Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગ દ્વારા મોરમ-રોયલ્ટીચોરી મુદ્દે અંજારની પેઢીને ૧૮ લાખના દંડની ફટકાર

12 September




ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છમાં ખાણખનિજ અધિકારી શ્રી એન એ પટેલ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરો પર તબક્કાવાર કડક કાર્યવાહી કરવામા આવી રહી છે તે દરમ્યાન જ વધુ એક ગેરકાયદેસર ખનન કરનાર અંજારના દીનેશ સોરઠીયા નામની પાર્ટીને લાખોના દંડની નેાટીસ ફટકારાઈ છે.આ બાબતે પૂર્વ કચ્છ ખાણખનિજની યાદીમાં જણાવ્યા અનુસાર તેમની ટીમ દ્વારા તા. ૪/૯/ર૪ના રોજ અંજાર સીમ ખાતે તપાસ કરવામા આવતા એક એકઝેવેટર મશીન હાર્ડમોરમ ખનિજયુકત બિનઅધિકૃત ખનન કરતા પકડવામાં અવેલ જેની વિગતે આગળની કાર્યવાહી અર્થે બિનઅધિકૃત થયેલ ખોદકામની માપણી મુજબની ૭૧૯૬.૪ર મેટ્રીક ટન હાર્ડમોરમ ખનિજ બિન અધિકૃત સબબ નોટીસ પાઠવી આગળની કાર્યવાહી કરવામા આવી છે. આ મામલે પૂર્વ્‌ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી પટેલને પુછતા તેઓએ ક્હયુ હતુ કે, ટીમે તપાસ કરી હતી અને સ્થળ પરથી એક મશીન ઝપ્ત કરાયુ છે તથા જે બિન અધિકૃત ખનીજ ખનન કરાયુ છે તેની માપણી સંપન્ન કરી લેવાઈ છે, અને સબંધિત પાર્ટીને ૧૮.૧૯ લાખના દંડ ભરપાઈ કરવાની નોટીસ પણ આપી દેવામા આવી છે. 

Comments

COMMENT / REPLY FROM