Trending News
સ્થાનિક સમાચાર

કંડલા પોર્ટ પર દિલ્હીની એજન્સીની લટારની ચકચારઃ  ૧ જહાજમાં જમ્બો બેગ્સમાં ગાલમેલની તપાસ

05 September




પ૦ હજાર જમ્બો બેગ્સ સાથેઆવેલા જહાજમાથી ૧પ૦ બેગ્સ મીસીગ થતા દોડધામ : જોકે, ડીપીએ ટ્રાફિક વિભાગ આવી તપાસ બાબતે ભણી રહ્યા છે નનૈયો’



ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા ડીપીએ બંદર દેશવિદેશમાંથી મોટાપ્રમાણમાં કિમંતી ચીજવસ્તુઓની આયાત-નિકાસ કરવામા આવી રહી છે. જેમાં સમયાંતરે ઘોટાળા અને છેતરપીંડીનેલઈને પણ ફરીયાદો સપાટી પર આવતી જ  રહેતી હોય છે.  દરમયાન જ  વધુ એક આવો કિસ્સો સપાટી પર આવવા પામી ગયો હોવાના અહેવાલોએ ચકચાર જગાવી દીધીછે.આ અંગે મળતી વધુવિગતો અનુસાર અહી આવેલા એક જહાજમાં પ૦ હજારજેટલી મોટી જમ્બો બેગ આવી હતી. આ જથ્થામાંથી ૧પ૦ જેટલીબેગ્સ મુંબઈની પાર્ટીના નામે કાઢીલેવામાં આવી હોવાની વિગતો સામે આવતા દોડધામ મચી જવાપામી ગઈછે.જમ્બો બેગ્સ ઓછી-ઘટ્ટ નીકળતા આ મામલે એજન્સી સુધી વાત પહોચતા દિલ્હીની કોઈ પાર્ટી અહી તપાસ માટે ઉતરી આવી હોવાનુ ચર્ચાય છે. એટલુ જ નહીપરંતુ એજન્સીએ તપાસ માટે હાલતુરંત જહાજને અહી રોકી રાખ્યુ હોવાની વાત પણ  બહાર આવવા પામી રહી છીે. જો કે, બીજીતરફ આ અંગે કંડલા ડીપીએના ટ્રાફિક મેનેજરશ્રીની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ આવી કોઈ જ એજન્સી તપાસમાં આવી નથી અને કોઈ જહાજને અટકાવાયુ પણ ન હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ.

 

Comments

COMMENT / REPLY FROM