લખપત ભેદી રોગચાળો - અતિવૃષ્ટીગ્રસ્ત કચ્છની વહારે રાજય સરકાર : મંત્રીશ્રીઓએ યોજી સમીક્ષાત્મક બેઠક
લખપત અને અબડાસામાં શંકાસ્પદ તાવના કેસ અધિકારીઓ પાસેથી પ્રાથમિક માહિતી આરોગ્યમંત્રી મેળવી : આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી
રાજય સરકારના પ્રવકતા મંત્રી તથા કચ્છના પ્રભારી મંત્રીશ્રીઓ કચ્છના વિવિધ સરકારી વિભાગો સાથે યોજી બેઠક : અતિવરસાદ બાદ સર્જાયેલી સ્થિતીમાં થઈ રહેલી કામગીરીનો મેળવ્યો તાગ : જરૂરી દીશા-સુચનો આપ્યા : પાક નુકસાન, અસરગ્રસ્તોને સહાય ચૂકવણી સહિતની મેળવી માહીતી
ભુજ : લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસને લઈને જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા માટે કચ્છના ભુજ ખાતે પહોંચેલા આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી પ્રવર્તમાન સ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને પ્રભારીમંત્રી પ્રફૂલભાઈ પાનશેરિયાએ કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તત્કાલીન પગલાઓ વિશે જાણકારી મેળવી હતી. જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ વિશે ખ્યાલ મેળવીને વહીવટીતંત્રને રોગ અટકાયતી પગલાં લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ મામલે મળતી વધુ વિગતો અનુસાર ગુજરાત રાજયના પ્રવકતા મંત્રી અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા આજ રોજ કચ્છના વિવીધ સરકારી વિભાગેની સાથે એક મહત્વપૂર્ણ સીમાક્ષાત્મક બેઠક યોજી હતી. આજ રોજ તેઓએ કચ્છ કલેકટર કચેરી ખાતે યોજેલી બેઠકમાં કચ્છમાં માંડવી-અબડાસા-લખપત સહીતના વિસ્તારોમાં વરસલા અતિ વરસાદ બાદની સ્થિતીનો તાગ મેળવ્યો હતો. તંત્ર દ્વારા કરવામા આવી રહેલી કામગીરી, ખેડુતોને પાક નુકસાની થયેલ હોય તેની વિગતો, પાક સહાયની ચૂકવણીઓ સહિતના વિષયો પર બન્ને મંત્રીઓે વિવિધ વિભાગો પાસેથી માહીતી અંકે કરી હતી. એટલુ જ નહી પરંતુ શહેરોમાં વવિધ રોડ રસ્તાઓની સ્થિતી અને તેના સમારકામોને લઈને ચાલતી કાર્યવાહીની માહીતીઓ અંકે કરવામ આવી હતી. ખાસ કરીને કચ્છના લખપત વિસ્તારમાં જે રીતે ભેદી રોગચાળો ફાટી નીકળ્યો છે તેને લઈને બન્ને મંત્રીઓ કચ્છની મુલાકાતે આવી પહોચ્યા છે. બન્ને મંત્રીશ્રીઓ આ બેઠક બાદ લખપત રૂબરૂ પણ સ્થિતીનો તાગ મેળવવા લખપત પહોચી રહ્યા હોવાના પણ અહેવાલો સાંપડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને રોગ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. શંકાસ્પદ તાવના કેસ જોવા મળ્યા તે તમામ વિસ્તારોમાંહેલ્થ વિભાગની ટીમે સેમ્પલ લઈને દવાઓના છંટકાવ સહિતની કામગીરી કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રવિન્દ્ર ફૂલમાલી અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી જિજ્ઞા ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
.................
ભેદી રોગચાળા મુદ્દે કચ્છનુ પ્રશાસન-
સરકાર યુદ્ધના ધોરણે કામ કરે છે
’
ઋષીકેશ પટેલ-પ્રફુલ્લ પાનસેરીયાએ કલેકટર કચેરીમાં બેઠક યોજયા બાદ પ્રેસ-મીડીયા સાથે કરી વાતચી
ભુજ : આજ રોજ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ અને શ્રી પાનસેરીયાએ ભુજમાં બેઠક યોજયા બાદ મીડીયાની સાથે વાતચીત કરી હતી અને શ્રી ઋષિકેશ પટેલે કહ્યુ હતુ કે, તારીખ ૩ સપ્ટેમ્બર થી અત્યાર સુધી આ વિસ્તારમાં મરણ નોંધાયેલ છે જે પૈકી ૫ મૃત્યુ હાર્ટઅટેક, કેન્સર સ્ટ્રોકના લીધે થયેલ છે જે ચોક્કસપણે કોઈ રોગના લીધે નથી. જ્યારે ૧૧ મૃત્યુ ફ્લૂ અને તેનાથી થતા ન્યુમોનિયા અને અન્ય કોમ્પ્લિકેશનના છે જેના સંદર્ભે રાજ્ય સરકાર સર્વે લંન્સ અને ટ્રીટમેન્ટના પ્રોટોકોલ અમલમાં મુકેલ છે આ કિસ્સામાં મુખ્યત્વે ૫-૭ દિવસ તાવ, સ્નાયુનો દુખાવો, ચશ્વાસ ચડાવો જેવા લક્ષણ જોવા મળેલ છે આ વિસ્તારના લોકોમાં બીમારીના કિસ્સામાં દવાખાને ન જવું તેવું પ્રતિભાવ પણ જોવા મળેલ છે જેના નિરાકરણ માટે આરોગ્ય ટીમ ગામમાં જ ઘરે ઘરે ફરી જરૂરી આરોગ્ય શિક્ષણ પણઆપી હકીકતથી વાકેફ કરે છે.કુલ્લ૪૫ ટીમ દ્વારા ૨૨૩૪ લોકોનું સ્ક્રીનીંગ કરેલ જે પૈકી ૪૮ તાવના કેસ મળેલ જેમને જરૂરી સારવાર આપેલ.ઇઇ્ ટીમ દ્વારા ૨૦ સેમ્પલ પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલ છે.
શ્રી પટેલે કહ્યુ કે, આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. જેમાં ૧) અસરગ્રસ્ત૭ ગામનીઆજુબાજુના૧૦ કિલોમીટર ત્રિજ્યામાં આવતા ગામોમાં આરબીએસકે ટીમ દ્વારાસરવેલન્સકરવામાંઆવી રહેલ છે.૨) તમામ૭ ગામોમાં૧૦૮નું લોકેશન કરવામાં આવનાર છે.૩) અદાણી હોસ્પિટલ ખાતે ૧૦૦ બેડ આઇશોલેશનની વ્યવસ્થા કરવામાં આવનાર છે. જે અન્વયે વધારાના જરૂરી ૩૦ વેન્ટિલેટર/ બાઈપેપઅન્ય હોસ્પીટલથી જરૂરીયાત મુજબ ખસેડવામાં આવશે. આ૭ ગામના દર્દીને વિના મુલ્યે અદાણી માં સારવાર આપવામાં આવશે.૪) અસરગ્રસ્ત બંને તાલુકામાં અન્ય જીલ્લા માંથી ઈર્સ્ંશ્રીને તાલુકાની જવાબદારી સોંપવામાં આવેલ છે. ૫) હાલ અન્ય જીલ્લા માંથી ૧૦ સ્મ્મ્જી ટીમ સ્ટાફ સાથે સ્ટાફ દવા વાહન સાથે ફાળવેલ છે. બીજી વધારાની ૪૦ ટીમો મુકવામાં આવનાર છે.૬) કાર્ડિયોલોજિસ્ટને ભુજ અદાણી મેડીકલ કોલેજ ખાતે ડેપ્યુટેશન પર મુકવામાં આવશે. ૭)ઝ્રૐઝ્ર દયાપર અને નલીયા મધ્યે૨-૨ ફીજીશીયન ડેપ્યુટ કરવામાં આવેલ છે.૮) તાવના દર્દીના સેમ્પલ પુના લેબોરેટરી સાથે ય્મ્ઇઝ્ર ખાતે પણ તપાસણી અર્થે મોકલવામાં આવશે. ૯) ૈંસ્છ ડોકટરની સાથે આ બાબતને સારવાર માટે લાઈનઓફ ટ્રીટમેન્ટનું વર્કશોપ થઇ ગયેલ છે. ૧૦) કચ્છના તમામ ડોકટરો સાથે આ બાબતને સારવાર માટે લાઈનઓફ ટ્રીટમેન્ટનું વર્ચ્યુઅલ વર્કશોપ પણ થઇ ગયેલ છે.

Comments