Trending News
સ્થાનિક સમાચાર

વરસાદી જળનો સંગ્રહ પાણીની અછત દૂર કરવાનું અમોધ શસ્ત્ર : પાટીલ

14 September



 કેન્દ્રિય જળ શક્તિ મંત્રી પાટીલના હસ્તે કુવા-બોર રીચાર્જ કરનારા ખેડુતોના કરાયા વિશિષ્ટ સન્માન


ભુજ તાલુકાના સુમરાસર (શેખ) ખાતે કેન્દ્રિય જળશક્તિ મંત્રીએ જળ સંચય અભિયાન અંતર્ગત થયેલ કામગીરીનું કર્યું નિરીક્ષણ : કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં તેમની સંસ્થા દ્વારા થયેલ કામગીરીની કરી સરાહના કરતા પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી : જળ સંચયની કામગીરીને વધુ અસરકારક બનાવવા આપ્યા જરૂરી સૂચન 




ભુજ : વરસાદી પાણી એ જળસંગ્રહનો સૌથી મહત્ત્વનો સ્ત્રોત છે. વરસાદી વહેતા પાણીને બચાવી પાણી કુવા અને બોર રિચાર્જ કરવામાંઆવે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને કેન્દ્રિય જળશક્તિ મંત્રાલય દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે. વરસાદી જળનો સંગ્રહ પાણીની અછત દૂર કરવાનું અમોધ શસ્ત્ર તેવું સુમરાસર ગામની મુલાકાત વેળા જણાવતા આ અભિયાનનું કચ્છ જેવા સૂકા પ્રદેશ માટે અવિશેષ મહત્ત્વ છે તેવું કેન્દ્રિય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સુમરાસર ખાતે કચ્છમાં ચાલી રહેલા જળસંચય અભિયાનના કામોની મુલાકાત વખતે જણાવ્યું હતું. 
કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલે ભુજ તાલુકાના સુમરાસર ગામે જળસંચય અભિયાન અંતર્ગત થયેલ કામગીરીનું જાત નિરીક્ષણ કરી જળસંગ્રહની કામગીરીનેવધુ અસરકારક બનાવતા ઉપાયો સૂચવ્યા હતા. તેમણે કચ્છ જિલ્લામાં ૧૦પ૦થી વધુ કૂવા તથા બોર રિચાર્જ થયા હોવાનું જાણી આનંદ વ્યક્ત કર્યો હતો. કચ્છમાં જળ સંગ્રહના વધુને વધુ કામો થાય તેના પર ભાર મૂકતા જળ સંચય અભિયાન માટે કેન્દ્ર સરકાર અને જળશક્તિ મંત્રાલય દ્વારા જિલ્લાને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. 
આ મુલાકાત વેળા તેમની સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકરજીએ ગામમાં થયેલા રીચાર્જ બોરના કામ નિહાળી પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, કચ્છની પ્રજાને પાણીનું મહત્વ સમજણ છે, વરસાદી પાણીના ટીપુ - ટીપું પાણી સંગ્રહ કરવા તે જાણે છે. કેન્દ્રની મોદી સરકાર આ યોજના કચ્છના ખેડુતોને લાભ થશે. સુમરાસરની મુલાકાતે પહોંચેલા જળશક્તિ મંત્રાલયના કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ અને પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી રત્નાકરજીને સુમરાસર ગામના સરપંચ, સ્થાનિક રાજકીય અને કિસાન અગ્રણીઓએ આવકાર આપ્યોહતો. કચ્છી પરંપરા અનુસાર ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું. 
આ તકે સુમરાસર ગામના યુવા સરપંચ રણછોડભાઈ આહિર (યાદવરાજ)એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, કેન્દ્રિય જળસંગ્રહ મંત્ર અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સુમરાસર ગામની મુલાકાત લેતા આ પંથકના ખેડૂતો અને પશુપાલક સમુદાયમાં આનંદની લાગણી ફેલાઈ છે. કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં તેમની સંસ્થા દ્વારા સુમરાસર ગામ અને આસપાસના વિસ્તારોમાં બોર રિચાર્જની ખુબ અસરકારક કામગીરી થઈ છે. કચ્છ જેવા સૂકા પ્રદેશ માટે પાણીએ અમૃત સમાન હોવાથી વરસાદી પાણીના એક-એક ટીપાંનો સંગ્ર થાય તે જરૂર છે. જો સુમરાસર ગામની જેમ દરેક ગામો બોર રિચાર્જ ક્ષેત્રે સક્રિય કામગીરી કરે તો કચ્છ જિલ્લાની પાણીની અછતની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. જળ સંગ્રહ ક્ષેત્રે કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલે સૂચવેલા ઉપાયો અને તેમનું માર્ગદર્શન ઉપયોગી બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. 
આ પ્રસંગે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના આગેવાનો કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની સાથે જોડાયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલનું સુમરાસર જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ ચાડે મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. સુમરાસર ગામના વિરમભાઈ આહિર, લક્ષ્મણભાઈ મેરિયા, ભુરાભાઈ બતા, હરીભાઈ ગાગલ, સુરેશભાઈ છાંગા, ગોપાલભાઈ કાગી, ધનજીભાઈ ભાનુશાલી, અભેરાજસિંહ જાડેજા, દેવકરણભાઈ ગાગલ, હાજી અમીરભાઈ, આદમભાઈ શેખ વગેરે ઉપરાંત સુમરાસર, ઢોરી, કુનરિયા, લોરિયા, ઝુરા, નિરોણા વગેરે ગામોમાંથી કિસાન અગ્રણીઓ, પશુપાલકો, માલધારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM