Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ નજીક ખાનગી કંપનીમાં વિકરાળ આગ : ભયાવહ બેકાબુ આગ વધુ પ્રસરતા પ્રશાસનમાં દોડધામ

10 September




 ધુમાડાઓ આકાશમાં ઉંચે ઘોટ્ટે ઘોટ્ટા સ્વરૂપે દેખાતા આગ કેટલી ભીષણ હશે તેનો દેખાય છે વર્તારો : આગને કાબુમાં લેવા તંત્રમાં યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી


આગને કાબુમાં લેવા તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગી ગયું છે, અધિકારીઓ, પદાધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર જ છે : ત્રિકમભાઈ છાંગા (ધારાસભ્યશ્રી અંજાર)



આજ રોજ જીનસ કંપનીમાં આગની ઘટના બનેલી છે. જેને લઈને ટીમો હાજર છે. આસપાસનો વિસ્તાર ખાલી કરવામા આવ્યો છે અને આગ ઓલાવવાની કામગીરી પુરજોશમાં ચાલી જ રહી છે.  : શ્રી સુનીલકુમાર(પ્રાંત અધિકારી, અંજાર)



આગની ઘટનાનું કારણ બેદરકારી પૂર્વક વેલ્ડીંગની કામગીરી તો નથી ને? કંપનીની પાછળના ભાગમાં સિલિન્ડરના બાટલાની આ તસવીર ઘણુ કહી જાય છે : બપોરે એક વાગ્યા આસપાસ કંપનીના નવા પ્લાન્ટમાં પણ પ્રસરી ગઈ આગ : આગને કાબુમાં લેવુ બની રહેશે હવે પડકારરૂપ : થર્મોકોલના લીધે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે કેમ?




ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામ સમીપે આવેલી એક ખાનગી કંપનીમાં આજ રોજ ભયાવહ આગ લાગી હોવાનો ઘટનાક્રમ સામે આવવા પામી રહ્ય છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામ નજીક આવેલી જીનસ કંપની એકાએક જ મોટી આગની ઘટના બનવા પામી છે. આગ એટલી ભયાવહ હતી કે, તેના ધુમાડાઓ ગાંધીધામ સંકુલ સુધીના આકાશમાં ફેલાયેલા જોવા મળી આવ્યા હતા. આટલી મોટી અને ભયાવહ આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ પ્રાથમિક ધોરણે સામે આવવા પામ્યુ નથી પરંતુ આ આગથી મોટુ નુકસાન થયુ હોવાનુ પ્રાથમિક અંદાજ જોવાઈ રહ્યોછે. ઈલેકટ્રોનીકસ સામાન બનાવતી કંપનીમાં આ ભીષણ આગ લાગવા પામી છે. ત્યારે ગાંધીધામ અને અંજારથી ફાયર વિભાગની ટીમો આગને કાબુ લેવા માટે ઘટનાસ્થળ ધસી ગઈ છે. આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધી તો કાળા ડીબાંગ ધુમાડાઓનુ સામ્રાજય સર્જાવવા પામી ગયુ છે. આ લખાઈ રહ્યુ છે ત્યા સુધી આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુમાં જ હોવાનુ જાણવા મળી રહ્યું છ. અને આગ લાગવાનુ કારણ અકબંધ જ રહેવા પામ્યું છે.આગ લાગી છે તે વિનસ કંપની ખાતે અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ખુદ પહોચી ગયા હતા અને આગને કાબુમાં લેવા માટે તંત્રને જરૂરી સુચનો કર્યા હતા. આ ઉપરાંત એસડીએમ અંજારશ્રી, અંજાર મામલતદાર શ્રી ખાંભલા, ઔદોગીક સેફટી અને હેલ્થના શ્રી સોલંકી, ગાંધીધામ મામલતદાર એ કે વાવીયા, સર્કલ ઓફીસર આર આર માતા સહિતનાઓ હાજર રહ્યા હતા.



.................


શાબાશ છે અંજાર પીઆઈ ગોહીલની ટીમને :


જીવના જોખમે ૭૦૦ લોકોને કર્યા રેકસ્યુ.!’



ગાંધીધામ : વિનસકંપનીમાં લાગેલી આગની ઘટનામાં અંજાર પીઆઈ એ.આર.ગોહીલની ટીમ દ્વારા જીવના જોખમે અંદર ઘુસીને ૭૦૦ લબેર અને સ્ટાફને કંપનીની બહાર લાવી બચાવી લીધા છે.


...................




ઈઆરસી પણ બન્યું છે શોભાના ગાંઠીયા સમાન


રાજકોટ અગ્નિકાંડથી કચ્છ એ હજુ’ય શબક ન લીધો કે શું?
અમુક સંસ્થાની વાડીઓમાં ફાયરસેફટીના લીરે-લીરા..!




નગરપાલીકાઓમાં ફાયર ઓફીસરોની કેટલીમાં જગ્યાઓ છે ભરાયેલી? મોટાભાગની છે ખાલીખમ : સંસ્થાઓ કે સામાજીક વાડીઓમાં ફાયર સેફટી અંગે મુચરકાઓ લઈ અને એસી ચેમ્બરમાં બેઠે બેઠે છે મંજુરીઓ રીન્યુ કરાતી હોવાની છે ચકચાર



ગાંધીધામ : તાજેતરમાં જ રાજકોટમાં એક ગંભીર અગ્નીકાંડ બની જવા પામ્યો હતો તે બાદ સરકાર દ્વારા ઠેર ઠેર ફાયર સેફટીને લઈને કડકાઈથી કાર્યવાહી કરવામા આવી હતી. અને તમામને ફાયર સેફટીની ફરજ પાડવામા આવી હતી. પરંતુ આજે પણ કચ્છભરમાં કેટલીક સંસ્થાઓ કે સમાજોની વાડીઓમાં પણ ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ નથી. ઉપરાંત પણ અહી કોઈ જ કાર્યવાહી થતી ન હોવાનુ મનાય છે. કહેવાય છે કે, નગરપાલિકાઓમાં પણ ફાયર વિભાગના અધિકારીઓની જગ્યાઓ હજુય ખાલી જ પડી છે. અમુક સંસ્થાઓની વાડીઓમાં કોઈ ચેકીંગ કરવા જતા જ નથી અને મુચરકાઓ સ્વીકારી અને ફાયર એનઓસી રીન્યુ કરાઈ રહી છે. આનાથી પણ ખરાબ સ્થિતી ગાંધીધામ ખાતેના ઈઆરસી કેન્દ્રની પડી છે. આધુનીક ઈમરજન્સી સેન્ટર હોવાના દાવાઓ થાય છે પરંતુ એ પણ મોટા ભાગે શોભાના ગાંઠીયાની સ્થિતીમાં જ છે. અહી પણ અધિકારીઓ, જરૂરી મહેકમ મુકાતુ જ નથી અને એકાદ-બે વ્યકિતઓથી આવુ મહત્વનું કેન્દ્ર ચલાવાઈ રહ્યુ હોય તેમ દેખાય છે.

...........

 

Comments

COMMENT / REPLY FROM