Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ ખાણખનિજના શ્રી પટેલની લાલઆંખ : અંજારમાં ભેડીયા સમીપે ફરીથી મોટી કાર્યવાહી : ૧ મશીન અને ગેરકાયદેસર ખનન પર તવાઈ..!

11 September



અંજાર પટ્ટામાં ખનીજ તસ્કરા ટોળકી પર ખનીજ વિભાગની કાર્યવાહી યથાવત : ભેડીયા સમીપેથી ગેરકાયદેસર ખનનની માહીતી અનુસંધાને આદરેલી તપાસ બાદ ૧ મશીન કરાયુ કબ્જે : માપણી સીટ-સર્વે સહિતની કામગીરીનો ચાલતો ધમધમાટ : તંત્રની ધોંષથી ખનીજચોરોમો ફફડાટ


અંજાર વિસ્તારમાં તપાસ દરમ્યાન એક મશીન અને ક્રસર પ્લાન્ટની બાજુમાં ખોદાણ થયેલ ખાડો મળી આવેલ છે, માપણી થયા બાદ કાર્યવાહી થશે, આ પહેલા પણ આ જ પાર્ટીને ગેરકાયદેસર ખનન બદલ અંદાજીત પ૦ લાખની પેનલ્ટીની નોટીસ ફટકારાઈ ચૂકી છે : શ્રી પટેલ(ખાણખનિજ અધિકારી-પૂર્વ કચ્છ)



ગાંધીધામ : કચ્છના પેટાળમાં ખનીજનો ખજાનો ધરબાયેલો છે પરંતુ તેમાથી સરકારને મળવા પાત્ર રોયલ્ટીની રકમના કરતા ચાર ઘણી તો ખનીજચોરો અહી ચોરી જ કરતા હોય તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. દરમ્યાન જ આવા ખનીજ તસ્કરની સામે પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગના અધિકારીએ સપાટો બોલાવતી લાલઆંખ કરી દીધી છે. બીજીતરફ આ બાબતે અંજાર પૂર્વ કચ્છ ખાણખનિજ વીભાગના શ્રી એન એ પટેલને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ખનીજને લગતી તપાસ સંદર્ભે ટીમો સદાય સક્રીય જ રહેલી છે અને તે બાબતે જ મળેલી બાતમી આધારે અંજાર સમીપે એક ક્રસર 
પ્લાન્ટની બાજુમાં જ મોટા પ્રમાણમા ખાડો ખોદેલો જોવા મળી આવ્યો હતો જેની તપાસ કરવામા આવતા એ મંજુર લીજની બાજુમાં જ ખોદાયેલ જણાયેલ હોવાથી તે બાબતે કાર્યવાહી કરવામા આવી છે અને સ્થળ પરથી ૧ મશીન સિઝ કરવામા આવ્યુ હતુ. સર્વે અને માપણી સહિતની કામગીરી આટોપી લેવાઈ છે. માપણી સીટ તૈયાર થયા બાદ આ અંગે આગળની નોટીસ ફટકારવા સહિતની કામગીરી પણ હાથ ધરવામા આવશે તેવુ શ્રી પટેલે જણાવ્યુ હતુ. શ્રી પટેલને આ આ ખનીજચોરી બાબતે વધુમાં પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, આ જ પાર્ટીને અગાઉ પણ મે માસમાં ગેરકાયદેસર ખનન બદલ નોટીસ ફટકારવામા આવેલી જ છે. અને તે વખતે પણ અંદાજીત પ૦ લાખની રકમની રીકવરીની પેનલ્ટી ફટકારતો હુકમ કરવામાં આવ્યો હતો. હાલમાં થયેલી કાર્યવાહી મામલે પણ ટુંક જ સમયમાં પાર્ટીને નોટીસ ફટકારાશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.’


..................



તપાસનો વ્યાપ વધારો- તો અમુક ભેડીયાવાળાના
ડુપ્લીકેટ રોયલ્ટીકૌભાંડના ભોપાળા ખુલશે



ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છ ખાણખનિજ વીભાગ દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી ભેડીયાવાળાની સામે કરવામા આવી છે ત્યારે જાણકારો કહી રહયા છે કે જો આ બાબતે હવે કાર્યવાહીનો વ્યાપ વિસ્તારમાં આવશે તો આવી રીતે જ ભેડીયાઓના નામે બોગસ રોયલ્ટીનું કારસ્તાન ચલાવતા તત્વોના પ્રકરણો સામે આવી શકે તેમ કહેવાય છે. હાલમાં પણ ડીપી વર્લ્ડમાં પણ જે કાંકરી સહીતનીવસ્તુઓ અમુક ભેડીયાવાળાઓ ઠાલવી રહ્યા છે તેની તપાસ કરાશે તો ઘણુ બહાર આવશે.

Comments

COMMENT / REPLY FROM