Trending News
સ્થાનિક સમાચાર

ભ્રષ્ટ પલળેલા ખાખીધારીઓની સિન્ડીકેટ તુટી કે કેમ ? પૂર્વ કચ્છમાં હવે થોડો-ઘણો દારૂનો જથ્થો પકડાતા અટકળો બની તેજ

12 September



પ્રજાભીમુખ, કાયદાનિષ્ઠ તટસ્થ એસપીશ્રીને ધંધાઓ બંધ છે, તેવુ દેખાડી અને પૂર્વ કચ્છમાં વકરી ચૂકેલી અમુક પલળેલા તત્વોની ખાખીની સિન્ડીકેટ બેનામી ધંધાઓ પુરજોશમાં ધમધમાવતી જ રહેતી હોય છે, દારૂ, જુગાર કલબો, ખનીજ, માટીચોરી, તેલચોરી સહિતના બેનામી ધંધાઓ ઠેર-ઠેર શરૂ જ હતા, પરંતુ હવે છુટ્ટી છવાઈ આ બધાયમાં થતી કાર્યવાહીથી જાણકારો માની રહ્યા છે કે, કયાંક આવા અમુક ભ્રષ્ટ ખાખીધારીઓમાં ભાગબટાઈને લઈને ફુંટ પડી લાગે છે, એટલે દારૂના નાના-સુના જથ્થાઓ ઝડપાઈ રહ્યા છે, નહી તો પશ્ચિમ કચ્છમાં કેરા-બળદીયા સુધી પહોચીને આવા દારૂના મુદામાલની થતી હતીકટીંગ,જો કે, હજુય પકડાતા માલમાં નામ-ઠામ, મોકલનાર-મંગાવનાર સહિતનાઓના કોઈ જ સરનામાઓ ફરીયાદમાં તો ચડતા જ નથી, જે બનીરહ્યું છે સવાલ પ્રેરક


ડીએસપીશ્રી અવાર-નવાર લોકસંવાદ-લોકદરબારો ભરી રહ્યા છે, કયાંક પોલ ન ખુલી જાય તે માટે તો દારૂના જથ્થાઓ પર દરોડા નથી પડાઈ રહ્યા ને..? કારણ કે ધંધાઓ સદંતર બંધ તો કયારે ન હતા..!



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં જયારથી એસપી તરીકે સાગર બાગમાર મુકાયા છે ત્યારથી પોલીસ પ્રજાનો મિત્રછેની લોકાભીમુખતાની છબીના રોજ-બરોજ દર્શન થવા પામી રહ્યા છે. તેઓએ અહી કાર્યભાર સંભાળતા જ મોટા મોટા ડોન કહેતા ફરતા તત્વોને ભુગર્ભમાં ઉતારી દીધા તો બીજીતરફ ગુડમોર્નિંગ વોક જેવી પ્રજાલક્ષી નીતનવી પહેલ-કરીને પ્રજામાં એક સારો વિશ્વાસ પ્રસ્થાપિત કરી દીધો છે. પરંતુ આ કોર્પોેરટ વિસ્તાર સમાન જિલ્લામાં બેનામી આવકો, કટકી, હપ્તા, સેકસન ખાઈ ચૂકેલા અમુક ભ્રષ્ટ પલળેલા તત્વો તો મધવાળી લાળ ચાટી ગયા હોય તો તે કેમ ભુલી શકે? અને તે જ રીતે બેનામી ધંધાઓ બધે જ બંધ છેનું દેખાડી અને ઉચ્ચ અધિકારીઓને ઉલ્ટા ચશ્મા પહેરાવી અને પૂર્વ કચ્છમાં દારૂના હાટડાઓ, જુગાર કલબો, ખનીજ-માટીચોરીઓ, તેલ-સીપીયુ-પાઈપલાઈન તેલચોરી સહિતના દુષણોને પૂર્વ કચ્છમાં ખાખીની બનેલી આ ભ્રષ્ટ સિન્ડીકેટ બેખોફ બનીને ધમધમાવતી જ રહેતી હતી. પરંતુ હવે છુટાછવાયા તથા થોડો ઘણો દારૂ સહિતનો મુદામાલ પકડાવવાનો શરૂ થવા પામી જતા જાણકારો કહી રહ્યા છે કે, ખાખીના અમુક પલળેલા તત્વોની વકરેલી આ સિન્ડીકેટ કયાંકને કયાંક હવે તુટી લાગી છે ખરી? એટલે જ માલ પકડાવાનો શરૂ થઈ રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, લાબા સમય બાદ કચ્છમાં વિજપાસર-વોંધ પાસેના પટ્ટામાથી રપ લાખથી વધુના દારૂનો જથ્થો પોલીસે અહી પકડી પાડયો છે. જો ભ્રષ્ટ ખાખીની સિન્ડીકેટ અહી સક્રીય રહેલી જ હોત તો આ માલ પણ પકડવા ન દેવાત, કોઈ પણ એજન્સી આવી રીતે ક્રોસ રેઈડ કરે એટલે જેઅતે વિસ્તારના ભ્રષ્ટ ખાખીની સિન્ડીકેટના વહીવટદાર ફોન કરી અને તમારૂ ગોઠવાઈ જશે, એટલુ જ કહી દે, એટલે આવા દારૂના જથ્થાઓ ગંતવ્ય સ્થળ સુધી સરળતાથી પહોચી જ જતા હોય છે. જાણકારો કહી રહ્યા છે કે, આ સિન્ડીકેટ થકી જ અગાઉ પશ્ચીમ કચ્છના કેરા-બળદીયા પટ્ટા સુધીમાં આવો બહારથી આવતો દારૂ પહોચી જતો અને ત્યા કટીંગ કરવાની ગોઠવણો સહિત કરવામાં આવતી હતી પરંતુ લાખોનોમુદામાલ હવે પકડાયો એટલે આ સિન્ડીકેટમાં કયાંક ને કયાંક હવે થોડીક ફુેંટ પડી લાગી છે અને ભાગબટાઈની પણ ભાંજગડો-ડખ્ખા થયા લાગે છે ત્યારે જ આવા માલ-દારૂ પકડાઈ રહ્યા છે. જો કે, જે દારૂનો જથ્થો હજુય પકડાઈ રહ્યો છે તેમાં પણ બહુ કંઈ હરખાવવા જેવુ નથી રહેતુ, કારણ કે દારૂ પકડાયો તો તપાસમાં વીગતો તો અડધી અધુરી જ સામે આવી રહી છે. દારૂ-મુદામાલ પોલીસ પકડે છે પરંત તેની સાથે લાવનારો, મંગાવનારો, મોકલનારો પોલીસના હાથે આવ્યો તેવુ કયાંય હજુ સુધી જોવા નથી મળતુ? તે પણ સવાલ પ્રેરક વાત જ બની રહી છે ને..!’


................

હરિયાણાથી કચ્છ આવતો દારૂનો જંગી જથ્થો
વિરમગામ પાસે ઝડપાયો : ૩ શખ્સો દબોચાયા



ગાંધીધામ : હરિયાણા રાજ્યના ફરીદાબાદમાંથી એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છમાં પહોંચાડવા માટે બોલેરો જીપના પાઈલોટીંગ કવચ સાથે રવાના કરાયો હતો.પરંતુ દારૂનો જથ્થો કચ્છમાં પહોંચે તે પહેલાં વિરમગામ ગ્રામ્ય પોલીસને બાતમી મળી જતા બાયપાસ હાઈવે પર ત્રિરંગા ચાર રસ્તા પાસે પોલીસે દારુના જથ્થા સાથે ત્રણને દબોચી લીધા હતા.વિરમગામ ગ્રામ્ય પોલીસને અમદાવાદ તરફ્થી કચ્છ તરફ્‌ એક ટ્રકમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે.સાથે ટ્રકની આગળ એક બોલેરો વાહન પાઈલોટીંગ પણ કરી રહ્યાની બાતમી મળી હતી. જેથી શહેરના બાયપાસ કચ્છ તરફ્ના હાઇવે માર્ગ પર તપાસ ગોઠવી હતી. દરમિયાનમાં બોલેરો વાહન આવી પહોંચતા રોકવામાં આવ્યું હતુ. જેમાં બે વ્યક્તિ સવાર હતા.પાછળને પાછળ એક ટ્રક પણ આવી હતી. જેને રોકી લેવાઇ હતી. જેમાં એક ચાલક જ હતો. ટ્રક બંધ બોડીની સીલબંધ હોવાથી પોલીસે દબોચેલા ત્રણેયની પુછપરછ કરતા દારૂનો જથ્થો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી ત્રણે વ્યક્તિઓ સહિત બંને વાહન સહિત કુલ ૩૦,૪૬,૦૦૦ કિંમતનો મુદ્દામાલ કબજે કરી દબોચેલા ટ્રક ચાલક લિયાકત રુદાર મેઉ રહે. ગોધેલા, જિ. નુહુ, બોલેરો વાહન ચાલક મોહમ્મદ શાહીદ ઈશાકખાન મેઉ, સાથીદાર મોહમ્મદ ઈરફન મોહંમદ ફારુક મેઉ રહે.પચાનકા, જિ.પલવલ, હરિયાણા સહિત જથ્થો મોકલનાર શાહરૂખ મેઉ રહ. ધોજ,ફરીદાબાદ વિરૂદ્ધ ગુનો નોંધી વિરમગામ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM