જુઓ તો ખરા કેવી કર્મકઠાણાઈ : પહેલા જુગારીયા-બુટલેગરો પોલીસને કરતા હતા જીજો-બાપા, હવે કચ્છમાં પલળેલા પોલીસે ધંધાર્થીને કરી આજીજી!
જો જો એસપી સાહેબ પાસે અમારા વિશે કંઈ બાફી ન દેતા..!
ભુજના નાગોર સમીપે હાઈપ્રોફાઈલ જુગાર કલબ પર ક્રોસ રેઈડ બાદની ઘટના બની હોટટોપીક
શ્રાવણમાં જુગારીયાઓ તો ઠેર-ઠેર પુરજોશમાં હારજીતના પડ માંડતા ઝડપાયા, પરંતુ કચ્છ આખાયની મોટામાં મોટી જુગાર કલબોમાં ભુજમાં અંજારના અબ્બાસ ચીટ્ટર-મનીષ અને ક્રીકેટ સટ્ટોડીયા રઝાકની જુગાર કલબ, તો બીજીતરફ પાલારાના સીમાડાઓમાં પુજન સંચાલીત જુગાર કલબ જયારે નાગોર પટ્ટામાં ઈબ્રાહીમ અને ગાંધીધામનીમેડમની ભાગીદારી વાળી કલબોના અહેવાલો ઉજાગર થયા બાદ એસપીશ્રીએ ગંભીરતાથી નોધ લઈ ક્રોસ રેડ કરાવતા ન માત્ર જુગારકલબના મોટા મોટા સંચાલકો બલ્કે તેમને છાવરનારા પલળેલા ભષ્ટ ખાખીના વહીવટદારોમાં પણ પડી ગઈ છે મોટી ફા...ડ...!
પૂર્વ કચ્છ એસપીશ્રીએ અમુક મોટા જુગાર સંચાલકોને બોલાવી અને ખાખીધારીઓમાં કોને કોને કેટલા હપ્તા અપાતા હતા? કયારથી કલબો ચાલી રહી છીે? કેટલાના હપ્તાઓ કઈ કઈ એજન્સીના કયા કયા વહીવટદારોને અપાતા હતા? તે માટે બોલાવ્યા હોવાનુ જાણી જતા અમુક ભ્રષ્ટ ખાખીધારીઓએ જુગાર સંચાલકોને બે હાથ જોડીને કહ્યુ કે, સાહેબ પાસે અમારૂ કંઈ બાફી ન નાખજે, તારૂ મોઢું બંધ જ રાખજે..!
ગાંધીધામઃ છે ને કમનશીબી કે પછી કર્મની કઠણાઈ.! હાલમા પૂર્વથી લઈ અને પશ્ચીમ સુધીમાં પોલીસ બેડા અને બેનામી ધંધાર્થીઓને લઈને એક હલચલ ભારે હોટટોપીક જ બની જવા પામી હોવાની ચર્ચા સામે આવવા પામી રહી છે. શ્રાવણ માસમાં જુગારીઓ પુરબહારમા ખીલી ઉઠે તે સમજ વાત જ છે અને જુગારીયાઓ ધાણીપાસા અને તીનપત્તીના ખેલ પાડતા આ વખતે ઠેર ઠેર ખુબજ મોટી સંખ્યામાં પકડાયા છે પરંતુ બીજીતરફ નાલ ઉઘરાવીનેરીતસરની જુગાર કલબ ચલાવનારા તથા મોટી જુગારકલબો કે જેમાં રોજનીહજારો-લાખોનહી કરોડોની હારજીત થવા પામતી હોય તે કલબો પણ મેદાનમાં આવી જવા પામીહતી અને આવી કલબોના ધમધમાટ થતા હોય અને પોલીસ તેનાથી અજાણ હોય તે પણકેવી રીતે બને?
એટલેખાખીધારીઓના ચાર હાથની સાથે જ જુગાર કલબો મોટા પ્રમાણમાં ચાલી રહી છે અને આવીકલબો ભુજ પાસે અંજારના ચીટટર અબ્બાસ, ભુજનો મનીષ તથા રજાક ક્રીકેટ સટ્ટોડીયા સહિતનાઓની ધમધમી ઉઠી હોવાનુ તો સામે પક્ષે પાલારાના સીમાડામાં પુજન નામના જુગાર સંચાલકની ફરતી કલબ પણ મોટા પ્રમાણમાં ચાલીરહી છે, તે સાથે જ નાગોર રોડ પર પણ ઈબ્રાહીમ અને પુજન તથા ગાધીધામની મેડમની ભાગીદારી વાળી કલબ પણ ચાલી રહી હોવાના સચોટ અખબારીઅહેવાલો ધડાધડ ઉજાગર થવા પામતા જ પોલીસના ઉચ્ચ અધિકાીઓએ તેને ગંભીરતાથી લઈ અને નાગોર પાસે ચાલી રહેલી આવી જ એક મોટી જુગાર કલબ પરક્રોસ રેઈડ કરાવી અને ભાંડાફોડ કરી દીધો હતો. આ કલબમાં અખબારમા ઉજગાર અહેવાલ અને તેમા સમાવિષ્ટ નામોનો પણ સમાવેશ થવા પામી જ ગયો હતો. એટલુ માત્ર જ નહી પરંતુ પૂર્વ કચ્છએસપીશ્રી સાગર બાગમાર ગુનાના ઉકેલની દીશામાં તળીયા સુધી જવામા માનતા હોવાથીતેઓએ આ જુગાર કલબના સંચાલકોને અલગથી બોલાવી અને તેઓ કયા ખાખીધારીઓની છત્રછાયા તથા રહેમનજરે આ કલબો ચલાવતા હતા તે જાણવાની કવાયત હાથ ધરી હોવાનુ અમુકપલળેલા ખાખીધારીઓને ધ્યાને આવી જતા આ ખાખીધારીઓએ જુગાર કલબવાળાઓને બે હાથ જોડીનેઆજીજી કરતા હોવાનુ મનાયુ હતુ. કહેવાય છે કે, આ કલબોને ચલાવવાના ઉઘરાણા કરનારાઅમુક ખાખીધારીઓ જુગાર સંચાલકોને કહેતા હતા કે, સાહેબ પાસે અમારૂ કઈ આડુઅવડુ બાફી ન નાખજો. અમારા બાબતે સાહેબને કઈ પણ કહેતા નહી. આ પ્રકારની સ્થીતીનુ નિર્માણ થવા પામતા જાણકારો પણ કહી રહ્યા છે કે, જુઓ તોખરાકેવી કર્મકઠાણઈ કહેવાય, કચ્છમાંઅગાઉ એક સમયહતો કે, બુટલેગરો તથા જુગારીયાઓ તેમની માાહીતીઓ પોલીસ સુધી પહોચે નહી તે માટે કાકલુદીકરતા જોવા મળી આવતા હતા, હવે જુગાર સચાલકોને અમુક ભ્રષ્ટ પલળેલા ખાખીવાળાઓ બે હાથ જોડીને આજીજી કરતા જોવા મળી આવ્યા છે. કયા ધંધાર્થીઓ ફાટીને ફુલેકે ચડયાછે અને તેમાં ખાખીનાઅમુક પલળેલાઓનીકેવી કેવી ભાગીદારી રહેલી છે તેનોપણ ચિત્તાર આ ઘટનાપરથી સામે આવવા પામી જ રહ્યો છે.

Comments