Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં ૩.૧૯ લાખના મોબાઈલ ઉપકરણોની ચોરી

04 September



દુકાન અને ગોડાઉનના પતરા તોડી ચોરીને અંજામ અપાયો



મુંદરા : સમગ્ર કચ્છ જિલ્લામાં તસ્કરોએ માથું ઉંચકયું છે. જેની સામે પોલીસ ડીટેક્શન સાવ તળિયે છે. તેવામાં વધુ એક ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંદરામાં પોલીસ સ્ટેશનથી માત્ર પ૦૦ મીટર દૂર આવેલ દુકાનમાંથી ૩.૧૯ લાખના ઉપકરણોની ચોરી કરવામાં આવી હતી. 
ફરિયાદી મોટી ખેડોઈના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આદર્શ ટાવર પાસે લેક્વ્યુ કોમ્પલેક્ષની સામે આશીર્વાદ ઈલેકટ્રોનિકસ નામની દુકાનમાં બનાવ બન્યો હતો. કોઈ ચોર અજાણ્યા ઈસમોએ ર તારીખે રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં દુકાન અને ગોડાઉનના સીમેન્ટના પતરા તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રાખેલા અલગ અલગ બ્રાન્ડના ૧૯ મોબાઈલ, એક સ્માર્ટ વોચ અને ત્રણ ઈયર બર્ડ મળી ૩,૧૯,૭પ૭ ની ચોરી કરવામાં આવી હતી. જે બાબતે મુંદરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

Comments

COMMENT / REPLY FROM