Trending News
સ્થાનિક સમાચાર

ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની પાણીદાર રજુઆતની અસર

11 September




કચ્છ શાખા નહેરમાં પાણી વહેતા થયા : મગફળી- કપાસ 
સહિતના ખરીફ પાકોને જીવતદાન : ખેડુતોમાં ખુશી


ધારાસભ્યશ્રીએ કરેલી રજુઆત બાદ અધિકારીકક્ષાએથી વિના વિલંબે 
કચ્છ માટે ૬૦૦ ક્યુસેક જથ્થાની કરાઈ ફાળવણી


૧૦ સપ્ટેમ્બરના સૌ પ્રથમ ૫૦ ક્યુસેક જથ્થો પછી સાંજના ૧૫૦ ક્યુસેક જથ્થો અને તારીખ ૧૧ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ સવારે ૨૫૦  ક્યુસેક જથ્થો કચ્છ શાખા નહેરમાં વહેતો કરી દેવાયો

’

ગાંધીધામ : કચ્છના ખેડુતોએ રાપરના ધારાસભ્યશ્રી સમક્ષ કરેલી રજુઆત અને તે બાદ વિરેન્દ્રસિહ દ્વારા કરવામા આવેલી રજુઆત પછી નર્મદા નીર કચ્છ શાખા નહેરમાં ફરીથી વહેતા થવા પામી ગયા છે. આ મામલે મળેલી વિગતો અનુસાર ધારાસભ્યશ્રીની ધારદાર રજુઆતને કારણે કચ્છ શાખા નહેરમાં પાણી વહેતા થયા...મગફળી, કપાસ જેવા ખરીફ પાકો બચાવવા નર્મદાના નીરની તાતી જરીયત ઊભી થતાં નર્મદાના નીરનો 
ઉપયોગ કરતા ખેડુતોએ તેમજ ખેડુત આગેવાનોએ નર્મદાના પાણી છોડાવવા રામબાણ ઈલાજ તરીકે કામયાબ નીવડેલા રાપર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સુધી રાજેશભાઈ આહીર મારફતે તારીખ ૯ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ રજૂઆતો કરતા શ્રી રાજેશભાઈ આહીરે માનનીય ધારાસભ્યશ્રીને રજુઆત કરતા શ્રી જાડેજા સાહેબે તુર્તજ કચ્છ જિલ્લા ના મુખ્ય અધિકારીશ્રીને ભલામણ કરેલ, મુખ્ય ઇજનેરશ્રીએ ભલામણનો તુર્તજ અમલ કરી કચ્છ જિલ્લા માટે ૬૦૦ ક્યુસેક જથ્થાની માંગણી તે જ દિવસે એટલે કે તારીખ ૯ મી સપ્ટેમ્બરના રોજ કરી દીધી હતી , માંગણી કરેલ ત્યારે જાણવા મળેલ કે સાંકળ ૦.૦ કિમી થી ૮૨ કિમી વચ્ચે જ્યાં રવિ સિઝનનું પાણી ચાલુ થાય તે પહેલાં અમુક સ્થળોએ ખાસ રીપેરીંગ કામો કરવા ત્યાંના સબંધિત ઇજનેરોએ સબંધિત કોન્ટ્રાક્ટરોને સૂચના આપી દીધી હતી અને કોન્ટ્રાક્ટરો એ તૈયારી પણ કરી દીધી હતી પરંતુ માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબની કામો કરવાની તેમજ કરાવવાની પધ્ધતિથી નર્મદા નિગમના અધિકારીશ્રીઓ વાકેફ હોય કચ્છ જિલ્લા માટે આઠેક દિવસ કેનાલમાં પાણી ચાલુ કર્યા બાદ કામો હાથ પર લેવાનું નકકી કરી ત્યાંના જવાબદાર સાહેબોએ મુખ્ય કેનાલમાંથી પાણીની માંગણી તુર્તજ કરી દીધી, પરંતુ બીજા દિવસે એટલે કે તારીખ ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ ખ્યાલમાં આવેલ કે મુખ્ય કેનાલની સાંકળ ૩૫૪ કિમી પર પાણી પુરવઠા વિભાગના પંપીંગ સ્ટેશનના ભાગરૂપે મુખ્ય કેનાલની એક સાઈડમાં જરૂરી સ્ટ્રકચર બનાવવાનું હોય કેનાલના પાણી ચાલુ રહે તે માટે ડાયવરઝન કરવા કેનાલમાં કોફરડેમ બનાવવાની કામગીરી ચાલુ છે અને આ કામગીરી આઠેક દિવસ સુધી ચાલશે , આથી કચ્છમાં પાણી 
પહોંચતા દશેક દિવસ લાગે, આ વાતની ખબર તારીખ ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ 
પાણીની જરૂરિયાત વાળા ખેડુતો અને ખેડુત આગેવાનો સવારના ૧૧.૦૦ વાગ્યાની આસપાસ શ્રી જાડેજાના ફાર્મ હાઉસે રજુઆત કરવા આવેલ ત્યારે પછી ખેડુતો અને આગેવાનોએ હકીકત લક્ષિ  અહેવાલ માનનીય ધારાસભ્યશ્રી પાસે દર્શાવ્યો આથી શ્રી જાડેજા સાહેબે પોતાની રીતે ચક્રો ગતિમાન કર્યા પરિણામ સ્વરૂપે મુખ્ય કેનાલના સાહેબોએ તારીખ ૧૦ સપ્ટેમ્બર ના રોજ સૌ પ્રથમ ૫૦  ક્યુસેક જથ્થો પછી સાંજના ૧૫૦ ક્યુસેક જથ્થો અને તારીખ ૧૧ મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ સવારે ૨૫૦  ક્યુસેક જથ્થો કચ્છ શાખા નહેરમાં વહેતો કરી દીધો છે અને તે  જથ્થો કચ્છમાં ઝડપથી પ્રવેશ કરી દેશે , આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને ખુશીનો માહોલ છવાઇ ગયો છે તેવું શ્રી રાજેશભાઈ આહીરની યાદીમાં જણાવેલ છે
 

Comments

COMMENT / REPLY FROM