Trending News
સ્થાનિક સમાચાર

ભીમાસર પાસેથી ઝડપાયેલ સીપીયુ પ્રકરણમાં ભેદભરમ કુખ્યાત તેલચોર ભરત(ભુરા)ની ટોળકી કેમ આબાદ.?

04 September



પૂર્વ કચ્છ એસપીશ્રી દ્વારા તેલચોરી જેવી બદીને ડામવાની દીશામાં કરાયેલી લાલઆંખ આવકારદાયક, એલસીબીએ પણ આધાર-પુરાવા વિનાનો સીપીયુ પકડી પાડયો તે પણ સરાહનીય, પરંતુ આવો મુદામાલ વેરાન બંધ મકાનમાં રાખી કોણ ગયું? કયા ઈરાદે રાખવામાં આવ્યુ? આ ચોરાઉ સીપીયુ લવાયું કયાંથી? ચોરાઉ સીપીયું વેંચાવવાનુ કોને હતું? : કેમ આવા મુળીયા ઉલેચવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી નથી?



ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં આવેલા મહાબંદર એવા કંડલામાં વૈદશીથી મોટી માત્રામાં કીંમતી તેલ, કેમીકલ-ઓઈલની આયાત કરવામા આવી રહી છે. આ પ્રકારના ઓઈલને દેશભરમાં પહોચાડવા માટે કયાંક પાઈપલાઈન તો કયાંક ટેન્કરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટીય સંપત્તી સમાન આ તેલના જથ્થાના સપ્લાયમાં મોટા પ્રમાણમાં આયોજનબદ્ધ રીતે ખાતર પાડનારા તેલચોર તત્વો અને તેમની ટોળકી પણ સતત અને સમયાંતરે અહી ચોરી કરતા અથવા તો ચોરાઉ મુદામાલ સાથે પણ પકડાઈ જ જતા હોય છે. દરમ્યાન જ તાજેતરમાં જ અંજારના ભીમાસર પાસે ગેરકાયદે મેળવેલું સીપીયુ અને પામ ઓઈલ ઝડપાયું હતુ. ૧.૨૦ લાખની કિંમતનું ૧૭૭૫ લિટર ઓઇલ કબ્જે કરવામાં આવ્યું છે સ્થળ પર કોઈ આરોપી હાજર મળી આવ્યો ન હતો.એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા અટકાવવા સુચના આપવામાં આવી છે જે અન્વયે ગાંધીધામ એલસીબી પીઆઇ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી આધારે જુનાગામ ભીમાસર ઝંડીયાપીરની મજારથી દક્ષિણે નળીયાવાળા મકાનમાંથી અલગ અલગ પ્રકારના તેલનો જથ્થો મળી આવ્યો હતો.આ તેલના જથ્થાના કોઈ આધાર પુરાવા ન હોઈ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કર્યો હોવાનુ જણાઈ આવતા  ઝડપાયો હતો.એસપીશ્રીના નેતૃત્વ તળે થયેલી આ કાર્યવાહી આવકારદાયક જ કહી શકાય તેમ છે પરંતુ અહી સવાલ એ થઈ રહ્યા છે કે, આ પ્રકારનુ આધારપુરાવા વિનાનું સીપીયુ તેલ કોઈ બંધ મકાનમાં રાખી શા માટે જાય? તેનો સંગ્રહ શું કામ કરે? ચોરાઉ અથવા તો શંકાસ્પદ અને આધારપુરાવા વિનાનો આ પ્રકારનો સીપીયુ તેલનો જથ્થો મોટી માત્રામાં અહી સંગ્રહવામાં આવે એટલે તે બારોબાર જ વેચવાના હેતુસર જ રખાયો હોય તેમ માનવુ વધારે પડતુ ન કહેવાય. તેની સાથે જ આધાર પુરાવા વિનાનો સીપયુ હોય તો એ જરૂરથી ચોરી-છળકપટથી જ મેળવ્યુ હોય..! આવા કીસ્સામાં પોલીસ ઉંડા ઉતરવાની જરૂર છે અને આ પ્રકારનો જથ્થો કોણ રાખી ગયો? કેવા ઈરાદે રાખ્યો હતો? કયાથી લવાયો હતો? કોને આપવાનો હતો? ઉપરાંત આ જથ્થો પહેલી જ વખત અહી રખાયો છે કે આ પહેલા પણ અહી આધાર-પુરાવા વિનાનો સીપીયુ રાખવામાં આવ્યો હતો? આવા અનેક સવાલો પોલીસ તપાસમાં જવાબ ઈચ્છી રહ્યા છે? જાણકારો કહી રહ્યા કે , અંજાર પટ્ટામાં ભરત ભુરો તેલચોરી આચરવા માટે એક મુકીને બીજુ અને બીજુ મુકીને ત્રીજો પેંતરો અજમાવતો જ રહે છે. એટલે હાલમાં જે કાર્યવાહી થઈ છે તે આવકારની સાથે જ ગણાબધા ભેદભરમો પણ ઉભા કરી જ રહી હોવાનો વર્તારો પણ જોવાઈ રહ્યો છે. 




.......................



અગાઉ છુટેલ ચોરાઉ સીપીયુ-તેલના બીલોની કરાવો ક્રોસ
ચકાસણી : બોગસ ઈવે -જીએસટી બીલનો થશે ખુલાસો.?




ગાંધીધામ : અંજારના ભીમાસર પાસેથી સીપીયુનો જથ્થો ઝડપાયો છે ત્યારે તે કયાંથી આવ્યો, કયા જવાનો હતો, કોણે ખરીદો, કોણે વેંચ્ય તે બધા જ પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે ત્યારે આવા જ અગાઉના કિસ્સાઓને જોતા પણ જાણકારો કહી રહ્યા છે કે, શંકાસ્પદ દેખાડી ૪૧ વન ડી જે કેસમાં થવા પામી છે તેવા કિસ્સાઓની ચકાસણીઓ કરવામા આવશે તો પણ બોગસ ઈ વે બીલોથી માલ છોડયાનો ખુલાસો થવાની વકી પણ સેવાઈ રહી છે. નોધનીય છે કે, થોડા સમય પહેલા જ ભચાઉના યશોદા ધામ પાસેથી  આધાર પુરાવા વિનાન સીપીયુનો મુદામાલ મિતેશ નામના શખ્સ પાસેથી મળી આવ્યો હતો, જે કેસમાં માત્ર ૪૧ વન ડી જ કરાઈ હતી, જેમાં બીલો રજુ કરીને મુદામાલ છોડી મુકાયો હોવાનુ ચર્ચાયુ હતુ, આવા તાજા બનેલા ઘટનાક્રમોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રજુ થયેલા આધારો, ઈ-વે બીલ અને જીએસટી તથા ઝડપાયેલા વ્યકિતના આધારકાર્ડ-પાન કાર્ડને મેચ કરવામાં આવશે તો રજુ થયેલા આધારે બોગસ-ડમી હોવાનો આપોઆપ થઈ જશે ખુલાસો તેવુ મનાય છે. 



...........



ચોરાઉ મુદામાલમાં આઈપીસીની ૩૭૯-૪૧૧ તથા ૧ર૦(બી)ની
કલમો કેમ નથી લગાડાતી? શું તેલચોરોને બચવાની તક અપાય છે?



ગાંધીધામ : આયોજનબદ્ધ રીતે ચોરી કરાયેલા મુદામાલમાં માત્ર ૪૧ વન ડી જ કેમ? હકીકતમાં તો ચોરીથી રખાયેલ કીમતી વસ્તુ(તેલ)ના કિસ્સામાં તો આઈપીસી કલમ ૩૭૯ તથા આઈપીસી ૪૧૧ તળે જ કરવી જોઈએ કડક કાર્યવાહી. તે કેમ નથી કરવામા આવતી? આ કલમો જો લગાડવામ આવે તો તેમાં ૩ વર્ષની સજા, તગડો દંડ અને બીનજામીન પાત્ર બની રહે છે. આવી કડકાઈ થાય તો જ તેલચોર ટોળકીમાં કાયદાનો ભય પ્રસ્થાપિત થાય તેમ છે. નહી તો પાછલા ટુંકા ગાળામાં જે રીતે સીપીયુ તેલચોરીની જ ઘટનાઓ બનેલી છે જે પોલીસ દફતરે નોધાઈ છે તેને જોતા જ ખ્યાલ આવી શકે છે કે, તેલચોર તત્વો છાકટા જ બનીને તેલચોરી બિનધાસ્ત કરી રહ્યા છે. થઈ રહેલી કાર્યવાહીથી તેમને કોઈ જ ભય કે ખૌફ કાયદાનો થવા પામ્યો જ નથી.

Comments

COMMENT / REPLY FROM