Trending News
સ્થાનિક સમાચાર

- તો કાસેઝમાં વિસ્ફોટક પ્રકરણમાં ખાલીસ્તાની કડી ખુલે?

08 September

કંપનીના માલિકની જન્મ-કર્મકુંડળી એજન્સી ફંફોસે




કપડાની ગાંસડીમાં હેન્ડગ્રેનેડ પહોચી આવવાની ઘટના કહેવાય લાલબત્તીરૂપ  : પોલીસતંત્રએ બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડ સાથે આદરી તપાસ અને સમયસુચકતા સરાહનીય પરંતુ કપડાની ગાંસડીમાં હેન્ડગ્રેનેડ જે કંપની સુધી પહોચી આવતુ હોય તેમાં બીજું કું નહી આવતુ 
હોય...? : યક્ષ સવાલ




આ કંપનીના માલિકની  નેશનાાલીટી ચકાસો તો કેનેડાની જ નીકળશે : હેન્ડગ્રેનેડ પણ અમેરીકાની આર્મીનો જ હોવાનુ ખુલ્યુ છે : શું આવા પ્રકરણોમાં ખાલીસ્તાની કડી તો જાણતા અજાણતા નથી જોડાઈ જતી ને? પોલીસ સહિતની એજન્સીઓ આ મુદાને હળવાશથી ન લે..


ગાંધીધામ : કાસેજમાં ગત મોડી સાંજે એક વેરહાઉસમાં વિસ્ફોટક હેન્ડગ્રેનેડ મળી આવ્યો હોવાની વાતથી પોલીસ સહિતની એજનેસઓમાં ભારે દેાડધામ મચી જવા પામી ગઈ હતી. કાસેઝ એટલે ચકલુ પણ પરવાનગી વગર અહી પાંચ ફળફળાવી શકતુ નથી એમ કહેવાય છે તેવામાં કપડાાની ઘાંસડીમાં આ રીતે હેન્ડગ્રેનેડ મળી આવવાની ઘટના ચિંતાજનક વિષય જ કહી શકાય તેમ છે. યુએસ આર્મીનો હેન્ડગ્રેન્ડ કાસેઝની ફલેકસ નામનીકંપનીમાથી શ્રમિકને મળી આવવા પામતા ખળભળાટી જ મચી જવા પામી હતી. એકચોટ  તો અહીકામદારો સહિતનાઓમાં આ વાત બહાર આવતા જ દોડધામ મચી જવા પામી હતી. અને તાત્કાલીક પોલીસને જાણ કરવામા આવતા પોલીસ પણ અહી બોમ્બ ડીસ્પોઝલ સ્કવોર્ડને લઈને કાસેઝ પહોચી ગઈ હતી. કાપડની ગાંસડી ખોલતા જ મળેલા હેન્ડગ્રેનેડ ડેડ એટલે કે નિષ્ક્રીય હોવાથીમોટી રાહત અનુભવાઈ હતી.
પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમારના સીધા જ નિર્દેશન હેઠળ બી ડીવીજન પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ફલેક્ષ યુનિટમાં કપડાની ઘાંસડીમાં રહેલા હેન્ડ ગ્રેનેડની તપાસ હાથધરી હતી જે નિષ્ક્રીય જ હોવાનુ બોમ્બ ડીસ્પોસલ સ્કવોર્ડની ટીમ સાથે રાખી હોવાથી ફલિત થતા રાહત થવા પામી હતી. આ પ્રકારનો હેન્ડગ્રેનેડ અમેરીકાની  આર્મી દ્વારાઉપયોગામાં લેવામા આવતી હોવાનુ પણ સામે આવવા પામ્યુ હતુ. બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, એજન્સીઅીોએ આ પ્રકરણને માત્ર અને માત્ર હળવાશથી લેવાના બદલે તેના મુળ સુધી જવાનીજરૂર છે. કારણ કે કાસેઝમાં અંદાજીત ૩૦૦થી વધુ જેટલા જુદા જુદા યુનિટ આવેલા છે અને આવા મોટા યુનિટેોની વચ્ચે કોઈ યુનિટમાં બોમ્બ મળવા પામી જાય તે વિષય ચિંતાનો જ બની રહે તેમ છે. મુંદરામાં આયાત કરવામા આવેલી કપડાની ગાંસડીમાંં આ રીતે હેન્ડ ગ્રેનેડ મળવો તેને એજન્સીએ ખુબજ ગંભીરતાીલેવાની જરૂર છે. જે યુનિટ અને વેરહાઉસમાંથી આ પ્રકારનો ગ્રેનેડમળી આવવા પામ્યો છે તે યુનિટના માલીક સહિતનાઓનો પૂર્વ્‌ ઈતિહાસ અને કર્મ તથા જન્મ કુંડળી એજન્સીએ કાઢવી જોઈએ. જાણકારો કહી રહ્યા છે કે, જો આ એજન્સીના માલિકની ઉંડી તપાસ કરવામા આવશે તો જાણવા મળશે કે તેની નેશનાલીટી કેનેડાની જ રહેલી છે. કેનેડાના મુળ આ શખ્સ દ્વારા ચલાવાતી કંપની અને કાસેજના આયુનિટમાં અમેરીકી આર્મીમાં વપરાતા અતિ જોખમી એવા હેન્ડગ્રેનેડ મળી આવવુ પણ સુચક જ કહી શકાય તેમ છે. કેનેડામાં ખાલીસ્તાનીઓનો આતંક અને પ્રકોપ પણ કોઈથી છાનો નથી રહ્યો છે ત્યારે કાસેજના યુનીટમાં મળી આવેલા હેન્ડ ગ્રેનેડ કેસમાં કયાંક ખાલીસ્તાની  કડી તો નથી જોડાયેલીને? આ મામલે પણ વિવિધ એજન્સીઓએ તપાસ વધુ જીણવટપૂર્વક કરવી જોઈએ તે જ સૌના હિતમાં રહેલું છે. 

 

Comments

COMMENT / REPLY FROM