Trending News
સ્થાનિક સમાચાર

અંતરજાળમાં પગ લપસી જતા ટાંકામાં પડી જવાથી વૃદ્ધનું મોત

04 September




તલવાણામાં એકલતા અનુભવતા આધેડે ફાંસો ખાઈ લીધો


ભુજ : જિલ્લામાં અપમૃત્યુની અલગ અલગ બે ઘટનાઓ સામે આવી છે. જેમાં ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં પગ લપસી જતા ટાંકામાં પડી જવાથી વૃદ્ધનું મોત થયું હતું. જયારે માંડવીના તલવાણામાં એકલતા અનુભવતા આધેડે ફાંસો ખાઈ લીધો હતો. આદીપુર પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ જલારામ નગર - ૧, પ્લોટ નં. ૧૬ માં આ બનાવ બન્યો હતો. ભોગ બનનાર ૭પ વર્ષિય ઘનશ્યામભાઈ મનહરલાલ યાજ્ઞિક ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા અને અકસ્માતે પગ લપસી જતા પાણીના ટાંકામાં પડી ગયા હતા. ડુબી જવાના કારણે મોત થતા પરિવારમા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. જયારે માંડવી તાલુકાના તલવાણા ગામે રહેતા ૪પ વર્ષિય રમેશભાઈ મંગળભાઈ મહેશ્વરીએ આપઘાત કરી લીધો હતો. હતભાગીની પત્નિ છેલ્લા તેર વર્ષથી રીસાઈને તેના પિયર માતા - પિતા સાથે રહેતી હતી. હતભાગી પોતાના ઘરે એકલતા અનુભવતો હોઈ પોતાની જાતે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગે કોડાય પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 

Comments

COMMENT / REPLY FROM