કંડલાના દબાણો પર ઓપરેશન ડીમોલીશન : ઝુપડાઓ પર બુલડોઝર
રાજય સરકાર-ડીપીએ કંડલાની મોટી કાર્યવાહી
આજે વહેલી સવારથી જ ડીપીએ-કંડલાના ચેરમેન-ડે.ચેરમેન-અધીકારીગણ, એસપી પૂર્વ કચ્છ સહિતનો ટીમનો કાફલો, મામલતદાર સહીતના અધિકારીઓ દબાણો દુર કરવા મેદાનમાં ઉતર્યા : પ૦૦થી વધુ ઝુપડાઓ દુર કરવાની કાર્યવાહીનો ધમધમાટ : ઝુપડાવાસીઓને પણ કોઈ આપતા તકલીફ નપડે તે માટે તેમની ઘરવખરી લઈ જવા માટે ટ્રેકટર અને ફુડ પેકેટસની પણ રખાઈ સુવિધા
ખાટલે મોટી ખોટ : ડીપીએ કંડલાના વિકાસમાં નડતરરૂપ નાના શ્રમજીવીઓના ઝૂપડાઓ દુર કરાયા છે ત્યારે કંડલા-ડીપીએહસ્તકની જ અનેકવીધ જમીનો પર મીઠ્ઠાવાળાઓના મોટા મોટા આડેધડ દબાણો કરાયેલા છે, કંડલા હસ્તકની જ જમીનો પર હાઈવે રોડપર પણ મોટા મોટા પ્લોટસમાં દબાણો થયેલા છે, તેના તરફ પણ કેમ તંત્ર નથી કરતુ ધોક્કાછાપ કામગીરી?
કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયાના સીધા માર્ગદર્શન તળે પૂર્વ કચ્છ એસપી શ્રી સાગર બાગમારના નેતૃત્વ દ્વારા કંડલામાં મેગા ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરાઈ : દબાણયુક્ત ઝુપડા દુર કરવાની કાર્યવાહી બે દિવસ ચાલશે
ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીન દયાલ પોર્ટ કંડલાના વિકાસમાં બાધારૂપ નીવડતા દબાણયુકત ઝુપડાવાળઓને ખસી જવા માટે તંત્ર અનેડીપીએ દ્વારા આજથી ચાર-છ માસ પહેલા અને છેલ્લે એકાદ પખવાડીયા પહેલા પણ જાણ કરી અને ખસી જવાની સુચનાઓ તાકીદ કરેલી હતી તે બાદપણ બન્ના ઝુપડપટ્ટી વિસ્તાર તથા ઈફકો સામેના વિસ્તારમાં ઝુપડાઓ થયાવત જ રહેતા આજ રોજ કંડલામાં આ વિસ્તારમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી જ મેગા ગુપ્ત આપરેશન ડીમોલીશન ઝુપડા હાથ ધરવામા આવ્યુ હોય તેરીતે અહી ઝુપડાઓ દુર કરવાની કાર્યવાહીનો ધમધમાટ હાથ ધરવામા આવ્યો હોવાના અહેવાલો સાંપડયા છે.આ મામલેજાણવા મળતી વધુ વિગતો અનુસાર ડીપીએકંડલાના ચેરમેનશ્રી સુશીલકુમારસીંગ, ડે.ચેરમેન નંદીશ શુકલા, ડીપીએ દબાણ શાખા સહિતના અધિકારીઓ, ગાંધીધામ મામલતદારના શ્રી વાવીયા સહિતના અધિકારી,ઓ સહિતનો મોટો કાફલો અહી આવી પહોચ્યો હતો અને તેઓની સીધી જ દેખરેખ હેઠળ અહી ઝુપડાઓ દુર કરવાની કામગીરીનો વ્યાયામ શરૂ કરી દેવામા આવ્યો હતો. કંડલા પોર્ટના વિકાસમાંબાધારૂપ તથા સિકયુરીટીના માપદંડોનેપણ જોતા આ દબાણોને દુર કરવામા આવ્યા હોવાનુ પ્રાથમિક ધોરણે સામેઆવી રહ્યુ છે.બન્ન ઝુપડપટ્ટી વિસ્તારમાં અંદાજીત ૪પ૦જેટલા અને ઈફકોની સામે પ૦જેટલા ઝુપડાઓ દુર કરવાની કાર્યવાહી હાથધરવામા આવી છે.ર૦૦થી વધુ લેબરઅહી આ ઝુપડાઓ દુર કરવાની કાર્યવાહીમાં આજે વહેલી સવારથીલાગીગયા છે. લોકોની ઘર વખરી સલામત રીતે લઈ જવાને માટે અહીટ્રેકટરા સહિતની સુવિધાઓ તંત્ર દ્વારા કરવામા આવી છે તે ઉપરાંત ઝૂપડામાંરહેતા લોકોને માટે છ હજારથીવધુ ફેડ પેકેટસનું પણ આજ રોજ અહીવિતરણ કરવામા આવ્યુ છે.જે લોકોઘરવેહાીણા થઈજાય તેઓને ખાવા પીવાની સમસ્યાઓ ન થાયતેનીપણ પુરીતકેદારીઅહીરાખવામા આવી છે.

Comments