ભચાઉ હાઈવે પર ટીમ્બરની ફેકટરીવાળાઓના રસ્તા ફરી બંધ કરાતા બબાલ : ભોગગ્રસ્તોની પોલીસમાં ધા
સરકારી કંપનીઓ પર દબાણ છે, અમારી કંપનીમાં જવાના રસ્તાઓ બંધ કરાયા છે, એસડીએમશ્રી ભચાઉએ તેમાં સ્ટે આપ્યો હોવા છતા પણ રાત્રીના નંબર પ્લેટવગરની જેસીબી લાવી અને રસ્તો અવરોધતી કાર્યવાહી કરાઈ છે, ઘટતું કરાવો : ભોગગ્રસ્તો દ્વારા ભચાઉ પોલીસ મથકે રાત્રીના બે વાગ્યે રજુ કરી ફરીયાદ અરજી : અરજી મળેલી છે, સિવિલ મેટર ચાલે છે, તપાસ કરાવીશું : શ્રી સિસોદીયા(પીઆઈ ભચાઉ)
ગાંધીધામ : ભચાઉના નેશનઈ હાઈવે પર નાયબ કલેકટરનો મનાઈ હુકમ હોવા છતા ફેકટરીને રસ્તો બંધ કરવા તથા ફેકટરીના કામદારોને ધાક ધમકીઓ કરવા બાબતેની ફરીયાદ ગત રોજ ભચાઉ પેાલીસ મથકે અરજી સ્વરૂપે ભોગગ્રસ્તો દ્વરા આપવામાં આવી છે. અરજદારોએ અરજીમાં જણાવ્યા અનુસાર અરજદારો ભચાઉથી ગાંધીધામ તરફ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર આવલ સર્વે ન. ૧૪૦૮ તથા ૧૪૦૭ની જમીન પર પ્લાયવુડ ઉત્પાદનની ફકેટરીઓ આવેલ છે અને આ ફેકટરીઓ અંદર આવવા જવા માટેનો રસ્તો નેશનલ હાઈવેના સર્વિસ રોડ થઈ અને ફેકટરીઓમાં આવે છે. તા. ૯મી સપ્ટે.ર૪ના સોમવારના રોજ સવારના ૧૧ વાગ્યે કેટલાક લોકો આવેલ અને તે વખતે અમે ભચાઉ એસડીએમનો મનાઈ હુકમ બતાવેલ છે છતા તેઓએ ૧ર વાગયે બે લોડર નંબર પ્લેટવગરના તેમજ આવેલા શખ્સા અને તેમના સાથીદારોએ અંદાજે દસથી બાર લોકો અમારી ફેકટરીઓનો આવા જવાનો રસ્તો ખોદાકામ ચાલુ કરી દીધેલ.અમારા કામદારોને પણ ધાક ધમકીઓ કરી હતી. આ પ્રકારની અરજી હાર્દિકભાઈ માવાણી, સ્ટેલીન કુપરીદા, નિલેશ ધનાણી, હરેશ નાકારણી, પરેશ ધાનાણી સહિતનાઓએ આપી હતી. બીજીતરફ આ બાબતે ભચાઉ પીઆઈ સિસોદીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, અરજદારોએ મોડી રાતે ફરીયાદ અરજી સ્વરૂપે આપેલી છે. તેઓની સિવિલ મેટર ચાલી જ રહી છે, સ્ટે સહિતના વિષયો બાબતે તપાસ કરાવીશુ અને ઘટતુ કરીશુ.

Comments