Trending News
સ્થાનિક સમાચાર

મઢ નજીકનું ભાનારા ભટ્ટ ડેમ તુટવાની કગાર પર

08 September

પશુપાલકો અને ખેડૂતો માટે જીવાદોરી સમાન 




ડેમ પર તાકીદે પગલાં લેવા માતાનામઢના ભાજપ અગ્રણી સુરેન્દ્રસિંહ જાડેજાએ માંગ કરી : ખેડૂતોના જીવ તાળવે ચોટયા




નખત્રાણા : માતાનામઢ નજીક ર કિલોમીટરના અંતરે આવેલ ખટલા ભવાની ડુંગરની પાછળનું ભાનારા ભટ્ટ નામે આવેલું ડેમ ભારે વરસાદથી ભરપુર પાણીથી ઓગની ગયું છે. તે ડેમ આસપાસના ખેડૂતો તથા માલધારીઓ માટે આશિર્વાદરૂપ છે, પરંતુ આ ડેમ તુટવાની અણી મઢ નજીકનું ઉપર હોતા તાકીદે સમારકામ કરવામાં આવે તેવી માંગ ગામના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહજી જાડેજાએ કરી છે. શ્રી જાડેજાએ કહ્યું કે, આ ડેમના રીપેરીંગ બાબતે અનેક વખત છેલ્લા ૧૦ વર્ષથી રજૂઆતો કરવા છતાં રીપેરીંગ કે, સફાઈ થતી નથી. પણ હાલે વરસાદમાં ભરાતા પાણીથી ડેમ તુટવાની અણીએ ઉભો છે, જેનાથી આસપાસ ર૦૦ એકરમાં પાણીથી પિયત ખેતી થઈ છે. ડેમમાંથી ખેડૂતો ખેતી કરે છે. મગફળીનો મબલખ પાકનું વાવેતર થતા જો ડેમ તુટશે તો ખેડૂતોનો પાક ધોવાશે અને માલધારી વર્ગને પણ નુકશાની થશે માટે તાકીદે આ ડેમ રીપેરીંગ થાય તેવી માંગ કરી છે.

Comments

COMMENT / REPLY FROM