મુંદરામાં કસ્ટમના ભ્રષ્ટા-કાળા ધોળાનો ફરી ભાંડાફોળ ડ્રગ્સની ગોળીઓનો કરોડોનો જથ્થો સરકી જ કેમ ગયો..?
મુંદરા કસ્ટમ કમિશ્નરશ્રી છે તટસ્થ અને પ્રજાભીમુખ..!
મુંદરા એસઆઈઆઈબી વીંગ દ્વારા અગાઉ ૧૦૦ કરોડથી વધુની ટ્રોમાડોલ-મેડીકલ ડ્રગ્સની પ્રતિબંધિત ગોળીઓ ઝડપી પાડયા બાદ ૩ કન્ટઈનર રીકોલ કરાયા, તપાસ-એકઝામિન કરવામા આવતા ૪૦ કરોડથી વધુની ગોળીઓ ઝડપાતા ફરીથી કસ્ટમના ચોકકસ અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓ-કર્મચારીઓની લાલીયાવાડી આવી સામે : હાલમાં કરોડોનો જથ્થો કન્ટેઈનર રીકોલ કરીને બોલાવવાની ફરજ પડી છે, તો આ કન્ટેઈનરો કોની મીઠીનજરથી મુંદરામાથી નીકળી ગયા? તે વખતે જ કેમ આમા ટ્રોમાડોલની કરોડોની પ્રતિબંધિત ડ્રગ્સની ગોળીઓ હોવાનુ અધીકારીઓના ધ્યાને ન આવ્યુ? સવાલ થઈ રહ્યા છે સવામણના..!
રીકોલ કરેલા કન્ટેઈનરમાથી પણ ટ્રોમાડોલનો જથ્થો મળી આવ્યો છે ત્યારે હકીકતમાં જે-તે કન્ટેઈનરોને લીલિજંડી આપી દેનાર તે વખતના મુંદરા કસ્ટમના ભ્રષ્ટ અધિકારીઓને કરવા જોઈએ સસ્પેન્ડ : રાજકોટની મેન્યુફકચેરીંગ પેઢીનો પરવાનો અને મુંદરાના સીએચએનો પરવાનો તો સસ્પેન્ડ કરી જ દેવાયો છે..
અમદાવાદ-રાજકોટ કે અન્યત્રથી ટ્રોમાડોલનો જથ્થો મુંદરા સુધી પહોચ્યો કેવી રીતે? ટ્રાન્સપોર્ટશનું કામ કોણે કર્યુ? : શું એક જ ટ્રાન્સપોર્ટરે આ બધા જ કન્સાઈનમેન્ટ પેહાચતા કર્યા હતા કે અન્યો પણ છે? લોજીસ્ટીક સાઈડની તપાસ થવી પણ છે ખુબજ જરૂરી? : દુબઈનો મનોજ કીંગપીંગ હોવાની છે આશંકા?
ગાંધીધામ : દેશની તિજોરીમાં વિદેશી હુંડીયામણ વધુને વધુ આવે અને દેશનો જીડીપી ઉંચો જાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની ટીમ દ્વારા દરીયાઈ વેપાર વાણીજયને વધુને વધુ પ્રોત્સાહન આપતી યોજનાઓ અને પોલીસીઓ અમલી બનાવી રહ્યા છે. પરંતુ બીજીતરફ જાણે કે, અમુક ભેજાતત્વો, ભ્રષ્ટ કસ્ટમ અધિકારીઓની સિન્ડીકેટ આવી પોલીસીઓનો ગેરલાભ જ ઉઠાવતા ફરતા હોય અને ખુદના ગજવા ગરમ કરતા હોય તે રીતે કારનામાઓને અંજામ આપતા રહે છે. એટલુ માત્ર જ નહી પરંતુ મુંદરામાંથી તો હાલમાં જે રીતે ટ્રોમાડોલ પ્રતિબંધીત મેડીકલ ડ્રગ્સની દવાઓનો જંગી જથ્થો પકડાયો છે તે તો નાપાક આતંકીઓના વપરાશ માટેની દવાઓ હોવાનુ પણ સામે આવવા પામી ચુકયુ છે એટલે નાપાક કડીઓ જેમા જોડાઈ રહી છે તેવા ઘટનાક્રમોને પણ આવા તત્વો અંજામ આપતા અટકતા જ ન હોય તેવી સ્થિતી જોવાઈ રહી છે.
દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર મુંદરા કસ્ટમની એસઆઇઆઇબી શાખાએ કરેલી કાર્યવાહીમાં નિકાસથી પરત મગાવેલા ત્રણ કન્ટેનરમાંથી રૂા. ૪૧ કરોડનો ૨૫,૬૦,૦૦૦ ટરામાડોલની ગોળીનો જથ્થો ઝડપાયો પકડાયો છે. મુંદરા, તા. ૧૩ : મુંદરા પોર્ટ
પરથી પ્રતિબંધિત દવાઓના જથ્થાની નિકાસના અગાઉ રૂા. સો કરોડના જથ્થા ઝડપાયા બાદ ફરી પાછો રૂા. ૪૧ કરોડનો જથ્થો ઝડપાયો છે. મળેલી વિગતો મુજબ રાજકોટની જે કંપની નિકાસ કરતી હતી, એ જ કંપની રેઈન ફાર્માનું લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું, પણ આજે સત્તાવાર રીતે બહાર આવેલી વિગતો મુજબ એ જ કંપનીના પાછા બોલાવાયેલા કન્ટેનરમાંથી ૨૫,૬૦,૦૦૦ ગોળીઓનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે અને જેની કિંમત ૪૧ કરોડ રૂપિયા જેવી થાય છે. આ તો કસ્ટમ એસઆઈઆઈબીની શાખાએ કરેલી ધાક બેસાડતી કાર્યવાહી છે પરંતુ અહી સૌથી મોટો સવાલ એ થવા પામી રહ્યો છે કે, જે ત્રણ કન્ટેઈનર રીકોલ કરાયા છે તે મુંદરાથી નીકળી ગયા હતા? તો આ કન્ટેઈનર અહીથી નીકળ્યા જ કેવી રીતે? આમા ટ્રોમાડોલનો જથ્થો ભરેલો છે તેવુ તે વખતના કસ્ટમના અઅધિકારીઓના ધ્યાને કેમ આવવા ન પામ્યુ?
મુંદરા એસઆઈઆઈબી વીંગ દ્વારા અગાઉ ૧૦૦ કરોડથી વધુની ટ્રોમાડોલ-મેડીકલ ડ્રગ્સની પ્રતિબંધિત ગોળીઓ ઝડપી પાડયા બાદ ૩ કન્ટેઈનર રીકોલ કરાયા, તપાસ-એકઝામિન કરવામા આવતા ૪૦ કરોડથી વધુની ગોળીઓ ઝડપાતા ફરીથી કસ્ટમના ચોકકસ અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓ-કર્મચારીઓની લાલીયાવાડી આવી સામે : હાલમાં કરોડોનો જથ્થો કન્ટેઈનર રીકોલ કરીને બોલાવવાની ફરજ પડી છે, તો આ કન્ટેઈનરો કોની મીઠીનજરથી મુંદરામાથી નીકળી ગયા? તે વખતે જ કેમ આમા ટ્રોમાડોલની કરોડોની પ્રતિબંધિત ડ્રગ્સની ગોળીઓ હોવાનુ અધીકારીઓના ધ્યાને ન આવ્યુ?રીકોલ કરેલા કન્ટેઈનરમાથી પણ ટ્રોમાડોલનો જથ્થો મળી આવ્યો છે ત્યારે હકીકતમાં જે-તે કન્ટેઈનરોને લીલિજંડી આપી દેનાર તે વખતના મુંદરા કસ્ટમના ભ્રષ્ટ અધિકારીઓને સસ્સપેન્ડ કરી દેવા જોઈએ. નહી તો આ ટોળકી અને આવા કારસ્તાનો અહીથી સતત ચાલુ જ રહેશે તેમા પણ શંકાને સ્થાન નથી.
..............
કચ્છઉદયની લાલબત્તી સત્ય પુરવાર થઈ
મુંદામાં ૧૦૦ કરોડના ટ્રોમાડોલનો જથ્થો પકડાયો હતો તે વખતે જ આ પ્લેટફોર્મ પરથી તા.૨૩-૮-૨૪ના.પાના.ન..૮ પર ટકોર કરાઈ હતી કે, આ તો ઝડપાયો છે તે જથ્થો છે પરંતુ જે નહી પકડાયો હોય તે કેટલો હશે? કન્ટેઈનર આ જ પેઢીએ કેટલા મોકલેલા છે, તેને પરત મંગાવો અને તપાસ કરો તો ચોકકસથી વધુ ટ્રોમાડોલનો જથ્થો પકડાશે? આ પ્રકારની કચ્છઉદય દ્વારા ધરેલી લાલબત્તી સચોટ જ ઠરતી જોવાઈ રહી છે.
................
મુંદરા-કંડલા કસ્ટમના ભ્રષ્ટબાબુઓનો
આ રહ્યો ભાવપત્રક : કોણ કેટલા લે છે?
ગાંધીધામ : મુંદરા અને કંડલા કસ્ટમમાં કયા તબક્કેથી કયા કક્ષાના અધિકારી સુધી કેવા કેવા કામ પેટેના ફિક્ષ ભાવો શુ લેવાઈ રહ્યા છે? એટલે કે, પાર્ટી પાસેથી કટકી નાનાથી લઈ અને ઉપર સુધીના અધિકારીઓ શુ ભાવની સ્વીકારી રહ્યા છે તે ભાવો પણ ચર્ચાય છે તે નીચે મુજબ છે.
• એસેસમેન્ટ સુપ્રીટેન્ડેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• ડે.કમિ.એસેસમેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• એકઝામિનેશન સુપ્રી. : રપ૦ થી ૪૦૦
• એકઝામીનેશન ઈન્સપેકટર : રપ૦ થી ૪૦૦
• ફેસલેશ અસેસમેન્ટમાં અપ્રેઈઝર : પ૦૦થી ૭૦૦ અને ડીસી : પ૦૦થી ૭૦૦.
• (રીએકઝામીનેશન) સુપ્રીટેન્ડેન્ટ : ૫૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• (રીએકઝામીનેશન) ઓફિસર :૨૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• કસ્ટમ ગેટપર નવા સીલ પેટે : ૧૦૦૦ (પ્રતિ સીલ)
વિચારતો કરો, હવે ફેશલેશ સિસ્ટમમાં પણ મંગાય છે
સલીયાણાં...! : આ સિસ્ટમ ભ્રષ્ટાચાર ડામવા છે કે, વધારવા ?

Comments