ક્રેનમેન-કામદારોની વિજળીક હડતાળ-ડીપીએ કંડલા -ટ્રાફિક વિભાગમાં વોર્નિગ બેલ સમાન : ચેરમેનશ્રી સુશીલકુમાર ચેતે’
ઉકળતા ચરૂનો માહોલ ફરી ગમે ત્યો વિસ્ફોટ બની શકે.! : લાલબત્તી’
એશીયાના સૌથી મોટા બંદર પર ક્રેનમેન-કામદારોની હડતાળનો ચમકારો સુચક : ચેમ્બર ઓફ કોમર્સ, આગેવાનોની મધ્યસ્થીથી અમુક મુદાઓ પર સહમતી સંધાઈ જતા હડતાળ સમેટાઈ ગઈ, પરંતુ કામદારો-ક્રેનમેનની નારાજગીને વેળાસર ઉકેલવી પણ અનિવાર્ય : કામદારો માટે શેડ, પાણી, કેન્ટીન, શૌચાલય, વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ જ તો કામદારોએ માંગી છે, ડીપીએ-કંડલા પોર્ટની કોઈ જેટી તો પોતાના નામે લખી આપવાની માંગ કરી નથી..?
ટ્રાફિક વિભાગને સંકુલના સખાવતી આગેવાનોનો સીધો જ સવાલ..!ઃ જે શ્રમિકો-કામદારોના હાથ-પગથી ટ્રાફિક વિભાગ કાર્ગો હેન્ડલીંગના મોટા મોટા આંકડાઓ દેખાડી જશ ખાટી રહ્યુ છે તે જ કામદારોને પ્રાથમિક સુવીધાઓ જો આ ટ્રાફિક વિભાગ ન આપી શકતુ હોય તો અમને કહો, ટહેલ નાખો, આ ગાંધીધામ-કંડલા સંકુલ દાતાઓની ભુમી છે, બધાય અહીથી જ આર્થિક સહાય મેળવતા હોય છે, કામદારો માટે સુવિધાઓ વિકસાવવા કયાંય પાછીપાની નહી કરે..!
ડીપીએ કંડલાના ટ્રાફિક વિભાગમાં પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસની રીતી-નીતીઓ જ ચાલતી હોવાની છે ચકચાર : ભ્રષ્ટાચાર ભલે કરો, એના સીવાય તો તમને કોળીયો કદાચ નીચે નહી જ ઉતરે એ સમજાય છે, પરંતુ કામદારો-શ્રમિકોને માટે પ્રાથમિક જરૂરીયાતો પુરી પાડવામાં તો માનવતા દેખાડો? : જાણકારવર્ગનો ટોણો ’
ખાટલે મોટી ખોટ : ડીપીએ-કંડલાના વર્તમાન કાર્યદક્ષ ચેરમેનશ્રી દીવસ-રાત જોયા વિના પોર્ટ યુજર્સ, ડીપીએ ટીમ, કંડલા કોમ્પલેક્ષ, સરકાર સૌના હિતમાં અથાગ મહેનત
કરી રહયા છે, અને તેઓએ ચાર્જ સંભાળ્યાના ખુબ જ ટુંકા સમયમાં શ્રી સુશીલકુમાર લોકપ્રિય અધિકારી તરીકેનો વિશ્વાસ સંપાદિત કરી રહ્યા છે, તે પણ ઘણા કેટલાક તત્વોને
ગમતું નથી...! અને પોર્ટની છબી કેમ ખરડવી તે માટેના પ્રયાસો તો કેટલા માટે નથી કરવામા આવતા ને?
ગાંધીધમા : દેશના મહાબંદરો પૈકીના એક એવા ડીપીએ-કંડલામાં રવિવારના રજાના દિવસે પોર્ટ પ્રશાસનમાં દોડધામની સ્થિતી સર્જાયેલી જોવાઈ હતી અને તેની પાછળનું કારણ હતુ વીંચમેન-શ્રમિકો દ્વારા પ્રાથમીક સુવિધાઓના અભાવના મુદે બંધનું એલાન આપી દેવાયુ હતુ. વિંચમેન એટલે કે ક્રેનમેન અને શ્રમિકો હ્ડળતા પર ઉતરે તો પોર્ટનું કામકાજ વ્યાપક રીતે પ્રભાવિત થઈ શકે તેમ સમજાઈ શકાય છે. આવું કંઈ જ બને તે પહેલા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ સહિતના આગેવાનો દ્વારા મધ્યસ્થીરૂપ બની અને હડતાળને એકતોટ અમુક મુદાઓ પર સહમતિ સંધા જતા સમેટાઈ લેવામાં આવી હતી. પરંતુ સંકુલનો પ્રબુદ્ધવર્ગ આ બાબતે ડીપીએ કંડલાના જાગૃત અને પ્રજાભીમુખ ચેરમેનશ્રીને સુચક ઈશારો કરતા કહી રહ્યા છે કે, આ રીતની હડતાળની ઘટના ઉકળતો ચરૂ સમાન જ સ્થિતી કહી શકાય તેમ છે. ફરીથી કયારેક બંદરમાં આ જ રીતે કામકાજને મોટી અસર થાય તેવી હડતાળો થઈ જાય તો નવી નવાઈ નહી કહેવાય. હકીકતમાં પોર્ટ પ્રશાસન તથા ચેરમેનશ્રીએ માટે આ હડતાળની આંશીક વિરોધની ઘટના વ્હીસલ બ્લોવર વોર્નિંગ બેલ સમાન જ માનવી જોઈએ અને કામદારોની જેટલી પણ માન્ય રજુઆતો છે તેનો વેળાસર વિના વીલંબે નીવેડો લાવી દેવો જોઈએ. જાણકારો તો એટલે સુધી કહી રહયા છે કે, ડીપીએ-કંડલાના ટ્રાફિક વિભાગમાં તો પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસના તાલે જ વર્તી રહ્યા છે, નફાખોરી અને ગજવા યેન કેન પ્રકારે ગરમ કરવા સિવાય ટ્રાફિકના જવાબદારોને અન્ય કોઈ પડી જ નથી? કામદારો કે જેના મારફતે જ આ બંદર કાર્ગો હેન્ડલીંગમાં નવા નવા કીર્તીમાન સ્થાપી રહ્યુ છે તેની ખબર અંતર પુછવા, તેમને મળતી સુવિધાઓ, તેમને થતી અગવડો જાણવા ટ્રાફીકમાથી કોઈ કયારે ગયુ છે ખરૂ? ચેરમેનશ્રીએ ટ્રાફિક મેનેજરને પુછવુ જોઈએ, કે પોર્ટમાં કયારે રૂબરૂ કામદરાોથી તેઓ થયા છે ખરા?
વિચાર તો કરો કે, કામદારો- શ્રમિકોએ હડતાળ કયા મુદાઓ પર કરી હતી? આવા મુદાઓ, જરૂરી પ્રાથમિક માળખાગત સુવિધાઓ પણ કામદારોને દેશના નંબર વન પોર્ટ પર ઉપલબ્ધ ન કરાવી શકાય તે કેટલા અંશે યોગ્ય માની શકાય? કામદાર સંગઠનો દ્વારા જે માંગ સાથે સ્ટ્રાઈકનુું એલાન કર્યુ હતુ તેના પર નજર કરીએ તો સ્વચ્છ શૌચાલયો, સાફસફાઈ નથી, પીવાનુ શુદ્ધ પાણી નથી, સ્વાસ્થય માટે આરોગ્યની સુવિધાઓ નથી, લેબર માટે શેડ-કેન્ટીનની સુવિધા, મજદુરો માટે એમ્બયુલન્સની સુવિધાઓ આવી તમામ સુવિધાઓ તેમને મળતી ન હોવાના કારણે આ હડતાળનુ એલાન કરાયુ હતુ. આ ઉપરાંત વર્તમાન સમયે ડીજીટલ પાસ બનાવ્યા છે તેમાં પણ પડોજણો ઉભી થવા પામી રહી છે. અગાઉ જે સાદા પાસ હતા તેમાં કામદાર નાના-સુના કામો માટે ચારથી પાંચ વખત અવરજવર કરી શકતા હતા હવે ડીજિટલ પાસમાં તો ત્રીજીવખત બહાર જાય એટલે ૧૪ રૂપીયા કપાત થવા પામી જતા હોય છે. આ ઉપરાંત જેટી ન. ૧૩થી ૧૬ જેટીના રસ્તાઓ અતિ ખખડધજ બની ગયા છે અહી ચાલવુ દુરસ્ત છે તો ગાડી-વાહન ચલાવવુ તો કપરૂ જ કામ બની રહ્યું છે.આ સ્થિતીમાંલેબર કોન્ટ્રાકટર માટે તો કંઈ અહી બચતું જ નથી, પરતુ ઘરના ગોપીચંદ કરવાની નોબત આવવા પામી જાય છે.
હવે આમા મજદુરોએ કંડલા પોર્ટની કોઈ જેટી કે, કોઈ વિશાળ પ્લોટ તો પોતાના નામે લખાવી લેવાની વાત નથી કરી..? શ્રમીકોને કામના સ્થળે પુરતી સુરક્ષા, સ્વાસ્થય સેવા, પાણી, બાથરૂમ, સહિતની સુવિધાઓ મળી રહે તે માટે તો ખુદ કેન્દ્ર અને રાજય સરકારો પણ સૌને તાકીદ અને સુચનો કરતી જ રહેતી હોય છે. આટલી તો પ્રાથમિક સુવિધાઓની તેઓએ માંગ કરી છે. અહી યાદ અપાવી શકાય કે જયારે કોવિદની મહામારી દેશ સહિત કચ્છ-કંડલા પર ભારે ફુંફાડો ફેલાવતી હતી ત્યારે પરપ્રાંતીય શ્રમિકો મોાટભાગનાઓએ માદરે વતનની વાટ પકડી જ લીધી હતી અને તે વખતે કંડલા પોર્ટના હાથ પગ અહીના સ્થાનિક શ્રમિકો જ બન્યા હતા. કોવિદ જેવી સ્થિતીમાં પણ બન્ના ઝૂપડા સહિતમા રહેતા કામદારોએ જ તે વખતે પણ કંડલામાં કાર્ગો હેન્ડલીંગમાં કામગરીી કરી અને સિંહફાળો આપેલો હતો. અને કંડલાને કાર્ગો હેન્ડલીગમાં પણ ટોંચના શિખરે યથાવત જ રાખ્યુ હતુ. આવા કામદારોને ઝુપડાઓ પરંતુ તેમના માટે તો આશીયાનું હતુ, તેને એકજાટકે તોડી પાડી, દુર ખસેડી દીધા તેના બદલે દબાણોને દુર ચોકકસથી કરો પરંતુ અહીથી જેઓનો વસવાટ છે તેમના માટેની હંગામી બે-ચાર દીવસની વ્યવસ્થાઓનુ માળખુ રાખીને કરવાની જરૂરીયાત રહેલી હતી. અતિવૃષ્ટીની આગાહી વચ્ચે આ શ્રમિકોને બેઘર કરી દેવામા આવ્યા હતા, તેઓ પોતાની ઘર વખરી લઈ અને આવા વરસાદી માહોલમાં તાબડતોડ કયાં આશરો પામે? આવા તમામ કારણોને જોતા અને ડીપીઅં કંડલા પ્રશાસન તથા ટ્રાફિક વિભાગ દ્વારા માત્ર અને માત્ર ગરજ સરી એટલે વૈધ વેરીના તાલે કોઈનો પણ લાભ લેવાઈ જાય એટલે નફો પોર્ટની તિજોરીમાં જમા થઈ ગયો બાદ તુ કોણ અને હું કોણ?નું વલણ અજમાવાય છે અને તે હાલમાં પણ ચાલુ જ રહ્યુ છે તે જોતા કહેવાય છે કે, વર્તમાન પ્રજાભિમુખ ચેરમેનશ્રીએ આ બાબતને સંજ્ઞાનમાં લેવુ જોઈએ અને જે હડતાળ હાલમાં સમેટાઈ છે તે આંશીક છે, કેટલાક મુદાઓ પર સમજણ બાદ સંકેલો કરાયો છે પરંતુ આ ઉકળતો ચરૂ ગમે તે સમયે ફરીથી વિસ્ફોટ સર્જી શકે અને પોર્ટના કાર્ગો હેન્ડલીગને તથા તેના મારફતે દેશની તિજોરીને પણ મોટુ નુકસાન થવા પામી શકે તેમ મનાઈ રહ્યુ છે, એટલે ખરેખર શ્રમિકોની જે માન્ય માંગો છે તેને વિના વિલંબે પૂર્ણ કરવી જોઈએ, ટ્રાફિક વિભાગના અધિકારીઓ અને સ્ટાફ જે રીતે પૈસો મારો પરમેશવર અને હું પૈસાનો દાસ સિવાય બીજી કોઈ જ નીતીને અજમાવતા જ નથી, તેઓને પણ આવા કિસ્સાઓમાં માનવતાના પાઠ શીખવાડી અને કામદારો-શ્રમીકો બાબતે માનવતાના ધોરણે વિચારતા કરાય તે જ કંડલા ડીપીએના પણ હિતમાં હોવાનુ જાણકારો કહી રહ્યા છે.

Comments