ભુજના રણજીત વિલાસ પેલેસ પાસે સરકારી જમીન પર દબાણ મુદ્દે પ્રશાસન એકશનમા : નોટીસ ફટકારી : બિલ્ડર્સમાં દોડધામ
ઐતિહાસીક વિરાસત સમાન મિલ્કત પર દબાણો મુદ્દે કલેકટરશ્રીની સમયસુચકતા સરાહનીય
મહારાણી સાહેબ પ્રીતીદેવીઓફકચ્છ વતીથી કુંવર ઈન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાની તંત્રને અરજી સાથેની જાગૃતતા પણ કાબીલેદાદ : ચમરબંધીઓ સામે આદરેલી લડતમાં થઈ પ્રારંભિક જીત
- જમીન ગેરકાયેસર રીતે પચાવી પાડી છે, નાયબ કલેકટરને ઓર્ડર કરવાની સત્તા જ નથી, ખુણા વાળીસરકારીજમીન પણ અહી દબાવાયેલી જ છે : કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા
લાલન કોલેજ પાસે આવેલા રણજીત વિલાસની જમીનમાં કોમર્શિયલ બાંધકામમાં સરકારી જમીનો તથા મહેસુલ નીતીનિયમોના ઉલ્લઘનના તપાસ કરવાના જિલ્લા સમાહર્તા-પ્રાંત અધિકારી દ્વારા વછુટયા આદેશ : સીટી સર્વે સહિતના તંત્રોને ચોકકસ માપણી કરી કાર્યવાહી કરવાના આદેશ બાદ આવ્યુ હરકતમાં : સીટી સર્વ સુપ્રીટેન્ડેન્ટની ટીમે કર્યુ સ્થળ નિરિક્ષણ
કલેકટરશ્રીના નિર્દેશ અનુસાર સબંધિત કેસમાં સ્થળ નિરિક્ષણ કરેલ છે, એક પાર્ટી હાજર રહી ન હોતા, તેમને ૭ દીવસમાં આધાર-પુરાવાઓ રજુ કરવા સાથેની નોટીસ ફટકારી છે, જો નિયત નિયમ અનુસાર પ્રત્યુતર નહી મળે તો કલેકટરશ્રીની સુચના અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે : શ્રી દોશી(સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ)
ગાંધીધામ : ભુકંપ બાદ કચ્છમાં જમીનોના ભાવોસોનાની લગડી સમાન બની જવા પામી ગયા હતા અને તેના પગલે જ અમુક ભુમાફીયાઓએ નીતી નિયમોને નેવે મુકી આડેધડકોમર્શિયલ બાંધકામોના ખડકલાઓ કરી દીધા હતા. જેમાં ગૌચર જમીનો, શ્રી સરકાર જમીનો, સરકારી જમીનો ચાંઉ કરતા તો વાર નથી જ કરી પરંતુ હવે તો હદ ત્યા થઈ જવા પામી ગઈ છે કે, ઐતિહાસીક શહેર ભુજના રાજકીય ઐતિહાસીક વિરાસત સમાન રાષ્ટ્રીય સ્મારકની જમીનોમા પણ આડેધડ અતિક્રમણ કર્યાની ઘટનાઓ ફરીયાદ સ્વરૂપે જ સામે આવી ગઈ હતી.
આ મહત્વપૂર્ણ અને અતી ગંભીર પ્રકારના જમીન કૌભાંડ લોકપ્રતિતી અને લોકલાગણીનુ પ્રતિબિંબ બનીગયેલ આ અખબારની વિશ્વસનીયતા અને પ્રજા-જનતા જનાદર્નના સ્નેહની તાકાતનો પરચો જાણે કે વધુ એક વખત સામે આવવા પામી ગયો હોય તેમ, આ પ્લેટફોર્મ પર સરકારની તિજોરીને કરોડોના નુકસાન પહોચાડતા તથા પ્રજાના ટેક્ષના પૈસા પર આડેધડ લુંટ ચલાવતા અમુક ભુ માફીયાઓના રાષ્ટ્રીયસ્મારક પરના અતિક્રમને લગતો સચોટ અહેવાલ, તેનીવિગતો, તંત્રએ કરવા પાત્રકાર્યવાહીનીસુચી સહિતનીમાહીતીઓસાથે ઉજાગર કર્યો હતો અને તેના ર૪ જ કલાકમાં કચ્છનુ પ્રસશાન પણ આ અહેવાલની ગંભીરતા સમજી અનેતરત જ હરકતમાં આવી જવા પામ્યુ હોયતેમ જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોરાએ આ કેસમાં પ્રાંત અધિકારી તથા સીટી સર્વે ઓફીસરને તપાસ કરવા અને જોઅહી સરકારી જમીનો પર દબાણ માલુમ થાય તો ધોરણસરની કાર્યવાહી કરવાનો પણ આદેશ આપી દીધો છે. તેની સાથે જ અખબારની તાકાતનો પણ વધુ એક વખત પરચો જોવા મળી આવ્યો છેે. તો બીજીતરફ કચ્છના પ્રજાવત્સલ જિલ્લા સમાહર્તા શ્રી અમિત અરોરાની પણ સમય સુચકતા સરાહનીય જ બની રહે તેમ છે. કલેકટરશ્રીના આ કેસમાં ત્વિરત તપાસના આદેશ બાદ તંત્ર એકશનમાં પણ આવી ગયુ હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. કલકેટરશ્રી, પ્રાંત અધિકારી દ્વારા સીટી સર્વે ઓફીસરને સ્થળ નીરીક્ષણ કરી પંચનામુ કરવાના આદેશ આપી દીધા હતા અને તેના પગલે ગત રોજ સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટશ્રીની ટીમ દ્વારા સ્થળ નીરીક્ષણ અને પંચનામુ પણ કરી લેવામા આવ્યુ છે. આ કેસની પૂર્વ વીગતો અને કાર્યવાહીની વાત માંડીએ તો ભુજ શહેરના માંડવી ઓકટ્રોય પાસે રોડ ટચ ઐતિહાસિક વિરાસતને અડીને મોકાસરની કરોડોની જમીનમાં ચાલી રહેલા બાંધકામને પગલે નાયબ કલેક્ટર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. સર્વે નંબર ૧૨૩ અને ૧૨૪ જુના વખતના ટિપ્પણ મુજબ હદ માપણી નક્કી કરી સેઢા બાઉન્ડ્રી નકકી કરવામાં આવે તે સહિતની તપાસ કરવા સિટી સર્વે સુપ્રિન્ટેડેન્ટને લેખિતમાં હુકમ કર્યો હતો. એટલું જ નહિં, આ જગ્યાએ બાંધકામ અટકાવી દેવા પણ સિટી સર્વે કચેરીને હુકમ કરાયો છે. ભુજ શહેરના રે.સ.નં. ૧૨૩ની કુલ ઼ જમીન એક૨ ૧૯.૦૫ ગુંઠામાંથી અલગ અલગ વેંચાણ દસ્તાવેજોથી કુલ અંદાજીત એ. ૮-૦૦ ગુંઠા જમીન હાલ સુધી વેંચાઈ છે. ત્યારે બાકી રહેતી જમીન કે જે રાષ્ટ્રીય વારસાના સ્મારક સમાન રણજીત। વિલાસ
પેલેસ(મહેલ) તરીકે સુપ્રસિધ્ધ તેની છે. આ જમીનની આજુબાજુ પણ ખોદકામ તથા બાંધકામ ચાલુમાં હોવાથી અરજદાર કુંવર ઈન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા તે મહારાણી પ્રતીદેવી ઓફ કચ્છ વતી કલેકટર સમક્ષ અરજી કરી હતી કે, તેઓની કઈ જમીન બાંધકામ હેઠળ છે. તે નક્કી કરવું મુશ્કેલ છે. તેમણે બાંધકામ અંગે સવાલો ઉઠાવ્યા હતા. જેના પગલે નાયબ કલેક્ટર ભુજ એ.બી.જાદવ દ્વારા આ પ્રકરણમાં કેટલીક બાબતો તપાસવા આદેશ કર્યા છે. આ અંગે કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ જમીન પચાવી પાડી છે. આ જમીન પર ગેરકાયદે બાંધકામ કરવાનું શરૂ કર્યું છે. ૭૨ હજાર ચો.મી. જમીનનું વેંચાણ થયું છે પરંતુ કબ્જો ૭૭ હજાર ચો.મી. ઉપર મેળવી લીધો છે. એટલું જ નહિં, નાયબ કલેક્ટરને સતા જ નથી, હુકમ જ ખોટો છે. બિલ્ડર દ્વારા દસ્તાવેજ છુપાવવાના કેમ પ્રયાસો થાય છે.ગત રોજ બિલ્ડરને પંચનામા માટે સિટી સર્વે કચેરી દ્વારા બોલાવાયા હતા પરંતુ તઓ ગેરહાજર રહ્યા હતા. એટલું જ નહિં, ખુણાવાળી સ૨કા૨ી જમીનને પણ પચાવી પાડવાના પ્રયાસો થયો હોવાનુ કુંવર ઈન્દ્રજીતસિંહે જણાવ્યુ છે. તો વીળ આ મામલે સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ શ્રી દોશીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, કલેકટરશ્રી દ્વારા આ કેસમાં સ્થળ નિરક્ષીણ કરી પંચનામુ કરવાની સુચના મળેલી હતી અને તે અનુસંધાન સ્થળ નિરીક્ષણ કરાયેલ છે જેમાં ફરીયાદી પાર્ટી હાજર રહેલ પરંતં બીલ્ડર તરફથી કોઈ જ હાજર રહેવા પામયુ નથી એટલે તેઓને સાત દીવસમાં આધારપુરાવાઓ રજુ કરવાની નોટીસ આપેલી છે. નિયત સમય અનુસાર પ્રત્યુતર નહી મળે તો કલેકટરશ્રીની સુચના મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવુ શ્રી દોશીએ જણાવ્યુ હતુ. એટલે હવે આગામી સાત દીવસમાં આ જમીન પ્રકરણમાં વધુ નવા કડાકા ભડાકા થવા પામશે તેમ જાણકારો માની રહ્યા છે.
કલેકટરના આદેશ બાદ કેમ આવે છે હરકતમાં?
સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટને લશ્કર કયાં લડે છે તેની પણ ખબર છે કે નહી?
જો સરકારી જમીન પર દબાણ હોય તો લેન્ડગ્રેબીંગ જ થવીજોઈએ દાખલ
ગાંધીધામ : સ્ટેમ્પ ડયુટી વિભાગ પણ કેમ ન ઝંપલાવે આ બાંધકામવાળી પેઢીની ક્રોસતપાસમાંઃ કરોડોની સ્ટેમ્પ ડયુટી ચોરી પકડાશે? ગાંધીધામ : ભુજ શહેરમાં ભુજના કોલેજ રોડ પર આવેલા રણજીત વિલાસ પાસેની જમીનને ભુજ-મુંબઈના વચેટીયા જમીન દલાલો મારફતે કોમર્શીયલ હેતુ માટે પધરાવી દેવામાં આવી છે. જેમાં, એવા પણ આક્ષેપ છે કે, બિન ખેતીના ધારાધોરણે કોરાણે મુકી દેવાયા છે. એક એવો પણ આક્ષેપ છે કે, ૧૦૦ કરોડથી વધુનીકમનું પ્રિમીયમ સરકારનું ચાઉ કરી દેવામાં આવ્યું છે. દસ્તાવેજ
આઠથી દસ લાખના બનાવી અને ૨૦ કરોડ જેટલી રકમ સ્ટેમ્પ ડયુટીની ચાઉં કરવામાં આવી છે. મુંબઈના બિલ્ડર્સ દ્વારા મોટાપાયે કોમર્શિયલ બાંધકામ નિયમ વિરૂધ્ધ કરવામાં આવીરહ્યો છે. ઐતિહાસિક સ્મારકની આસપાસ ચોતરફથતો બાંધકામ સામે સવાલો ઉઠાવાયા છે. ત્યારે ખરેખર તો સટેમ્પ ડયુટીવિભાગે પણ આ બાબતે તપાસમાં ઝંપલાવવુ જોઈએ અને સ્ટેમ્પ ડયુટી ચોરી બાબતે પણ સબંધિત પેઢીની સામે કડકાઈથી કામ હાથધરવુ જોઈએ.
.....................
કચ્છઉદયના અહેવાલનો ત્વરીત પડઘો
ભુજની ઐતિહાસીક રાષ્ટ્રીયવિરાસત સમાન મિલ્કતમાં ભુ માફીયાઓએ અતિક્રમણ કર્યાનો આંખ ઉઘાડનારો અહેવાલ આ જ પ્લેટફોર્મ પરથી તા.ર/૯/ર૦ર૪ના પાના ન. ૮ પર ઉજાગર કરવામા આવ્યો હતો જે બાદ કચ્છકલેકટર કચેરી તરત જએકશનમાં આવીજવા પામી છે અને તપાસના આદેશો વછુટીગયા હોવાથી કચ્છઉદયના અહેવાલનો ત્વરિત જ પડઘોપડતો જોવાયો છે.

Comments