Trending News
સ્થાનિક સમાચાર

વાગડની બે સુધરાઈમાં ‘ગોઠવાઈ’ જવા ઈચ્છુક મૂરતિયાઓએ શરૂ કર્યું ‘લોબિંગ’

13 September

પ્રદેશ ભાજપ પ્રમુખની કચ્છ મુલાકાત ટાંકણે...





પૂર્વ પ્રમુખ સામેથી તાજેતરમાં જ હાજર થઈ ગયા, શું તેની પાછળ પણ ચૂંટણીની ગોઠવણો જ તો કામ નથી કરી ગઈને?



ઝવેરીપંચના રિપોર્ટ બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આડેનું હટ્યું ગ્રહણ : નજીકના ભવિષયમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાય તેવી સંભવના : વાગડની ભચાઉ અને રાપર નગરપાલિકામાં હાલે ચાલી રહ્યું છે વહીવટદારનું શાસન 


ભાજપા નોરિપીટ થીયરી અપનાવશે તો અનેક સ્થાનિકકક્ષાના નેતાઓનું સ્વપ્ન થશે ચકનાચૂર : સુધરાઈની ચૂંટણી માટે ટિકિટ મેળવવા ઈચ્છુકો રાપરના ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વાગડના ટોચના નેતાઓની કૃષાદ્રષ્ટી પોતાના પર બની રહે તે દિશામાં થયા પ્રવૃત



ભચાઉ : કચ્છ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની લાંબા સમયથી પડતર ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે. ઓબીસી અનામત મુદ્દે ઝવેરી પંચની ભલામણોના આધારે લાંબા સમયથી વિલંબીત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. આગામી રપ વર્ષ માટે નગરપાલિકાઓમાં હોદ્દેદારોનું રોટેશન પણ જાહેર થઈ ગયું છે ત્યારે નજીકના જ વભિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગતા જ કચ્છમાં વાગડ પંથકમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભચાઉ અને રાપર નગરપાલિકામાં લાંબા સમયથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. નગરપાલિકાની ચૂંટણીઓ ઘોંચમાં મૂકાતાં વાગડવાસીઓ લાંબા સમયથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણીઓની રાહ જોઈ રહ્યા હતા. નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની શક્યતાઓ સર્જાઈ છે ત્યારે વાગડ પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 
નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક મૂરતિયાઓ ટિકિટ મેળવવાના પ્રયાસોમાં પ્રવૃત થઈ ગયા છે. ખાસ કરીને ભાજપના સમર્થન સાથે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો સુધરાઈમાં પોતાના પ્રતિનિધિત્વ કરવાની તક મળે તે માટે લોબીંગમાં લાગી ગયા છે. વાગડના ટોચના રાજનેતાઓ દ્વારા પોતાના નામની ભલામણ હાઈકમાન્ડ સુધી પહોંચે તે દિશામાં પ્રયાસો કરતા થયા છે. આવતીકાલે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ કચ્છની મુલાકાતેઆવી રહ્યા છે ત્યારે દાવેદારોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. 
પાર્ટીના અતરંગ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના નો-રિપિટ થીયરી અપનાવે તેવી સંભાવના હોવાથી અનેક રાજકારણીઓના મોઢા પરથી નૂર વિખેરાઈ ગયું છે. જો પાર્ટી નો-રિપિટ અને તો પરિવારવાદની થીયરી અપનાવે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ગોઠવાઈ જવાની ફિરાકમાં રહેલા અનેક સ્થાનિક કક્ષાના નેતાઓના સ્વપ્નો ચૂર ચૂર થશે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે. કચ્છના વાગડ વિસ્તારની બે નગરપાલિકાઓની ચૂંટણીની સત્તાવાર ઘોષણા પૂર્વે જ ચાલી રહેલા રાજકીય ધમધમાટ વચ્ચે પ્રદેશ ભાજપ પ્રમુખની કચ્છ મુલાકાતનો તખ્તો ગોઠવાયો છે ત્યારે વાગડ વિસ્તારમાં ભાજપના સદસ્યતા અભિયાન-ર૦ર૪ હેઠળ પ્રાથમિક સભ્યના મેળવવા ધસારો પણ જોવા મળી રહ્યો છે. સ્થાનિક કક્ષાના રાજનેતાઓ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત વાગડના ટોચના નેતાઓની દૃષ્ટી પોતાના પર રહે તે દિશામાં સક્રિય બન્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM