અંજારની ખાણ ખનીજ કચેરીને ચોપડાયો ચૂનો, રણજીત બિલ્ડકોન સામે નોંધાઈ ફરિયાદ
અંજાર : પૂર્વ કચ્છમાં આવેલી ખાણ ખનીજ કચેરી સાથે વિશ્વાસઘાત કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ છે. રણજીત બિલ્ડકોન કંપનીના જવાબદાર સામે પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે હવે તપાસનો ચક્રો ગતિમાન કર્યા છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંજાર ખાણ ખનીજ કચેરીના સિનિયર ક્લાર્ક જુવાનસિંહ ઘનશ્યામસિંહ ભાટીએ અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તા.૭/પ/ર૦ર૧ થી ર૪/પ/ર૦ર૩ દરમિયાન આ બનાવ બન્યો હતો. અંજાર પોલીસમાં અરજી આપવામાં આવી હતી. જે અંગે પોલીસે વર્ષ પછી ફરિયાદ દાખલ કરી છે. મેસર્સ રણજીત બિલ્ડકોન લિ. કંપની અમદાવાદ રેલ વિકાસ નિગમમાં વર્ક ઓર્ડર પર કામ કરે છે. જરૂરિયાત પ્રમાણે ખનીજનો વપરાસ કરે છે. જે ખનીજની રોયલ્ટી ભરવામાં આવે તે તમામ રોયલટી પાસ ખાણ ખનીજ કચેરીમાં રજૂ કરવાના હોય છે. જે રોયલ્ટી પાસની ખરાઈ કરીને સમય મર્યાદામાં ખાણ ખનીજ કચેરી દ્વારા ના-વાંધા પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેપ્રમાણે રણજીત બિલ્ડકોનને ૧૬ જૂન ર૦રર મા ના-વાંધા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જોકે, તે બાદ આ પેઢીના પ્રતિનિધિ દિપેશ બાબુલાલ સોરઠીયા તેમજ અન્ય તપાસ ખૂલે તે ઈસમો દ્વારા પોતાનો અંગત ઈરાદો પાર પાળવા માટે ગુનાહિત કાવતરૂ રચીને ખાણ ખનીજ કચેરીના પત્ર જેવો બનાવટી પત્ર તૈયાર કર્યો હતો. તેમાં ખાણ ખનીજ કચેરીના ઈન્ચાર્જ અધિકારી પ્રણવસિંઘના ખોટા સહી-સિક્કા તેમજ જાવક નંબર વગેરે લખી કુલ ત્રણ બનાવટી પત્ર બનાવી ના-વાંધા પ્રમાણપત્ર મેળવ્યું હતું. આ પ્રમાણપત્ર ખોટા હોવા છતાં અમદાવાદ રેલ વિકાસ નિગમમાં રજૂ કરાયા હતા. કચેરી સાથે વિશ્વાસઘાત કરવા છતા વિભાગને પણ આર્થિક ધોરણે ચૂનો ચોપડવામાં આવતા અંજાર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
.................
કચેરીનું બોગસ ના-વાંધા પ્રમાણપત્ર બનાવી અમદાવાદ રેલ વિકાસ નિગમમાં રજૂ કરાયું
ચોમાસુ છે, ખાણો સહિત બધુ બંધ છે, તો રણજીત બિલ્ડકોન
કામ ચાલે છે કેમ? કયા રાજકારણીના ૪ હાથ?
ગાંધીધામ : પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વાર રણજિત બિલ્કોનની સામે ફરીયાદ નોધાવવા પામી છે ત્યારે હવે જાણકારો દ્વારા કહેવાય છે કે, હાલમાં ચોમાસુ ચાલી રહ્યુ છે અને મોટા ભાગની ખાણો બંધ છે, રોયલ્ટી કાઢવાનુ પણ નહિવત સમાન જ કામ ચાલતુ હશે તો પછી આ રણજીત બિલ્કોનવાળાના કામો કઈ રીતે આટલા બધા ફુલ્યા ફાલ્યા છેે. બોગસ અને ડમી રોયલ્ટીની સાથે તેરી ભી ચુપ મેરી ભી ચુપના તાલે તો આ કંપનીવાળા ફાટીને ફુલેકે નથી ગયા ને..?

Comments