Trending News
સ્થાનિક સમાચાર

ડીપીએ-કંડલામાં શ્રમિકો-ક્રેનમેનની આંશીક હડતાળથી સોંપો : ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈની મધ્યસ્થીથી હડતાળ સમેટાઈ

08 September



કામદારો માટે  શૌચાલયો, વીજળી, સાફસફાઈ, પાણી, પેપરવાળા ગેટ પાસે શરૂ કરવા ઉપરાંતની વિવિધ પડતર માંગણીઓના પગલે સ્વૈચ્છીક બંધ પડાયો હતો, જો કે, તેજાબાઈ કાનગડે ડીપીએ કંડલા પ્રશાસન અને લેબર-ક્રેનમેનના આગેવાની વચ્ચે બેઠક કરાવી કેટલાક મુદાઓ પર સહમતિ સંધાઈ જતા હડતાળનો આવયો સુખદ અંત



પોર્ટ સવારથી જ કાર્યરત હતુ, અને છે, પોર્ટની કોઈ જ કાર્યવાહીબાધિત થઈ નથી : પીઆરઓ ડીપીએ પ્રશાસન




ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપીએ ક ંડલા પોર્ટમાં આજ રોજ શ્રમિકો અને ક્રેનમેનની હડતાળના પગલે સોપો જ પડી જવા પામયો હોવાનો વર્તારો જોવા મળી આવા પામ્યો છે. પોર્ટને ઐતિહાસીક કાર્ગો હેન્ડલીંગનતી સિદ્ધીઓના કીર્તીમાન સુધી પહોચાડમાં ચાવીરૂપ ભુમિકા ભજવનારા કામદારો અને રીચમેન-ક્રેનમેનને માટે જ વિવિધ માંગણીઓ લાંબા સમયથીપડતર જ પડી રહીહોવાથી અંતે તેઓ આજ રોજ સ્વૈચ્છીક બંધ પાડવાનો નિર્ણયની અમલવારી કરી દીધી હતી.
જો કે, આજ રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં જ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ દ્વારા ડીપીએ કંડલા પ્રશાસનના અધીકારીઓ અને હડળતા કરનારા શ્રમિકોના આગેવાનો સહિતનાઓની વચ્ચે મધ્યસ્થી પૂર્વક ભુમીકાઓ ભજવી અને કેટલાક મુદાઓ પર સહમતી સંધાઈ જવા પામતા હડતાળનો સુખદ અંત આવ્યો હતો અને શ્રમીકોએ હડતાળ સમેટી લીધી હોવાનુ તેજાભાઈ કાનગડ દ્વારા જણાવાયું હતુ. હડતાળમા મધ્યસ્થીની ભુમિકા ભજાવાઈ તે વખતે તેજાભાઈ કાનગડ, હર્ષદભાઈ ગાંધી, મનેાજભાઈ મનસુખાણી, મનીષભાઈ, કીશોરભાઈ ટેવાણી સહિતનાઓ હાજર રહ્યા હતા. નોધનીય છે કે,  દિનદયાલ પોર્ટના શ્રમિકો દ્વારાજે મુદાઓ પર હડતાળ કરવામા આવી હતી તેમાં તેઓ દ્વારા જે પડતર મુદાઓની માંગ કરવામા આવી હતી તેમાં કંડલા માં કામદારો માટે વીજળીની સુવિધા મળે, સ્વચ્છ સૌચાલય ની સુવિધા, સાફ સફાઈ નથી, પીવા ના શુદ્ધ પાણી ની સુવિધા, સ્વાસ્થ્ય માટે આરોગ્ય ની સુવિધા,  જૂના પેપર વાળા ગેટ પાસ ફરીથી શુરુ કરવા અને નવી સ્માર્ટ કાર્ડ ની સિસ્ટમ બંધ થાય, જેટી નંબર ૧૩ થી ૧૬ સુધી પાણી , લેબર માટે શેડ , કેન ટીન સુવિધા પુરી પાડવામાં આવે, પ્રાઇવેટ મજદુર માટે અંબુલેન્સ સુવિધા, સી આઈ એસ એફ ની મજદુર પર ખોટી રીતે દાદાગીરી અને ત્રાસ બંધ કરવામાં આવે, નવા કંડલા થર્મલ બન્ના વિસ્તાર માં રહેતા લોકો ઉપર ડ્રગ્સ નાં ખોટા આક્ષેપ નો ખુલાસો કરવામાં આવે, ડ્રગ્સ નાં ગુનેગારો ના નામ અને રેકોર્ડ ની માહિતીઓ અપાય,  બેઘર થયેલ લોકો ને કાયમી રહેવાની જગ્યા ફાળવવામાં આવે, બોટ ને લાગવાની ક્રિક અને લેન્ડિંગ પોઇન્ટ ને બંધ કરવામાં નહીં આવે,  ખોટા આક્ષેપો લગાડી અમુક ગુનેગારો નાં કારણે ૬૦૦ થી વધારે ઘર તોડવા નું ખુલાસો આપવામાં આવે, બેઘર થયેલા લોકો ને કોઈ વૈકલ્પિક રેહવાની સુવિધા જમવાની કંડલા મધ્યે કરવામાં આવે. જ્યાં સુધી કાયમી રહેવાની સગવડ ન થયા ત્યાં સુધી,   જૂના કંડલા , બનના અને ઇફ્કો જૂપડા મા જેમના ઘર તૂટયા છે તે મજદુર કંડલા પોર્ટ મધ્યે મજદૂરી કરે તેમની રેહવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી વિવિધ માંગણીઓ કરવામા આવી હતી. શ્રી તેજાભાઈ કાનગડ દ્વારા જણાવ્યા અનુસાર આ માંગણીઓમાંથી ડીપીએ પ્રશાસન દ્વારા કેટલીક માંગ પર શ્રમિકા સાથે સહમતી અપાઈ છે અને તેના અનુસંધાન જ હડતાળનો નિર્ણય પાછો ખેચી લેવાયો છે. જો કે, બીજીતરફ આ મામલે ડીપીએ કંડલના પીઆરઓ શ્રી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યુ હતુ કે, પોર્ટ આજે સવારથી જ કાર્યરત હતુ અને છે, પોર્ટની કોઈ જ કાર્યવાહી બાધીત રહેવા પામી નથી.

 

Comments

COMMENT / REPLY FROM