Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામના સેકટર-૧એ મામલતદાર ઓફિસ સામેના ક્રિસ્ટલ સ્પામાં દેહ વ્યાપારનો ધંધો ઝડપાયો

04 September


ગાંધીધામ : પૂર્વ કચ્છ એસપી દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ ફરિયાદો સાથે સ્પા સેન્ટરો બાબતે પણ રાવ ઉઠવા પામી હતી. જે બાદ સ્થાનીક પોલીસની આંખ ઉઘડી હોય તેમ સ્પા સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો છે.સેકટર - ૧એ મામલતદાર ઓફિસ સામે આવેલા ક્રિસ્ટલ સ્પામાં દરોડો પાડતા કેવ્યાપારનો ધંધો ઝડપાયો છે.આ અંગેની વિગતો મુજબ સેકટર-૧એ મામલતદાર ઓફિસ સામે પ્લોટ નં. ૨૭૧ માં આવેલા ક્રિસ્ટલ સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો. ડમી ગ્રાહકને મોકલીને રેડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી સ્પાના મેનેજર રાજસ્થાનના હેમેન્દ્ર લક્ષ્મણસિંઘ રાજપુતની ધરપકડ કરી હતી. માટે સ્પામાં કુલ્લ ૭ મહિલાઓ મળી હતી, જેને મુકત કરાવાઈ હતી. સ્પાના માલિક ગાંધીધામનો દેવેન્દ્ર જે. જેઠવા હોવાનું સામે આવ્યું હતું. જેની ધરપકડ ચક્રો ગતિમાન કરાયા છે. સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી મસાજના ૫૦૦ અને દેહ વ્યાપારના એક હજાર મળી કુલ્લ ૧૫૦૦ રૂપિયા લેવામાં આવતા હતા. જેમાં મહિલાને ગ્રાહક દીઠ પ૦૦ રૂપિયા મળતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે રોકડા રૂા. ૧પ૦૦, ૧૦ હજારનો મોબાઈલ તેમજ સીસીટીવી ડીવીઆર કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. હજુ પણ ગાંધીધામ વિસ્તારમાં તપાસ કરવામાં આવે તો અનેક સ્પા સેન્ટરની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થઈ શકે તેમ છે.


 

Comments

COMMENT / REPLY FROM