આ રોડ પર ન જતા..! કાળા કપડાવાળી ભુતની ફરી રહી છે : ગાંધીધામમાં રહસ્યમય વાયરલ વીડીઓથી મચી ચકચાર.!
ગાંધીધામ તાલુકા પંચાયતથી ઝોન બાયપાસ તરફથી જતા રોડ-રસ્તા પર કાળા કપડા-હાડપિંજર સમાન દ્રશ્યવાળુ સ્કેલેટન ફરતુ હોવાની ગત મધ રાતથી જામી ચર્ચા : વીડીઓ પણ વારયલ કરવામા આવતા રોજીંદી અવરજવરના પ્રમાણમાં રાત્રીના ૧૧ વાગ્યા પછી દેખાયો સન્નાટો : આ વિસ્તારમાં ભદ્રલોકોના વસવાટ વાળી સોસાયટીઓ પણ આવેલી છે, મામલો બન્યો છે આ વિસ્તારમાં ચર્ચાસ્પદ
કચ્છઉદય આવા કોઈ જ વીડીઓ કે ફોટોને સમર્થન નથી કરતુ. પરંતુ સંકુલની પ્રજામાં ગત રાત્રીથી આ વાયરલ થઈ રહેલા વીડીયો અને તેના પછી સર્જાયેલી આંતરીક ચર્ચાઓ કે પછી અમુક વર્ગમાં ઉભો થયેલ છુપો ભયનો ચિત્તાર અને લાગણી જ તંત્ર સમક્ષ પહોચાડવાનો પરયાસ કર્યો છે
ગાંધીધામ : ભારત ર૧મી સદીમાં પ્રવેશ કરી ચૂકયુ છે, મેડીકલ સહિતના સાયન્સ ક્ષેત્રે પણ આ દેશે મોટી હરણફાળ ભરી રહ્યો છે તેવામાં પૂર્વ કચ્છનું પણ ઔદ્યૌગીક પાટનગર તથા આધુનીકતાની અલગ ઓળખ ધરાવતા ગાંધીધામ -કંડલા સંકુલ પણ અનેકવિધ રીતે મિશાલરૂપ પ્રગતિના પથ પર મંડાણ કરી ચૂકયુ છે. આ સંકુલ એટલે તો મીની ઈન્ડીયા, લઘુ ભારતના નામે પણ પ્રચલિત છે. આવા પંચરંગી પ્રદેશમાં સમયાંતરે કૌતુક ઉભુ કરતી ઘટનાઓ પણ બનતી જ રહેતી હોય છે. દરમ્યાન જ ગત રાત્રીથી હેરના એક પોઝ વિસ્તારમાં પણ રહસ્ય ઉભુ કરતી ઘટનાના વાયરલ થયેલા વીડીયોએ પણ ભારે ચર્ચાઓ શરૂ કરી દીધી છે. શહેરના તાલુકા પંચાયત તરફથી ઝોન બાય પાસ રોડ પર રાત્રીના કેટલાક લોકો એક બીજાને ચેતવતા હોય તેમ કહેતા હતા કે, આ રોડ પરથી ન જતા, અહી એક ભુતની ફરી રહી છે, કાળા કપડાવાળી, હાડપિંજર સમાન દેખાતી કોઈ ભુતની આ વિસ્તારમાં ફરી રહી છે તેવી વાતો વાયુવેગે પ્રસરવા પામી જતા અમુક લોકોમાં છુપો ભય પણ ફેલાયો હોય તેમ સામાન્ય રીતે આ રોડ રાત્રીના ૧૧થી ૧ર વાગ્યા સુધી ધમધમતો જ રહેતો હોય છે અને અહી લોકોની અવરજવર પણ રહેતી જ હોય છે પરંતુ ગત રોજ ૧૦ઃ૩૦ વાગ્યા આસપાસ રસ્તા પર જાણે કે ભુતનીના ભયનો સન્નાટો ફેલાઈ જવા પામ્યો હોય તેમ આ રોડ સુમસામ જ ભાસતો જોવાયો હતો. લોકોમાં ભય કેટલો છે અથવા તો આ વાતમાં તથ્ય કેટલુ છે તે તો હજુ સુધી ખુલીને બહાર નથી આવ્યુ પરંતુ સોશ્યલ મીડીયા પર ગત રોજ રાત્રીથી ફરતો આ વીડીયો અને ફોટાએ સંકુલમાં એક નવી કૌતુક જગાવતી ચર્ચાને જન્મ આપી દીધો છે.આવી ઘટનાઓ અને વીડીયો વાયરલ થઈ રહ્યો હોવા સંદર્ભે ગાંધીધમાના ઈન્ચાર્જ મામલતદારનો પ્રયાસ તેઓના ફોનની ઘંટડી જ વાગતી હોવાથી વિફળ નીવડયો હતો.આ વીડીયોની ઘટનામાં સત્ય અને તથ્ય શું છે તે પણ તપાસનો વિષય ચોકકસથી બની રહ્યો છે તેની સાથેાસાથ જ આ વીડીયો અથવા તો ફોટા ગાંધીધામના જ છે કે પછી અન્યત્ર કેાઈ જગ્યાઅથી વહેતા કરાયા છે, તે પણ તપાસનો વિષય બની રહ્યો છે. પરંતુે પાછલા ત્રણ-ચાર દીવસથી ગાંધીધામ સંકુલના સોશ્યલ મીડીયામાં આ વીડીયો ઠેર-ઠેર ફરવા પામી જતા સંકુલમાં ચર્ચાનો વિષય ચોકકસથી બની જવા પામ્યો છે.
............

Comments