કચ્છના રણોત્સવ પર સંકટના વાદળ : પ્રવેગ-ટીસીજીએલને મોટો ઝટકો : હાઈકોર્ટ દ્વારા ટેન્ડર રદ્ કરાયા?
ગાંધીધામ : કચ્છને પ્રવાસન ક્ષેત્રમાં વિશ્વ ક્ષેત્રે પ્રસિદ્ધ કરનાર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટી સાથે સાક્ષાત થયેલ રણોત્સવના કાર્યક્રમના આયોજકોને લઈને ભારે વિવાદ અને ચર્ચાઓ પાછળા અમુક સમયથીચાલી જ રહી છે અને અગાઉના ઠેકેદાર લલુજી એન્ડ સન્સનો કોન્ટ્રાકટર તો રદ્ કરી દેવામા આવ્યો જ હતો પરંતુ તે બાદ જેઓને અપાયેલ હતુ તેવા પ્રવેગ તથા ટીસીજીએલને પણ જાણે કે હવે ઝટકો પડવા પામયો હોય તેમ નામદાર અદાલત દ્વારા આ પ્રવેગનું ટેન્ડર પણ રદ્ કરવામાં આવી હોવાની ચર્ચા સામે આવવા પામી રહી છે. જો ખરેખર આમ થવા પામ્યુ હોય તો હવે સવાલ એથવા પામીરહ્યો છે કે રણોત્સવ યોજાશે કે કેમ? રણોત્સવના આયોજન પર પણ હવે સંકટના વાદળો જ ઘેરાવવા પામી રહ્યા છે. જો ખરેખર પ્રવેગનુ પણ ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું હશે તો ટીસીજીએલ એટલે કે ટુરિઝમ વિભાગની મુશ્કેલીઓમાં પણ ચોકકસથી વધારો થવા પામી જશે.

Comments