ગાંધીધામ નગરપાલિકાની ‘‘ઉલ્ટી ગટર-ગંગા’’ : ગુરૂકુળ વિસ્તારમાં ગટરના પાણીનો ખુલ્લામાં નિકાલ : રોગચાળાનો મોટો ખતરો..!
અતિવૃષ્ટી અને ભારે વરસાદ બાદ શહેરમાં ગંદકી, ગટરના પાણી, કાદવ સહિતના પ્રશ્નોની છે ભરમાર : ગુરૂકુળ વિસ્તારમાં નગરપાલીકાના સ્ટાફ દ્વારા જ ગટરની ચેમ્બરમાંથી ગંદુપાણી ખુલ્લામાં છોડી અને વરસાદી નાળામાં વહેવડાવવાનું કૃત્યુ આવ્યુ સામે : કોના કહેવાથી આમ કરાઈ રહ્યુ છે? વરસાદી નાળામાં ગંદુ પાણી છોડાય છે તો નાળાનો પણ કયાં છે નિકાલ? વરસાદી નાળા પણ ઠેર-ઠેર ચોકઅપ જ પડયા છે? : ગંભીર રોગચાળો નહી ફાટી નીકળે તો શું થશે? : આ વિસ્તારના કાઉનસીલરોની આવા સમયે ચુપકીદી વધુ અકળાવનારી..! : ગુરૂકુળ વિસ્તારમાં ગટરના પાણી લોકોના ઘરોમાં ગયા હોવાના પણ અગાઉ દ્રશ્યો આવી ચુકયા છે સામે, જો આમ જ હોય તો ગુરૂકુળ પટ્ટામાં આવી ગટરો ખાઈ કોણ ગયું?
ગુરૂકુળના જાગૃત રહેવાસીઓ જાગો, ગટરમાંથી પાણી કાઢીને ખુલ્લામાં ફેકરાઈ રહ્યુ છે તે આગામી સમયમાં સોસાયટીના રહેવાસીઓ માટે બની રહેશે મોટું જોખમ : અત્યારે જ આવા કૃત્યોને અટકાવવા ખુલ્લીને આવો બહાર : કાઉન્સીલરો કોણ છે? આમળો કાન? આવી રીતે ઉલ્ટીગટર ગંગા સમાન ચાલતા કામો અંગે આ વિસ્તારના નગરસેવકો કેમ અજાણ? : નગરસેવકો કયારે વોર્ડવાસીઓને સતાવતી સમસ્યાઓ ટાંકણે સ્થળ પર રૂબરૂ ગયા છે ખરા? : જો જાય તો ખબર પડે કે પ્રજાજનો કેવી કેવી સવામણની ભુંડી ગાળો આપે છે..!
અતિ વરસાદમાં કયાંક ગટર ઓવરફલો થતી હોય તો અમુક કિસ્સાઓમાં આવુ લોકોના ઘરોમાં પાણી ન જાય તે માટે કરાતુ હોય છે, પરંતુ હવે વરસાદ બંધ છે, હવે આ મુજબજો ગટરનું પાણી ખુલ્લામાં કે વરસાદી નાળામાં છોડાતુ હશે તો તે બાબતે ચોકકથી અટકાયાતી કાર્યવાહી કરાવીશું : શ્રી રામાનુજ (સીઈઓ, ગાંધીધામ નગરપાલીકા)
ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સંકુલને એક તરફ મહાનગરપાલીકાના દરજજા આપવાની તૈયારી ચાલી રહી છે તો બીજીતરફ વર્તમાન નગરપાલીકા અને તેમા અમુક બની બેઠેલાઓ દ્વારા ઉલ્ટી ગંગા સમાન કૃત્યો જ આચરતા હોય તેવી વધુ એક ઘટના પ્રકાશમાં આવવા પામી રહી છે. અતિવૃષ્ટીમાં વરસેલા વરસાદના બ્રેકને આજે ચારથી પાંચ દીવસ જેટલો સમય થઈ ગયો હોવા છતા પણ અહીના ગુરકુળ વિસ્તારોમાં ગટરો ઓવરફલો થવાનો ભય સુધરાઈને જાણે કે સતાવી રહ્યો હોય તેમ ગટરની ચેમ્બરો આ વિસ્તારમાં ખોલી અને તેનું અતિ ગંદુ-દુષિત અને રોગચાળાને ઈજન આપતુ પાણી ખુલ્લામાં છોડવામા આવી રહયુ છે જેની લગાલગ જ વરસાદી નાળો પણ આવેલો છે. આ પ્રકારની ચાલતી હરકત નજર સામે જોનારો પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, વેળાસર જ આ પ્રવૃતીને અટકાવવામાં નહી આવે તો મોટો રોગચાળો ફાટી નીકળવા માટેનું આમત્રણ આ પ્રકારની હરકત બનવા પામી જશે તેમ જોવાઈ રહ્યું છે. ગુરૂકુળ એટલે ગાંધીધામનો સૌથી પોઝ એરીયા જ કહેવાય છે અને અહીની પ્રજા પણ જાગૃત છે તથા તંત્રના ભરોસે રહેવાના બદલે કે પછી તંત્રના કાન ખેંચવામાં અહીના લોકોએ રોડ બાબતે મોટા મોટા રાજકારણીઓના પણ પાટીયા લગાવી, આ વિસ્તારમાં પ્રવેશવુ નહી તેવી ચીમકી આપી અને ત્યાં જ ધરણા પર બેસી ગયા હોવાના કિસ્સાઓ પણ મોજુદ છે તો વળી હાલમાં પણ વરસાદના લીધે મોટો ખાડો પડી ગયો હતો, જેમાં વારંવાર વાહનો પડતા-ખાબકતા હતા, તંત્રને અવારનવાર જાણ કરી છતા કામ ન કર્યુ તો આ વિસ્તારના લોકોએ ખુદ રોડ પર ઉતરી આ પ્રકારના મહાકાય ખાડાને આડશો રાખી અને રોડ બંધ કરાવવા સુધીની પણ કાર્યવાહી કરી દેખાડી હતી અને તે તો તાજો જ દાખલો બની રહ્યું છે. તો પછી આ જ વિસ્તારમાં નગરપાલિકાના સાધન-સામગ્રીઓ સાથે કોઈ ટીમ ગટરની ચેમ્બર ખોલી અને તે ચેમ્બરનું ગંદુ ગટરયુકત પાણી ખુલ્લેઆમ છોડી રહ્યુ છે અને તે પણ વરસાદી નાળાની બાજુમાં, એટલે કે, આ ગંદકીયુકત પાણી વરસાદી નાળામાં મિક્ષ થઈ અને વહી જાય તેવા ઈરાદો નાખી રહ્યુ છે, ત્યારે ગાંધીધામ ગુરૂકુળ વિસ્તારની જાગૃત જનતા કેમ કયાંય આગળ આવતી નથી દેખાતી? અહી યાદ અપાવી શકાય કે, ગટરના પાણી ખુલ્લામાં જે વરસાદી નાળામાં વહી જવાના ઈરાદે ઠાલવાઈ રહ્યા છે તે વરસાદી નાળાઓ જ આગળ બધાય ચોકઅપ પડયા છે? વરસાદી નાળામાં પણ નગરપાલીકા મોટાભાગે ભ્રષ્ટાચાર જ તો આચરે છે? ચોમાસા પહેલા નાળા સફાઈના નામો માત્ર કાગળ પર જ તો બીલો બની જતા હોય છે? કામ થાય છે કયા? જો નાળા સાફ થતા હોય તો શહેર-સંકુલ ડુબમાં જાય ખરૂ? થોડો વરસાદ અહી પડે એટલે ઠેર ઠેર જળભરાવની સ્થિતી થઈ જાય છે? એટલે જે ગટરનુ પાણી નાળામાં વહી જશે તેમ માનીને નગરપાલીકાની ટીમ ખુલ્લેઆમ ગંદુ પાણી છોડી રહી છે, તે આવા ચોકઅપ નાળાઓના લીધે એક જ સ્થળે એકત્રિત થઈ જવાનુ છે અને તેના લીધે ગંભીર પ્રકારની બીમારીઓ ફાટી નીકશે, રોગચાળો પણ ચોકકીથી વકરવા પામશે તેવી લાલબત્તી પણ જાણકારો ધરી રહ્યા છે. એક જ સ્થળે ગંદુ ગટરનું પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધશે જે મલેરીાય-ઝેરી મલેરીયા, ફાલ્સીફેરમ, ચિકનગુનિયા, ડેન્ગયુ જેવી બીમારીને ખુલ્લુ આમંત્રણ આપવા સમાન જ બની રહેશે તેવી ભીતી પણ જાણકારોમાં ફેલાવવા પામી રહી છે. તો વળી આ બાબતે ગાંધીધામ નગરપાલિકાના સીઈઓએ શ્રી રામનુજની સાથે વાતચીત કરતા તેઓએ કહ્યુ હતુ કે, અતિ ભારે વરસાદ હોય તો અને ગટરની ચેમ્બર ઓવરફલો થતી હોય તો કોઈના ઘરોમાં પાણી ન જાય તેવા ઉદેશ્યથી અમુક જગ્યએ ખાસ કિસ્સાઓમાં આવુ કરવામા આવતુ હોય છે પરંતુ હવે તો વરસાદ સદંતર બંધ થઈ ગયો છે, તેમ છતા પણજો કયાંય આવુ ચાલતુ હશે અને ગંદકી ફેલાય, રોગચાળો વકરે તે રીતે પાણીનો નીકાલ કરાતો હશે તો તેને ચોકકસથી અટકાવવાની સુચનાઓ તાકીદે આપવામાં આવશે તેવી ખાત્રી શ્રી રામાનુજે આપી હતી.

Comments