલ ટી ફોમ્યુલાને લાગુ કરી દેવો જોઈએ. અને તેની પ્રમાણિકતાથી અમલવારી કરવી જોઈએ. ત્રિપલ ટી એટલે ટેસ્ટીગ-ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ. ટેસ્ટીંગ કરાશે તો કઈ બીમારી છે તે ખબર પડશે, ન્યુમોનીયા છે, કોવીદ છે કે પછી સ્વાઈનફલુ છે? જે રીપોર્ટ આવે તે પ્રમાણે તેના સંપર્કવાળાને ટ્રેસીંગ કરવા જોઈએ. અને તે બધાયની તે અનુસારના પ્રોટોકોલથી ટ્રીટમેન્ટ કરવી ઘટે. 

............

દયાપર સીએચસીના મહેકમને વધુ મજબુત બનાવવુ જરૂરી

ગાંધીધામ : આભ ફાટયુ હોય અને થીગલુ લગાડવાથી કેવી સ્થિતી થાય, તેમ હાલમાં અતિવૃષ્ટી બાદ રોગચાળાના લીધે લખપત પટ્ટામાં તંત્રની હાલત બનેલી છે. હકીકતમાં આ સ્થિતી અને ચિત્રને જોતા દયાપાર સીએચસી કક્ષાએ મહેકમ-સ્ટ્રેન્થ વધારવાની તાતી જરૂરીયાત દેખાવવા પામી રહી છે. આ છેવાડાના વિસ્તાર હોવાથી અહી એમડી ફિજીશીયન તો આવવા તેયાર નહી થાય પરંતુ મેડીકલ પોસ્ટનો વધારો કરી અને અહી ડોકટરની ફાળવણીમાં કરવામાં આવે તે વધુ જરૂરી 
બની રહ્યું છે.

.............


સરકાર મોબાઈલ હેલ્થ યુનિટો અગાઉની માફક ચાલુ કરાવે
ગામડાઓમાં ઘર આંગણે આરોગ્ય સુવીધાઓ અપાવો..!



ગાંધીધામ : લખપત અને અબડાસામાં જે લોકોના મૃત્યુ બીમારીમાં થયા છે તેમાં કયાંક ને કયાંક અલગઅલગ મુખ્ય કારણોમાથી એક તેઓને નજીકમાં સમયસર સારવાર ન મળી શકવી પણ સામે આવવા પામી રહ્યું છે. લખપતમાં જે વાંઢ વિસ્તારો છે તે ખુબજ અંતરીયાળ છે. આવામાં ખરેખર તો ઘણા વરસો પહેલા કચ્છમાં છેવડાની વાઢો છે તેને સારવાર મળી રહે તે માટે કોમ્પ્રિહેન્સીવ હેલ્થ યુનિટ મોબાઈલ વાહન ચાલુ કરવામા આવ્યા હતા.  ગામડે ગામડે આ મોબાઈલ વાહનો જતા હતા. પરંતુધીમે ધીમે તેમા ડોકટર મુકવાના જ બંધ કરી દેવામ આવતા આ સેવાઓ લુપ્ત જ થવા પામી ગઈ છે. ફરીથી જો આ સેવાને ચાલુ કરવામા આવશે તો લખપત, અબડાસા, વાગડ સહિતના વિસ્તારોમાં છેવાડાની વાંઢોમાં લોકોને ઘર આંગણે સારવાર મળતી થવા પામી શકશે.

..........


પાણી પુરવઠાના માટીપગા અધીકારીઓનો 
કેમ કોઈ નથી લેતા ઉધડો 



એકતરફ સરકાર બુમ-બરાડા પાડીને કહી રહી છે કે, અમે છેવાડાના સરહદના જવાનો માટે કચ્છ સરહદે પાણી પહોચાડી દીધુ છે, તો શું આવી રીતે આ પાણ પહોચ્યુ છે?



ગાંધીધામ : લખપત અને ખાવાડ જેવા વાંઢ વિસ્તારોમાં લોકો ગંદકીયુકત પાણી પીવે છે તેનો દાખલો રોહતડના કીસ્સા પરથી સામે આવવા પામી જ થગયું છે. અહી બાંડી ડેમમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા મુકાયેલ આર ઓ પ્લાન્ટ બંધ અવસ્થામા હતો અને તેથી જ બાંડીમાથી રોહતડ સુધી જતુ પાણી ગંદકી યુકત જ જતુ હતુ અને તેના લીધે જ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ ખુલીને સામે આવવા પામી ચૂકયો છે. જાણકારો કહી રહ્યા છે કે,  લખપતની ૧૦૦થી વધુ વાંઢ વિસ્તારોમાં પીવાના પાણીની આ જ હાલત છે, અહી પીવાના પાણીની વ્યવસ્થાઓ જ નથી, વરસાદી ભરાયેલા પાણીના કિનારે રહેલ પાણીને તારવીને આજે પણ લોકોને પાણી પીવાની આવી રહી છે નોબત, આવામાં ખાવડા સમીપેના રોહતડ ગામ જેવી ઘટનાઓ નહી બને તો બીજુ શું થશે?

..............



 

Comments

COMMENT / REPLY FROM