કચ્છમાં નવી મહામારીની એન્ટ્રી થઈ કે શું? લખપત બાદ અબડાસા સુધી પહોંચ્યો ભેદી તાવનો આતંક
લખપત ભેદી તાવ મુદ્દે રાજકિય ધમાસાણ
વિપક્ષ-સરકારના
વાર-પલટવાર શરૂ
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શકિતસિંહ ગોહીલે સરકાર પર વરસાવ્યા ચાબખાં, કહ્યુ..અનેકવખત-વારંવાર ધ્યાન દોર્યુ છતા સરકાર અને સરકારીતંત્રના પેટનું પાણી જ ન હાલ્યું,
સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સરકાર આ મુદ્દે ગંભીર છે, કાર્યવાહી પુરજોશમાં ચાલી રહી છે, શકિતસિંહના નિવેદન ગેરમાર્ગો દોરનારા તથા તથ્યવિહોણા જ છે
શું ભોગગ્રસ્તો ગરીબ છે એટલે તેમની વહારે કોઇ આવતુ નથી ?
ગાંધીધામ : કચ્છમાં હડકંપ મચી ગયો છે. કચ્છમાં ભેદી વાયરસે વધુ ત્રણ લોકોના ભોગ લીધા છે. લખપત બાદ હવે અબડાસા તાલુકામાં પણ ભેદી વાયરસનો પગ પેસારો થયો છે. રાજકોટ અને ગાંધીનગરની ટીમોએ સઘન તપાસ હાથ ધરી છે. ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લુ, કોંગો ફીવર સહિતના નમુનાઓ પરીક્ષણ માટે મોકલાયા છે. રાજ્ય સરકાર પણ આ સ્થિતિને લઈને એક્શન મોડમાં આવી છે.વાયરસથી થતા આ તાવમાં ચેપથી બચવુ ખાસ જરૂરી છે. સ્થાનિક મીડિયા કર્મી ભેખડમાં રિપોર્ટિંગ કરવા જતા તાવમાં પટકાયા છે. અત્યાર સુધીમાં ભેદી વાયરસના કારણે કુલ ૧૫ લોકોનાં મોત નિપજ્યા છે. આવામાં હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમ થવા પામી ગયુ હોવાનુ સમાન નિવેદનબાજીઓ સામે આવી રહી છે. વિપક્ષ અને સરકાર દ્વારા સામેપક્ષે શાબ્દીક વાર પલટવારનો પણ દોર સામે આવતો જોવાઈ રહ્યુ છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને ૧૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા. લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી. વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના
પેટનું પાણી નથી હલ્યું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી. નિષ્ણાત ડોકટરોની ટીમો મોકલવી જોઈએ. લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ. લોકોના જાનમાલના રક્ષણની જવાબદારી સરકારની છે. આમા બેદરકારી ના ચાલે. ત્યારે મુખ્યમંત્રી ને વિનંતી કરું છું કે, તાત્કાલીક સિનિયર અધિકારીઓને રોગચાળાથી પ્રભાવિત વિસ્તારોમાં મોકલે અને પરિસ્થિતિને કાબુમાં લેવા યોગ્ય કાર્યવાહી કરે.તો વળી સામેપક્ષે શક્તિસિંહ ગોહિલના નિવેદન પર સરકારનો પલટવાર પણ જોવા મળી આવ્યા છે. કચ્છ લખપત રોગચાળા મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે, શકિતસિંહ ગોહિલનું નિવેદન તથ્ય વિહોણું છે. આરોગ્ય વિભાગ આ મુદ્દે ત્યાં કાર્યરત છે. હાલ સર્વેની કામગીરી ચાલુ છે. રાજકોટથી પણ નિષ્ણાતોની ટીમ ત્યાં ગઈ છે. ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુનાં કારણે મોત થયાની હાલ પ્રાથમિક વિગતો મળી છે. તમામ મુદ્દે હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે. સરકારે તુરંત જ કાર્યવાહી કરી છે. અન્ય કારણો સર પણ મૃત્યુ થયા હોવાની વિગતો મળી છે. તબીબોની સંખ્યા ઓછી છે, પણ બોડેન્ડ તબીબો ઉપલબ્ધ કરાયા છે અને અન્ય ય્ઁજીઝ્ર પાસેથી તબીબો ઉપલબ્ધ થશે. કોંગ્રેસ માત્ર હોબાળા કરવાનું કામ કરે છે. માત્ર મુદ્દાઓ બનાવવાનું કામ કોંગ્રેસ કરે છે.

Comments