Trending News
સ્થાનિક સમાચાર

નાના વરનોરાની કેબલ ચોર ગેંગના મુળિયા ઉંડા : તપાસ થાય તો ભ્રષ્ટાચારીઓ પડે ખુલ્લા

14 September

કચ્છમાં વાયર ચોરીના દોઢ ડઝન ગુના નોંધાયેલા છે તેવી 





લીંબડીથી પકડાયેલી  આ ટોળકી  દ્વારા ચોરાઉ માલ મોરબીના વેપારીને વેચાતો હોવાની ચર્ચા : શખ્સોની પુછપરછ કરવામાં આવે તો અનેક વાયરચોરીનો ભેદ ઉકેલા : આ ગેંગ સામે કચ્છમાં અત્યાર સુધી ૧૭ ગુના ચોપડે ચડ્યા : આ ગેંગના સાગરીતા ક્યાં સરકારી અધિકારી અને કર્મચારીના સંપર્કમાં હતા... તેના મોબાઈલ સહિતના ડેટા ચેક કરવામાં આવે તો કેટલાકના તપેલા ચડી જાય તેમ છે....


ભુજ : ગત મહિને લીંબડી હાઇવે પર ચોરણીયા સબ સ્ટેશનમાંથી લઈ જવાતા ખાનગી કંપનીના એલ્યુમિનિયમ વાયરોની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. વાયર ચોરીની ગેંગ લીંબડી પાસેથી પસાર થતી હોવાની બાતમી એલસીબીને મળતા ભુજ તાલુકાના નાના વરનોરાની ગેંગના ચાર સભ્યો પકડાયા હતા તેમની પાસેથી ૧૨,૪૩,૦૦૦નો માલ કબજે કરવામાં આવ્યો હતો. આ ગેંગ સામે નલિયા, ભુજ, ખાવડા, માનકુવા, નિરોણા, માધાપર, દુધઈ સહિતના જુદા જુદા પોલીસ મથકે ૧૭ વાયર ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગ હવે કચ્છ જિલ્લા બહાર પણ ચોરી કરવા પહોચી જાય તેમાં પાછળ કોને હાથ છે તેની તપાસ થવી જોઈએ. કચ્છ જિલ્લામાં થયેલી ચોરીમાં પણ કેટલાક સરકારી અધિકારી અને કર્મચારીઓ હાથ હોવાની ચર્ચા અવાર - નવાર ઉઠી હતી. આ ગેંગના સાગરીતોના મોબાઈલ ડેટા ચેક કરવામાં આવે તો કેટલાક સરકારી અધિકારી અને કર્મચારીઓના તપેલા ચરી જાય તેમ છે. કચ્છમાં વાયર ચોરી કરતી ગેંગ છે કે સુરેન્દ્રનગર સુધી વાયર ચોરી કરવા માટે પહોંચી જાય એટલે તેમનું પીઠબળ કેટલું મજબૂત હશે તેના પરથી જ અંદાજ આવી જાય છે. છેક સુરેન્દ્રનગર સુધી વાયર ચોરીની ઘટનાને અંજામ આપવા માટે પહોંચી જાય છે. છેલ્લા થોડાક સમયથી ખાવડા વિસ્તારમાં વાયર ચોરીની ઘટનાઓ વધી ગઈ છે તેમાં બેથી ત્રણ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. બાકીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ નથી અને તેમાં લાખો રૂપિયાનો માલ ચોરી કરીને સગેવગે કરી દેવાયો છે. વરનોરાની ગેંગે કચ્છમાંથી કરોડો રૂપિયાના માલ ચોરી કરી મોરબીના વેપારીને વેચતા હોવાની વાત પણ સામે આવી છે. પોલીસ ચોપડે વાયર ચોરીની ઘટનાઓ નોંધાય છે પણ તેમાં કામગીરી દેખાડવા ખાતર અમુક જથ્થો અને અમુક નામો ચોપડે દર્શાવાય છે. ચોરીનો માલ ખરીદનાર સુધી પોલીસ ભાગ્યે જ કોઈ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી નામ શોધી લાવે છે બાકી મોટા ભાગના કેસોમાં લાલિયા વાડી દેખાય છે.
જાણકારો કહે છે કે, આ ગેંગના કેટલાક સાગરીતો પોલીસના બાતમીધાર બની તેના ચહીતા બની જાય છે. જેના આડમાં આવા ગોરખંધંધા ચલાવે છે. આ ગેંગ લાબા સમયથી એકટીવ છતાં તેના મુળ સુધી પોલીસ પહોચવા નિષ્ફળ નિવળે છે તેનો શું કારણ તેવા અનેક સવાલા ઉઠી 
રહ્યા છે. 

Comments

COMMENT / REPLY FROM