Trending News
સ્થાનિક સમાચાર

આદિપુરમાં કુખ્યાત બુટલેગર લાલો કયા સ્થાનિક ખાખીધારીની મહેરબાનીથી ફાટીને ગયો ફુલેકે..!

15 September

પૂર્વ કચ્છએસપીશ્રી ડાંગર સાહેબને હવે સરહદ દેખાડે તો સારૂં..!






બન્ને રેડ વખતે પીએસઆઈના ચાર્જમાં રહેલા ડાંગર સાહેબ અંધારામાં રહી ગયા કે શું ? 


સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા થેાડા સમય પહેલા લાલાના દારૂના જથ્થા પર દરોડો પડાયો ત્યારે આદિપુરમાં  પીએસઆઈ તરીકે કોણ હતુ? આજે આદિપુરમાં એલસીબી દ્વારા દરોડોપાડી લાલાના દારૂનો જથ્થો પકડયો છે, ત્યારે પણ ફરીથી આદિપુરનો ચાર્જ કયા પોલીસ અધિકારીના હસ્તક રહેલો છે? આને સંજોગ સમજવુ કે પછી લાલાના દારૂને ધમધમાવવાની ગોઠવણીઓ? : જાણકારોમાંથી ઉઠતા સવાલો : આદિપુરના રેગ્યુલર અધિકારી શ્રીપટેલ રજા પર છે, તેનો ચાર્જ  આદિપુરથી અંજારબદલી દેવાયેલા ડાંગરના હવલો જ રહેલો હોવાની છે ચકચાર : આ લાલા નામનો બુટલેગર શ્રી ડાંગરના જ  સમયકાળમાં કેમ પુરજોશમાં ધંધો ધમધમાતો આદિપુર પોલીસ સિવાયના હથ્થે ચડી રહ્યો છે? : મોટો સવાલ


આ ડાંગર સાહેબના હાથ બહુ મજબુત છે કે શું? શું આ ડાંગર સાહેબ પીએસઆઈને ડીએસપીશ્રીની સીધી જ છત્રછાયા રહેલી છે? તેઓની અંજારમાં બદલી થઈ હોવા છતા પણ આદિપુરનો હવાલો ફરીથી તેમને જ સોપાતા તર્કવિતર્કો.? કયાંકને કયાંક દારૂના ધંધાવાળાઓને છુટ આપીને કહેવાઈ નથી ગયું ને કે તમે ધંધો કરો, હું બેઠો છું ને..! આવી ચર્ચાઓનું કારણ એ છે કે, અગાઉ પણ વિજિલન્સ અહી રેઈડ કરી ગઈ, છતા પણ કોઈ પગલા લેવાયા નહીં, તો પછી બીજું શું સમજવુ..ડાંગર સાહેબના હાથ મજબુત હોવાનું જ સમજવુ ને..!



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં એસપીશ્રી સાગર બાગમાર તથા તેમની ટીમ દ્વારા ગુનેગારોને ડામવાની દીશામા જડબેસલાક કામગીરી કરી રહ્યા છે. મોટા મોટા ગુનેગારો પણ શ્રી સાગર બાગમારનું નામ સાંભળીને જ ભુર્ગભમાં ઉતરી જાય છે ત્યારે બીજીતરફ પૂર્વ કચ્છ એસપી કચેરીથી પાંચ-આઠ કીમીના દાયરામાં જ આવેલા આદિપુર પોલીસ મથક વિસ્તારમાં દારૂના કુખ્યાત બુટલેગરો પર ક્રોસ રેડ  થવાની ઘટનાઓનુ પુનરાવર્તન થવા પામી રહ્યુ છે અને તેમાં પણ લાલાના દારૂના અડ્ડાઓ પર જ ક્રોસ રેડ થઈ છે અનેતેનાથી વધુ સંજોગ કહો કે પછી ગોઠવણી આ બન્ને ક્રોસરેડ લાલાના અડ્ડા પર થઈ છે તે વખતે આદીપુર પોલીસની જવાબદારી શ્રી ડાંગર સાહેબ જ સંભાળી રહ્યા છે.આ અંગેની વિગતો મુજબ ગત ર૬ જુલાઈના રાજ્ય વીજીલન્સની ટીમે આદીપુરમાં ત્રાટકીને કુખ્યાત બુટલેગર લાલાનો શરાબ ઝડપી લીધો હતો. તે સમયે જનતા હાઉસ મકાન નંબર ૬/૧૪પ માં દરોડો પાડી દારૂની ૧૦૩ બોટલ કિંમત રૂા. ૮૯,૬૮પ નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ત્યારે પણ વોન્ટેડ બુટલેગર હાજર મળી આવ્યો ન હતો. એસએમસીની કાર્યવાહી બાદ સ્થાનીક પોલીસે લાજ રાખવા માટે ૪૪ હજારનો શરાબ પકડયો હતો. જો કે તે બાદ કોઈ કાર્યવાહી થઈ ન હતી. સ્વાભાવિક પણે રાજયની વીજીલન્સ દરોડો પાડે તે સ્થાનિક પોલીસ માટે નાલેસી સમાન કહી શકાય. પરંતુ આ ઘટનાક્રમ બાદ કોઈ પગલાં લેવાયા ન હતા. જે તે સમયે પીએસઆઈના ચાર્જમાં ડાંગર સાહેબ હતા. બાદમાં ૩ સપ્ટેમ્બરના પૂર્વ કચ્છ એસપી દ્વારા પીઆઈ - પીએસઆઈના બદલીના હુકમો કરવામાં આવ્યા હતા. જેમાં આદીપુર પીએસઆઈ બી. જી. ડાંગરની અંજારમાં બદલી કરી આદીપુરમાં પીઆઈ તરીકે ડી. જી. પટેલને નિમણૂંક અપાઈ હતી. હાલમાં ફરી એકવાર આદીપુર પોલીસનો ચાર્જ બી. જી. ડાંગર પાસે છે. એ દરમ્યાન ફરી એલસીબીએ દરોડો પાડયો છે. પરંતુ અવારનવાર લાલાનો શરાબ ઝડપાય છે અને સ્થાનીક પોલીસની ભૂંડી ભૂમિકા સામે આવે છે, ત્યારે સ્થાનીક પોલીસ સામે પગલાં લેવાશે કે કેમ ? તેની ચર્ચાઓ તેજ બની છે. જાણકારો તો એથીવધીનેકહી રહ્યા છેક ે હવે પૂર્વ કચ્છ એસપી શ્રી ડાંગર સાહેબને આદિપુર-અંજાર અથવા તો અન્ય કોઈ મુખ્ય મથકના બદલે સરહદ દેખાડે તે જ સમયની માંગબની રહી છે.


............


આદીપુરના નામચીન બુટલેગર ‘લાલા’ના અડ્ડા પર એલસીબી ત્રાટકી
દોઢ મહિના અગાઉ વીજીલન્સે રેડ કરી, આજે એલસીબીએ રેડ કરી છતાં સ્થાનીક પોલીસ અંધારામાં : ૧પ પેટીથી વધુ શરાબ આજે ઝડપાયો હોવાની ચર્ચા 

ગાંધીધામ : પચરંગી શહેરના આદીપુર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી શરાબની બદી વકરી છે. અવારનવાર શરાબની બદી ડામવા માટે રજુઆતો થતી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. જેના કારણે અગાઉ વીજીલન્સ તેમજ ઘણી વખત એલસીબીએ રેડ કરી હોવા છતાં સ્થાનીક પોલીસના પેટનું પાણી ન હલતું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આજે ફરી એકવાર આ વિસ્તારના નામચીન બુટલેગર ‘લાલા’નો શરાબ ઝડપાયો છે. આજે સવારે એલસીબીએ દરોડો પાડી આદિપુર પોલીસ મથક વિસ્તારમાંથી ફરીથીલાલાનો શરાબ ઝડપી પાડયો છે. આ લખાય છે ત્યારે કાર્યવાહી અને ગણતરી ચાલુમાં હોતા વધુ વિગતો મળી શકી ન હતી. 

Comments

COMMENT / REPLY FROM