અરવલ્લી dysp વાળી પૂર્વ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર કયારે કરશે લાલઆંખ..?
હવે જો રોડ રસ્તાથી કોઈનું મોત નિપજયું તો તમારી ખૈર નથી? : અતુલ પટેલ
જાગો આમપ્રજાજનો જાગો, આ ભ્રષ્ટાચારી ઝભ્ભાલેંગાવાળાના ભેરોસે હવે નહીં રહેવાય : રાજકારણીઓ તો રોડ બનાવનારા ઠેકેદારો પાસેથી ભ્રષ્ટાચારની કટકી કરતા હોવાનુ ચર્ચાતુ રહે છે, તો તેઓ કેવુ મોઢું લઈને ફરીયાદ કરે, હવે તો પ્રજાને સરકારી બાબુઓ લાલ આંખ કરે અને પરચો દેખાડે તે જ સમયનો તકાજો..
સાબરકાંઠાના ગામડી ગામે ફલાયરઓવર બ્રીજના ધીમા કામ અને ખખડધજ રસ્તાથી એક વ્યકિતનુ રોડ અકસ્માતમાં મોત થવા પામતા ગ્રામજનો રસ્તા પર ઉતરી પડયા, અનેકવિધ રજુઆતો છતા રોડ-રસ્તાનું કામ સરખુ ન કરાતા વ્યકિતએ જીવ ગુમાવ્યોનો ઠાલવ્યો આક્રોશ : પોલીસને ૭ર ટીયર ગેસના સેલ છોડવા પડયા ત્યારે સ્થિતી આવી કાબુમાં : બીજીતરફ ડીવાયએસપીશ્રી પટેલે પણ ગ્રામજનોને ધરપત આપતી કરી દેખાડી છે કડક નવતર પહેલ, રોડરસ્તા-ફલાય ઓવરના કામના લીધે હવે જો કોઈ વ્યકિતનુ મોત થયુ કે નુકસાન થયુ તો પ્રથમ ગુનો નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ, કામ કરનારી ઠેકેદાર પાર્ટીના માણસોની સામે નોધવાની આપી દીધી ચીમકી : ખેરખર કચ્છમાં પણ ગાંધીધામ-ભુજ-ભચાઉ, મુંદરા સહિતના વિસ્તારોમાં રોડ-રસ્તા અને બ્રીજના અડધાઅધુરા આડેધડ થઈ રહેલાકામો પ્રજાજનો માટે બન્યા છે મુસીબતનો મોટો સબબ
ગાંધીધામ : તાજેતરમાં જ સાબરકાંઠાના ગામડી ગામ પાસે લોકોએ તેમના ગામના એક વ્યકિતનું રોડ અકસ્માતમાં કરૂણ મોત થતા રસ્તો બ્લોક કરી અને ભારે આક્રમક વિરેાધ પ્રદર્શન કર્ય હતુ. ગ્રામજનોની માંગ હતી કે, તેઓનાગામના જે વ્યકિતનુ મોત નિપજયુ છે તે રોડ-રસ્તો લાંબા સમયથી ખખડધજ અને ધીમીગતીએ બનતા ફલાયઓવરના કામથી વધારે અડચણરૂપ હોવાનુ તેઓ દ્વરા અનેકવખત રજુઆતો કરવામા આવી ચુકી હતી પરંતુ તંત્ર આ બાબતને જરા સહેજ પણ ગંભીરતાથી ન લીધુ અને કોઈ જ પગલા ન ભરતા ગામના વધુ એક નીદોર્ષ વ્યકિતનું રોડ અકસ્માતમાં મોત થવા પામી ગયુ છે. તે વખતે સાબરકાંઠાના અરવલ્લીના ડીવાયએસપીશ્રી અતુલ પટેલ દ્વારા આ આક્રમક વિરોધને ઠારવારની દીશામાં મોરચો સંભાળી અને ટીયર ગેસ છોડી ગ્રામજનોને સમજાવી અને રોડ-રસ્તા અને ફલાયઓવરનુ જે કામ ચાલી રહયુ છે તેને ઝડપથી કરવા તથા આ ચાલી રહેલા કામો દરમ્યાન હવે જોઈ કોઈ પણ ગ્રામજનો-વાહનચાલકનુ આ કામના લીધે મોત નિપજયુ કે અકસ્માત ગંભીર સર્જાયો તો તેની સઘળી જવાબદારી નેશનલ હાઈવે ઓથોરીટીના જવાબદાર અધિકારીઓ, સુપરવાઇઝર, કામ કરનાર ઠેકેદાર પાર્ટી સહિતની પ્રાથમિક તબક્કે ફીટ કરી અને સૌથી પ્રથમ ગુનો આ બધાયની સામે જ ડીવાયએસપીશ્રી દ્વારા વિના વિલંબે દાખલ કરી દેવામા આવશે તેવી કડક ધાક બેસાડતી લાલઆંખ કરી હતી. હકીકતમાં જે રીતે અરવલ્લીના ડીવાયએસપીશ્રી અતુલ પટેલે આ રીતે નબળા અને ખખડધજ રોડ રસ્તાઓના કામો કરનારા સરકારી વિભાગો તથા કામ રાખારી પેઢીઓની સામે લાલઅંખ કરી છે તેમાથી કચ્છના પોલીસ અધિકારીઓએ પણ બોધપાઠ લઈ અને આ મુજબની લાલઆંખ ભરી કડક કાર્યવાહી કરવી જ જોઈએ. પ્રબુદ્ધવર્ગ કહી રહ્ય છે કે, કચ્છના અંજારમાં પણ તાજેતરમાં જ યોગેશ્વર ચોકડી પાસે રોડ રસ્તા પર આડેધડ દોડી રહેલા મહાકાય ટ્રેઈલરોના લીધે એક માસુમ બાળાનું કરૂણ મોત થવા પામયુ હતુ અને ઘટના બની બાદમાં લોકોએ જાગૃતી દાખવી અને બાંયો ચડાવી તે પછી બધાય હરકતમાં આવ્યા હતા? પરંતુ આવુ શા માટે? કચ્છમાં આવી રોડરસ્તાઓ ખખડધજ હોવાની સમસ્યા ચોતરફી બનેલી જ છે. આ ઉપરાંત બ્રીજ-ફલાયઓવરના પણ જે કામો થાય છે તે પણ તદન મનસ્વી રીતે અને મંથર ગતીએ જ ચાલી રહ્યા છે. તેની આસપાસના રોડરસ્તાઓ કે સર્વિસ રોડની અતિ બુરીવલ્લે જ પડેલી છે. અને અહી રોજ બરોજ કોઈને કોઈ રાહતદારી કે વાહનચાલકને નુકસાની થા પામતી જ રહે છે. બહુ દુર જવાની જરૂર નથી માત્ર ગાંધીધામના તાજેતરમાં જ પુરા થયેલા ટાગોર રોડ ઓસ્લો ઓવરબ્રીજની વાત કરો કે પછી હાલમાં રાજવી ફાટક પાસે ચાલી રહેલા ફલાય ઓવરબ્રીજના કામની. અત્યારે પણ રોજ કેટલીય મોટરીગ પબ્લીંગ અહી થઈ રહેલા આડેધડ કામોના લીધે પરેશાની અને ટ્રાફિક જામનો ભોગ બની જ રહી છે, છતા કોઈના પેટનું પાણી હાલતું જ નથી, ન તંત્ર કોઈ કાર્યવાહી કરી અહી ટ્રાફીક વ્યવસ્થાઓ માટે કઈ કામ કરી રહ્યુ છે કે ન તો પોલીસ અહી કંઈ જ ધ્યાન આપી રહી છે. માત્ર ચાર રસ્તા પર ઉભા રહી અને ટ્રાફિક સંચાલનના નામે મોટા ભાગે ઉઘરાણાઓમાં જ વ્યસ્ત જોવાતા રહે છે. આ પ્રકારના ખરાબ રોડ રસ્તાઓ કે ફલાયઓવરના ધીમા કામો થકી પબ્લીકને પડતી સમસ્યાઓ જો સતત નજરઅંદાજ જ કરવામા આવતી રહેશે તો પોલીસ અને પ્રશાસનની સામે ગાધીધામ સહિત કચછભરના સમસ્યાગ્રસ્ત વિસ્તારોમાં પણ અરવલ્લીના ગામડી ગામમાં ફાટી નીકળેલ જનાક્રોશ અને તે બાદ આભ ફાટયુ હોય અને થીગડુ આડુ દેવા જેમ પોલીસને દોડી આવવાની નોબત આવી જાય તો પણ નવી નવાઈ નહી કહેવાય. પ્રબુદ્ધવર્ગ કહી રહયો છે કે,આવી કોઈ જ સ્થિતી ઉભી થાય તેના પહેલા જ અરવલ્લીના ડીવાયએસપીશ્રી અતુલ પટેલે જેમ લાલઆખ કરી છે તેવી જ રીતે ખખડધજ રોડરસ્તાઓના લીધે જો કોઈના પણ જાન-માલ જાય તો સબંધિત સરકારી તંત્ર અને કામ રાખનાર એજન્સીની સામે જ પ્રથમ ગુનો નોધવાનો ધોક્કો પૂર્વ કચ્છ એસપીશ્રીએ પણ પછાડી જ દેખાડવો જોઈએ તેમ કહવાય છે.જાણકાોર કહી રહ્યા છે કે, પૂર્વ કચ્છ એસપી ઠેર-ઠેર લોકસંવાદ અને લોકદરબાર યોજી રહયા છે તે સારી વાત છે, પરંતુ તેમાં કાયદો વ્યવસથાને જાળવવાની વિગતોની મદદ મળશે પરંતુ અતિ ખરાબ રોડ રસ્તાઓના લીધે લોકોના જીવ જઈ રહ્યા હાયે, સ્વાસ્થય જોખમી રહ્યા હોય, વાહનો-જાન-માલને નુકસાની થઈ રહ્યા હાયે તો આ બાબતે લાપરવાહી દાખવનારાઓ સામે કાયદાકીય ધોક્કો પછાડવો કદાચ પ્રાથમિકતા જ બનવી જોઈએ અને પૂર્વ કચ્છ એસપીશ્રી અરવલ્લીના ડીવાયએસપીશ્રી અતુલ પટેલ વાળી કયારે કરશે? તેવો સવાલ પણ હવે પુછી રહ્યા છે.

Comments