Trending News
સ્થાનિક સમાચાર

અબડાસા અસરગ્રસ્તોની વેદનાને વાચા આપશે કોંગ્રેસ : શક્તિસિંહ 

04 September


અતિભારે વરસાદથી પ્રભાવિત કચ્છની મુલાકાતે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અબડાસા પંથકના અસરગ્રસતોને આપ્યું આશ્વાસન : વરસાદથી પ્રભાવિત કોઠારા, વાંકુ, જખૌ સહિતના વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો મેળવ્યો ચિતાર : સ્થાનિક કોંગ્રેસ આગેવાનોને અસરગ્રસ્તોને મદદરૂપ થવા કર્યો અનુરોધ 



નલિયા : કચ્છ જિલ્લામાં થયેલા અતિભારે વરસાદ બાદ કાંઠાળ વિસ્તારોમાં  અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છના વરસાદથી પ્રભાવિત ક્ષેત્રોની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા. ગત રોજ માંડવી ખાતે અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળે તે માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંપૂર્ણ પ્રયાસોની ખાતરી આપી હતી. અસરગ્રસ્ત લોકોને તેમણે શક્ય તમામ સહાય માટે આશ્વાસન આપ્યું હતું. 
શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, ગત મહિનાના અંતિમ પખવાડિયામાં થયેલા ભારે વરસાદથી કચ્છ જિલ્લો સર્વાધિક પ્રભાવિત થયો છે. ખાસ કરીને કાંઠાળ કચ્છમાં વરસાદે વ્યાપક વિનાશ કર્યો છે. કચ્છવાસીઓને વરસાદના પગલે ધંધા-રોજગાર, ખેતીમાં વ્યાપક નુકશાન થયું છે તેમ છતાં અસરગ્રસ્તોને સમયસર વળતર મળે તે પ્રકારનું આયોજન કરવામાં રાજ્ય સરકાર સંદ્‌તર નિષ્ફળ રહી છે. લોકો છેલ્લા ૧૦ દિવસથી પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. છતાં સરકારે યોગ્ય દરકાર લીધી નથી. ઠેરઠેર થયેલા જળભરાવથી ભારે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સર્જાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે બિપોરજોય ચક્રવાતના કારણે લોકોને થયેલ નુકસાનનું સરકારે હજુ સુધી વળતર ચૂકવ્યું નથી. ભયંકર તારાજીએ કચ્છમાં ખેતી, માછીમારી, વેપાર ક્ષેત્રે મોટું નુકશાન કર્યું છે ત્યારે કચ્છની મુલાકાત લઈ તેમણે મેળવેલ પરિસ્થિતિનો ચિતાર રાજ્ય સરકાર અમલ મૂકલી અસરગ્રસ્તોને મહત્તમ વળતર મળે તે દિશામાં તેઓ પ્રયાસ કરશે તેવી ખાતરી આપી હતી. આજે અબડાસા પહોંચેલા શ્રી ગોહિલે કોઠારા ગામની મુલાકાત લીધી હતી. કોઠારાના પુલિયા, બસ સ્ટેશન સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળી હતી. તેમણે અબડાસાના કોંગ્રેસ આગેવાનો અજિતસિંહ જાડેજા, ઈકબાલભાઈ મંધરા, કિશોરસિંહ જાડેજા વગેરેને અસરગ્રસ્તોને ફોર્મ ભરવા સહિતની કામગીરીમાં કોંગ્રેસ દ્વારા શક્ય તમામ માર્ગદર્શન પૂરું પાડી મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. કોઠારા બાદ તેમણે વરસાદથી પ્રભાવિત જંગી, વાંકુ, લાલા, ભુડિયા, જખૌ બંદર વગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી. જખૌ બંદર ખાતે માછીમાર સમુદાય સાથે મુલાકાત કરી પરિસ્થિતિમાં તાગ મેળવ્યો હતો. કોઠારાના ખાદી ગ્રામોદ્યોગ સંઘ ખાતે ખોડુભાએ શ્રી ગોહિલનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન શ્રી ગોહિલે અસરગ્રસ્તોની વેદના સાંભળી તેમની વ્યથા સહકાર સુધી પહોંચાળવાનું આશ્વાસન આપ્યું હતું. અબડાસાના લાલા ગામે ખાનગી કંપનીના મીઠાના બંધારાના કારણે વરસાદના પાણીના નિકાલની સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જખૌ સોલ્ટ સુધી વરસાદી નાળા ન હોવાની સ્થાનિકોની રજૂઆત સંદર્ભે શ્રી ગોહિલે આ બાબતે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરવાની ખાતરી આપી હતી. 
અબડાસાની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વી.કે. હુંબલ, કિશોરસિંહ જાડેજા, હાજી જુમાભાઈ રાયમા, ચેતનભાઈ જોષી, નિતેશભાઈ લાલણ, હાજી તકીશા બાવા, અજિતસિંહ જાડેજા, ઈકબાલભાઈ મંધરા, જમભા સોઢા, અરફ શા સૈયદ, ડાડાભાઈ જત, મનજી મહેશ્વરી, આદમ સોંધરા, આલાનાભાઈ, માલશી મહેશ્વરી, મોહનભાઈ કે. ગઢવી, ઉમરભાઈ જત, સોકત સુમરા, અભુભાઈ હિંગોરા, મુરજી ખજુરિયા મહેશ્વરી, મુન્નાભાઈ જાડેજા, હાજી મામદ હિંગોરા, ગુલાબભાઈ, હમીદભાઈ ખલીફા, જાફર હિંગોરા, અબ્દુલ્લા ગજણ, અકિલ મોતા, ઈસ્માઈલ હિંગોરા, મુસાભાઈ હિંગોરા, અસલમ હિંગોરા, સુલતાન સુમરા, મોહનભાઈ વડોર, વિરામ ગોરડિયા, જાફરભાઈ હિંગોરા, ફકીરમામદભાઈ, અલી લાખા કેર, ફકીરમામદ નોતિયાર, રવિરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, હાસમ મંધરા વગેરે સાથે રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM