Trending News
સ્થાનિક સમાચાર

લખપતમાં ભેદી રોગચાળો કેસ : સદગત મૃતકોના પરીવારને વળતર મુદ્દે તો કરો વિચાર : કચ્છનું રાજકિય જગત કેમ ચૂપ?

12 September

ગુજરાત સરકાર-કચ્છ પ્રશાસન ધ્યાને ન લે..!





મૃત્યુનું કારણ ૧૦ દિવસે પણ ન મળ્યુ, સહાયનું તો કઈક કરો.!



ગુજરાત સરકારના બે મંત્રીશ્રીઓ કચ્છ રૂબરૂ થઈ ગયા, જિલ્લાના રાજકારણીઓએ ખરેખર લખપતમાં ફેલાયેલા ભેદી રોગચાળા સંદર્ભે ઉપરાંતના સાંપ્રત પ્રશ્નો બાબતે ચર્ચા કરી હશે તે યોગ્ય જ છે પરંતુ જેના ભેદી રોગચાળો ભોગ લીધા છે તે પરીવારો તદન સાધારણ-ગરબ છે, છેવાડાના વાંઢ વિસ્તારોના વસવાટી છે, જોતજોતામાં મૃતકાંક ૧પને પાર થવા પામી ગયો છે, ખીચડી રંધાઈ ગયા પછીના ડહાપણની જેમ કહો કે પછી ઘોડા છુટયા બાદ તબેલનાને તાણાં મારવાનું જ કેમ ન ચાલતુ હોય, તેમ હવે બધા જ પ્રયાસો થતા દેખાય છે, એ ભલે થતા રહે, પરંતુ જે પરીવારોએ વ્યકિત ગુમાવી દીધા છે, તે ગરીબ લોકોને મૃતકોના વળતર પેટે કંઈક તો આર્થિક સહાયની કરાવો વ્યવસ્થા..!


કુદરતી આફત કે વૈશ્વીક મહામારી કદાચ આ બીમારી નથી, પરંતુ ૧૦ જ દીવસમાં જે બીમારી ૧૬ જેટલા લોકોને ભરખી ગઈ અને ન માત્ર એક તાલુકાના ગામો બલ્કે નલીયા-માંડવી અને આંશિક નખત્રાણામાં પણરોગચાળો ફેલાઈ ગયો, ૩૦૦થી વધુ લોકો એકઝાટકે ખાટલાના બિછાને આવી ગયા, અને તેમાં મોત પામનારા તો ગરીબ ઘરના જ મોટા ભાગના છે, આવા લોકોને સરકારે વિના વિલંબે વેળાસર જ ખાસ ગ્રાન્ટ કે જોગવાઈઓથી રકમ મંજુર કરી અને સહાય આપવાની વીચારણા કરવી જોઈએ : કુદરતી મૃત્યુ હોય, હદયરોગ અથવા તો કેન્સરથી મૃત્યુ થયાનુ તારણ સામે આવ્યુ હોય તેને કદાચ બાદ કરી શકાય, પરંતુ ભેદી બિમારીથી મોત થયા હોય તેમને તો મદદ ખાસ કિસ્સામાં કરવી જ ઘટે


છુટીછવાઈ સ્થાનિક આગેવાનો દ્વારા વળતર મામલે તંત્રને રજુઆત કરાઈ છે, પરંતુ જીલ્લાભરનું રાજકીય ક્ષેત્ર, આગેવાનો સહિતનાઓ ભોગગ્રસ્તોને આર્થિક મદદ માટે કેમ નથી ઉઠાવતા અવાજ?





ગાંધીધામ : કહેવાય છે ને હાય રે ગરીબી.! કચ્છના છેવાડાના સરહદી લખપત તાલુકામાં પાછલા દસ દીવસથી ભેદી રોગચાળાએ રીતસરનો કાળો કહેર જ વર્તાવી દીધો હોય તેમ આ વિસ્તારના વાંઢના ગામોમાં નિદોર્ષ અને ગરીબ લોકોના એક પછી એક ટપોટપ મોત થવા પામી રહ્યા છે. રાજકીય મુલાકાતો અને સવાલો ઉઠાવ્યા બાદ થયેલી રજુઆતો પછી તંત્ર અને સરકાર જાણે કે સફાળા ઉંઘમાથ જાગ્યા હોય તેમ ઘોડા છુટયા બાદ તબેલાને તાણા મારવાની કાર્યવાહીઓ ચાલી રહી છે. ખૈર, આ કાર્યવાહી જે કંઈ પણ થઈ રહી છે તે ચોકકસથી આ વિસ્તારના લોકોને કેન્દ્રમાં રાખીને જ કરવામાં આવતી હશે તેવી આશા રાખીએ પરંતુ અહી સવાલ આજે કરવાનો એટલો જ છે કે, આ વિસ્તાર એક દુર્ગમ અને છેવાડાના વિસ્તાર છે. અહીઆરોગ્ય સેવા કેટલી કથળેલી હતી તેનો વરવો દાખલો પણ આ ઘટના પરથી સામે આવવા પામી જ ગયો છે. ભેદી રોગચાળો ફેલાયો છે અને લોકોના મોત થઈ રહ્યા છે તેને આજે દસ દીવસના વ્હાણા વીતી ગયા છે છતા પણ મોતનુ કારણ-તારણ સામે આવવા પામી શકયુ જ નથી. ત્યારે લોકો કહી રહ્યા છે કે, જેમના મોત થયા છે તેમાથી મોટા ભાગના ખુબજ ગરીબ લોકો છે અને બીજુ કંઈ નહી તો સરકાર ખાસ યોજના તળે વિચાર કરી અને આ મૃતકોના પરીવારજનોને આર્થિક સહાય આપવા બાબતે વેળાસર એલાન કરવુ જોઈએ. સંકુલનો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે,  અહી અમે સારી રીતે જાણી રહ્યા છીએ કે, લખપત પટ્ટામાં જે ભેદી રોગચાળાએ માથુ ઉચકયુ છે અને તે બીમારી ગંભીરતા સાથે વકરી રહી છે તે તો ૧૦ જ દીવસમાં ૧૬ લોકોના મોત થવા પરથી જ ખ્યાલ આવી જાય છે. આ બીમારીને કદાચ તંત્ર કે સરકાર મહામારીના દાયરામાં આવતી નહી ગણતી હોય, જે રીતે કોવિદ મહામારી હતી તેવી આ વ્યાપક બીમારી નહી  હોય પરંતુ જયા સુધી તેનું કારણ નથી શોધી શકાયુ, કયા રોગ થકી આ રીતે લોકો મરી રહ્યા છે, અને વાયરસ જે કોઈ પણ છે તે ખુબજ ઝડપથી પ્રસરી પણ રહ્યો છે તે પણ ૩૦૦થી વધુ ઓપીડીઓ ફુલ રહેતી હોવાના આંક પરથી પણ જોવાઈ જ રહ્યુ છે ત્યારે આ પ્રકારના રોગચાળાને આપણે હળવાશથી ન લઈ શકીએ. ગુજરાત સરકાર, મંત્રીશ્રીઓ અને તંત્ર દ્વારા જે કંઈ પણ પ્રયાસો હવે થઈ રહ્યા છે તેને નકારાતા નથી, તે પહેલ અને મહેનત આવકારદાયક જ કહી શકાય તેમ છે, પરંતુ અહી સવાલ એ થાય છે કે, ભેદી રોગચાળો જે ગરીબ લોકોને ભરખી ગયો, તેમના પરીવારનું શું? કોઈના ઘરનો આધાર આ બીમારીમાં જતો રહ્યો નહી હોય તેની શું ખાત્રી? તેમના પરીવારના ગુજરાત કેવી રીતે ચાલશે? એક તો છેવાડાના વાંઢ-સરહદી દુર્ગમ વિસ્તારો છે, માલધારી પરીવાર છે જેમને રોગચાળાએ ભરડામાં લીધુ, રોજનુ કરીને રોજનું ખાતા હશે, આવી સ્થિતીમાં અચાનક તેમના પરીવારનો આધાર જતો રહ્યો હશે તો હવે તેમનુ આર્થિક ગુજરાત કેવી રીતે ચાલશે? ગુજરાત સરકાર આ બાબતે પણ વેળાસર જ વિચાર કરવો જોઈએ. અહી સીધી અને સમજી શકાય તેવી વહીવટી વાત તો એ જ છે કે, આ બધા મૃત્યુ રોગચાળાથી થયા છે, કોઈ કુદરતી આપદા કે અન્ય કોઈ રીતે નથી થયા કે સરકાર એડીઆરએફની જોગવાઈઓ અનુસાર તરત જ ગ્રાન્ટ ફાળવી આપશે પરંતુ મૃત્યુ શેના કારણે થયા છે, તેના સેમ્પલોનો રીપોર્ટ આવે અને તેમાં ગંભીર બીમારી થકી થયા હોય તો આ છેવાડાના વિસ્તારમાં કયાંક ને કયાંક આરાગ્ય સુવિધાઓને લઈને પણ અધુરાશો તો રહેલી દેખાઈ જ રહી છે. છેવાડાના આ વિસ્તારમાં મૃતકોની યાદી ચકાસો તો ખ્યાલ આવી શકશે કે કેટલાના મુત્યુ સ્થાનિકે થયા છે? કેટલાને વધારે સારવાર અર્થે લખપતથી નખત્રાણા, નલીયા, ભુજ, રાજકોટ, અને અમદાવાદ સુધી લઈ જવાની નોબત આવી હતી? જો લખપત જેવા સરહદી વીસ્તારોમાં આરોગ્ય માળખુ તદન પાંગણુ રહયુ હોય તો સરકારની અને કચ્છના વહીવટીતંત્રની પણ તેમાં સીધી જ જવાબદારી બની રહી છે કે, આવા કિસ્સાઓમાં આ રોગચાળાના મેતૃકોના પરીવારજનોની વહારે વિના વિલંબે આવે. સરકારે આ અંગે વિચાર કરી અને વેળાસર જ મૃતકોના પરીવારજનોને ખાસ ગ્રાન્ટ મંજુર કરાવી મદદની જાહેરાત કરવી જોઈએે..અહી આશ્ચર્યચકિત કરી દેતી વાત એ પણ છે કે , ગરીબોની વહારે આવવુ, જે મૃતકો છે તેમના પરીવારજનોને આર્થીક સહાય સરકાર તરફથી મળે તે માટે કચ્છના રાજકીય જગતમાથી પણ કોઈ બોલતુ જણાતુ નથી? કચ્છના રાજકીય આગેવાનોની આ બાબતેની ચુપકીદી વધુ અકળાવનારી જ બની રહી છે. આ વિસ્તારમા ભેદી રોગચાળાના ભોગગ્રસ્તો ગરીબો હતા એટલે જ તો તેની શરૂઆતથી કોઈએ વ્યાધિ-પુછા- ન કરી? હવે આ વર્ગ ગરીબ છે એટલે જ તો કયાંક ને કયાંક તેઓને આર્થિક સહાય મળવા બાબતે પણ કોઈ અવાજ ઉઠાવવા આગળ નથી આવતુ એવુ તો નથી ને..?.

Comments

COMMENT / REPLY FROM