Trending News
સ્થાનિક સમાચાર

સાંસદ વિનોદ ચાવડા બોલું છું તેમ કહીં અમદાવાદના શખ્સે ૧પ હજાર પડાવી લીધા 

10 September




ગણપતિની પૂજા માટે રૂપિયા માંગતા વરસામેડીના શખ્સે બેંકમાં નાણા ટ્રાન્સફર કર્યા : બાદમાં ઠગાઈ થયાનું જણાઈ આવતા પોલીસમાં નોંધાઈ ફરિયાદ 


ગાંધીધામ : કચ્છના સાંસદ વિનોદ ચાવડાના નામે રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે અમદાવાદના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. અંજારમાં વરસામેડી રોડ પર આવેલ રિવેરા એલીગન્સમાં રહેતા મોહિત વિદ્યપ્રકાશ પ્રભાકરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ર૩ ઓગસ્ટના તે ગાંધીધામમાં હતા ત્યારે અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો અને કહ્યું કે, હું એમપી વિનોદ ચાવડા બોલું છું અને ગણપતિ સ્થાપના પૂજા માટે ૧પ હજાર મોકલાવો આ માટે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ખાતા નંબર મોકલાવ્યા હતા. ફરિયાદીએ ૧પ હજાર ટ્રાન્સફર કર્યા, બાદમાં શંકા ગઈ અને તપાસ કરતા મોબાઈલ નંબર વિનોદ ચાવડાના ન હોવાનું જાણવા મળ્યું, બાદમાં હકીકત જોતા સામે આવ્યું કે, અમદાવાદના રિતેશ જોષીના નંબર છે. પોલીસે આ શખ્સને પકડી લીધો હોવાનું જાણવા મળતા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં તેની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. 

Comments

COMMENT / REPLY FROM