ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની રજુઆતને લેવી જોઈએ ધ્યાને : ફોકીઆમાં તો ગાંઠના ગોપીચંદ જ થશે : પ્રબુદ્ધવર્ગની લાલબત્તી
જો જો, કંડલા એરપોર્ટના મુદ્દે સંકુલવાસીઓ
માટે ફોકીઆ ફરી ‘‘કાગનો વાઘ’’ જ ન બને !
ગાંધીધામ-કંડલા સંકુલને એક પુર્ણકક્ષાના વિમાનીમથકની જરૂર છે, તે વાત જરા સહેજ પણ ખોટી નથી, સમય અનુસારની જ માંગ છે, પરંતુ અગાઉ પણ માત્ર અને માત્ર કાગળ પર આભાસી બ્લુપ્રિન્ટસ બનાવી અને હથેળીના ચાંદ દેખાડવા માટે બહુચર્ચિત બનેલ ફોકીઆ આ વખતે પણ ગ્રીનફિલ્ડ એરપોર્ટના નામે જે જમીનોના બેલ્ટ દર્શાવી રહી છે તેમાં તો એરપોર્ટ નિર્માણ કરવુ બની જશે અનેકઘણું મોંઘુ : તે ઉપરાંત જે જમીનોના અલગ અલગ પોકેટસ જોવાઈ રહ્યા છે તેમાં જાણતા-અજાણાતા સંકુલના કઈક મીઠાના વેપારીઓના પ્લોટમાં જતા રહે તો નવી નવાઈ નહી : ફોકીઆએ અગાઉ ઓપેરશન બ્લુ રીવોલ્યુશન રજુ કર્યુ હતું, શું છે આજે તેનુ સ્ટેટસ? ઉદ્યોગો અને કચ્છને તેનો શું લાભ મળ્યો છે?
ફોકીઆએ અગાઉ પણ કચ્છમાં ઉદ્યોગોનું શું ભલુ કરી દીધુ છે ખરૂ? ઉદ્યોગો માટે અલાયદી પાણીની પાઈપલાઈનો પણ લાવી નથી શકયુ? નર્મદા જળ જે આ ઉદ્યોગો ઉપયોગમાં લે છે તે તો કચ્છની આમપ્રજાજનો માટે નંખાયલી છે? આ પાઈપલાઈનો તો ભુકંપ પહેલાથી કચ્છમાં પથરાયેલી છે, ફોકીઆ-ઉદ્યોગો તો ભુકંપ બાદ કચ્છમાં આવ્યા છે, પાઈપલાઈન નેટવર્ક તેમના માટે થોડીને કચ્છમાં હતુ, એ તો આમપ્રજાજનો માટે હતુ? વરસોથી જે ઉદ્યોગોને માટે અલાયદી પાણીની સુવિધાઓ નથી કરી શકયુ, એ ગાંધીધામ-કંડલા સંકુલને આંબા આંબલી દેખાડવા સિવાય બીજુ કરી જ શું શકશે? : આખા બોલા વર્ગનો તીખો ટોણો
ગાંધીધામ : લઘુ મારત અને મીની મુંબઈ તરીકે પ્રખ્યાત ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષમાં ટ્રાન્સપોર્ટેશ ક્ષેત્રે વધુને વધુ સુવીધાઓ વિકસે, આ સંકુલ દેશના અન્ય ભાગો અને વિશ્વના મુખ્ય વ્યાપાર હબ ગણાતા દેશો સાથે પણ સીધો જ હવાઈ નાતો ધરાવતુ થાય તે માટે અહીથી સીધી જ હવાઈ સેવાઓનો લાભ વિકસાવવા માટે પાછલા કેટલાક સમયથી કંડલા સંકુલની સાથે વિવિધ સંસ્થાઓ અને વેપારી સંગઠનો અહી આંતરરાષ્ટ્રીય કક્ષાના-કદના વિમાનીમથકના માટેના આયોજનની દીશામાં એકશનમાં આવેલા છે. ડીપીએ કંડલા પોર્ટ પણ આ બાબતે હકારાત્મક બન્યુ હોય તેમ વિવિધ સંગઠનો પાસેથી આવતા સુચનો અને દરખાસ્તોને ધ્યાને રાખી અને સુચિત વિમાનીમથકના વિકાસને માટે અલગ અલગ જમીન બેલ્ટ-પાકેટસ પણ જોવાની તજવીજ હાથ ધરી રહ્યુ છે.
દરમ્યાન જ ગાંધીધામ સંકુલનો પ્રબુદ્ધવર્ગ પણ આ વિષયની ચાલતી તૈયારીઓ અને હલચલ વખતે સુચક અને લાલબત્તીરૂપ ચર્ચાઓ સાથે ગર્ભિત ઈશારો કરી રહ્યો છે. આ વર્ગ કહી રહ્યો છે કે, જે જુેદા જુદા અભ્યાસુઓ રજુઆત કરી રહયા છે તે પૈકીનું એક ફોકીઆ નામનુ સંગઠન પણ છે અને તેના દ્વારા પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણને માટે પ્રપોઝલ અને અભ્યાસ વાત રજુ કરી રહ્યુ છે અને તેના માટે જમીનો આઈડેન્ટીફાય કરવાન દીશામાં કવાયત હાથ ધરાયેલી છે તેવામાં જ જાણકાર વર્ગ કહી રહ્યો છે કે, ફોકીઆ સંગઠન અને ઉદ્યોગજગતના હિતમાં અત્યાર સુધીમાં એવુ તો શું મોટુ તેણે ઉકાળ્છું છે? સૌ કોઈ જાણે છે કે, ગાંધીધામ સંકુલમાં વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ન માત્ર સંકુલ બલ્કે ગુજરાતભરની પ્રતિષ્ઠીત સંસ્થાઓમાં મોખરાની યાદીમાં ગણમાન્ય રહેલી છે. અને ગાંધીધામ ચેમબર ઓફ કોમર્સની ટીમ દ્વારા કંડલાના વર્તમાન હયાત હવાઈ પટ્ટીવાળા એરોડ્રામને એરપોર્ટ તરીકે વિકસીત કરવાનો આખોય એક સુચારૂ સર્વે કરાવેલો છે હયાત જ એરપોર્ટનુ વિસ્તરણ કરવામાં આવે તો અહી વિકસીત એરપોર્ટ પૂર્ણ કદનુ સારી રીતે બની શકે એમ છે અને તે બનાવવા માટે શું-શું કરવુ જોઈએ, કોણે કોણે આગળ આવવુ પડશે તે સહિતનો એક સર્વે રીપોર્ટ નિષ્ણાંતોથી તૈયાર પણ કરાવેલો છે અને હકીકતમાં હયાત એરપોર્ટ જયા આવેલ છે ત્યાં જ વિસ્તરણ માટેની યોજના જે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે રજુ કરેલ છે તે દીશામાં જ આગળ વધવુ ઘટે. ફોકીઆ દ્વારા જે રજુઆત કરાઈ છે કે જે જમીનો જોવાઈ રહી છે તેમાં તો કયાંક ને કયાંક ગાંઠના ગોપીચંદ થવાની સ્થિતી ઉભી થઈ શકશે તેવુ જાણકારો માની રહ્યા છે.
આ વાત વધુ ખુલીને કહીએ તો ફોકીઆ જયા જમીનો જોઈ સુચિત કરી રહ્યુ છે ત્યા એરપોર્ટ નિર્માણનો ખર્ચ અનેકગણો વધી જવા પામશે અને તેથી પણ વધારે જે જમીનો આઈડેન્ટીફાઈ કરવામા આવી રહી છે તે જમીનોમાં મીઠાના કઈક વેપારીઓને પણ મોટા આર્થીક ધુમ્બા પડવા પામી જાય એટલે કે, મીઠાના પણ નવી જમીનો લેવાયશે તો પ્લોટસ આ એરપોર્ટમાં આવરી લેવાશે, તે જમીનોને પણ એરપોર્ટ નિર્માણ માટે લેવાની સ્થીતી આવી શકે તેમ છે. એટલે ફોકીઆના આયોજનો અને દરખાસ્તો માટા ભાગે અણઘણ અને કાગળ પર જ શોભે તેવી હોય છે. અહી યાદ અપાવી શકાય કે, ફોકીઆએ વરસો પહેલા ઓપરેશન બ્લુ રીવોલ્યુશેન રજુ કરેલ હતુ, તેની શું અને કેટલી અમલવારી થવા પામી છે? જે રીતે પ્રોપોઝલ તેનુ રજુ થયુ હતુ તેનો કેટલા લાભ હાલમાં કચ્છને મળી રહ્યો છે? આ બધા જ ચિત્રો કાગળ પણ શોભતા હોય તેવા હોય છે એટલે એરપોર્ટની બાબતે પણ ફોકીઆના પ્રેપોઝલ પણ વધુ એક વખત કયાંક ને કયાંક કાગળનો વાઘ જ બની રહે તેમ જોવાઈ રહ્યું છે.
................
દુખે છે પેટ અને કુટે છે માથુ..એવુ તો નથીને..!
ર હજાર કરોડના કયા ઉદ્યોગો છે, લીસ્ટ કરો જાહેર
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ જયારે પોર્ટલ પર કંડલાના હયાત એરપોર્ટ પાસે જ વિસ્તરણનો ઉલ્લેખ રાખ્યો હોય તો એ સમજી વિચારીને જ રાખ્યો હશે : તેને પડકારવો અથવા તો તેને ખોટો દર્શાવી, ગેરમાર્ગો દોરતી માંગો કરતા પહેલા ગાંધીધામની ચેમ્બર ઓફ કોમર્સ જેવી અગ્રગણ્ય સંસ્થાઓનો પણ વ્યુહ અને મત લેજો જોઈએ : જાણકારોનો સુચક ઈશારો
ગાંધીધામ : કંડલા સંકુલમાં ઔદ્યોગીકરણ વધ્યુ અને તેની સાથે જ પાછલા ટુંકા સમયમાં પણ નવા મહાપ્રકલ્પ જેવા મોટા મોટા પ્રોજેકટ આવી રહ્યા છે ત્યારે હવે એરપોર્ટ વિસ્તરણની માંગ થાય તે સહજ બની રહ્યુ છ. અહી કંડલામાં વિમાનીમથક છે, તેને જ વિસ્તરણ કરીને કઈ રીતે વિશેષ સુવિધાઓ મેળવી શકાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક અભ્યાસપૂર્વકનો સર્વ્ કરાવી અને બ્લુપ્રિન્ટ તૈયાર કરાવાયેલી જ છે, ઉપરાંત પણ ફોકીઆ જેવુ સંગઠન નીત નવી આભાસી રજુઆત કરી રહ્યુ હોવાથી સંકુલના પ્રબુદ્ધવર્ગમાં પણ ભારે કચવાટ ઉભોથવા પામ્ય છે. ફોકીઆએ અહી એક તર્ક રજુ કર્યો છે કે, કંડલાની હયાત જગ્યાએ જ એરપોર્ટના વિસ્તરણનુ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના પોર્ટલ પર સ્ટેટસ રખાયુ છે અને તેનાથી ર૦૦૦ કરોડના ઔદ્યોગીકરણને ફટકો પડી રહ્યો છે. પહેલી વાત તો એ છે કે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા ે ખુબજ મહત્વપૂર્ણ વિભાગ છે અને તે કોઈ પણ વાત મનસ્વી રીતે કે ઉપજાઉ કે પછી ખુદના સ્વાર્થ માટે રજુ કરતુ હોતુ નથી. તેના પોર્ટલ પર જો સ્ટેટસ રખાયુ હશે તો તેના પાછળના દસ્તાવેજી કારણો,પુરાવાઓ હશે. અહી જાણકારો કહી રહ્યા છે કે, ર૦૦૦ કરોડના કયા વર્તમાન પ્રાજેેકટ અહી વિસ્તરણ કરવા થી અટકી પડયા છે, તેની યાદી પણ કેમ દર્શાવવામા આવતી નથી? અહી જો વિસ્તરણ નથી થતુ તો કયા પ્રોજેકટ કાલે સવારે જ અહી ર૦૦૦ કરોડનુ મુડીરોકાણ કરી રહ્યા છે? તેની સુચી પણ આ સંગઠને રજુ કરવી જોઈએ. આ ઉપરાંત ગાંધીધામમાં ઉદ્યોગના હિતોને હમેશા ચેમ્બર ઓફ કોમર્સ વાચા આપવા પ્રથમ મજબુત પ્લેટફોર્મ બનતુ જ રહ્યુ છે, તો હયાત જગ્યાએ એરપોર્ટ વિસ્તરણ ન કરવાની દરખાસ્ત કે સુચન પહેલા આ સંસ્થાને કેમ સાથે નથી રખાતી? આવા કઈક સવાલો પણ હાલના તબક્કે ઉભા થવા પામી રહ્યા છે. કે પછી રજુઆત કરનાર સંગઠનના અમુક એકલદોકલ બની બેઠેલાઓને દુખે છે પેટ અને કુટે છે માથુ..? એવુ તો નથી ને?

Comments