Trending News
ક્રાઈમ

ભારાપરમાં આધેડને મોેતને ઘાટ ઉતારનાર શખ્સ ઝડપાયો

09 September



આરોપી પોતાના વતન પશ્ચિમ બંગાળ ભાગવાની ફિરાકમાં હતો ત્યાં જ કંડલા મરીન પોલીસે દબોચી લીધો


ગાંધીધામ : પૂર્વ કચ્છમાં હત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ગાંધીધામ તાલુકાના ભારાપરમાં આવેલ સાલ સ્ટીલ કંપનીની કોલોનીમાં પરપ્રાંતિય આધેડને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આરોપી પોતાના વતન ભાગે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો.આ અંગેની વિગતો મુજબ સાલ સ્ટીલ કંપનીની ડબલ્યુ.આર.એમ. કોલોનીમાં આ બનાવ બન્યો હતો. રૂમ નં. ૯૧માં રહેતા ૪૬ વર્ષિય ગોપન પડુ બગદી સાથે અગમ્ય કારણોસર ઝઘડો કરી રૂમ પાર્ટનર પશ્ચિમ બંગાળના વિનોદે હથોડાથી ફટકા મારતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. સમગ્ર બાબતે મનોજ કિશોરભાઈ મીટે આરોપી સામે કંડલા મરીન પોલીસમાં ખુનનો ગુનો દાખલ કરાવ્યો હતો. પીઆઈ એ. એમ. વાળાના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓના અલગ અલગ ટીમો બનાવાઈ હતી. એ દરમ્યાન નજરે જોનાર દુર્ગાદાસ નામના વ્યક્તિએ જણાવ્યું કે, આરોપી વિનોદ પોતાના સામાન લઈને તેના વતન જવા રવાના થયો છે. જેથી તાત્કાલિક ગાંધીધામ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવવામાં આવી હતી. એ દરમ્યાન તેરાપંથ કંપની સામે રોડ પર પોતાનો સામાન લઈને જતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. બિનોદ ઉર્ફે વિનોદ પ્રભાકર બૌરીને ઝડપી લેવાયો છે. પશ્ચિમ બંગાળનો આરોપી અને મરણ જનાર એક જ ઓરડીમાં રહેતા હતા. નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં આવેશમાં આવીને હથોડી ઝીકી હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીને ઝડપી જેલહવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM