Trending News
સ્થાનિક સમાચાર

મેઘપર કુંભારડીમાં જુગારધામનો પર્દાફાશ,  મહિલાઓ સહિત ૯ ખેલી ઝડપાયા

03 September


રોકડા એક લાખ સહિત ૧.પ૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો 


અંજાર : તાલુકાના મેઘપર કુંભારડી ગામે કે.જી. માણેક સ્કૂલ પાસે આવેલા સિદ્ધાર્થનગરમાં બહારથી ખેલીઓને બોલાવીને જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ સહિત ૯ ખેલી ઝડપાયા છે. રોકડા ૧ લાખ સહિત દોઢ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અહીં રહેતા વર્ષાબા ભીમદેવસિંહ રાણા પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મકાનમાં બહારથી ખેલીઓ બોલાવીને જુગાર રમાડતા હતા. પોલીસે કરેલી કાર્યવાહીમાં વર્ષાબા ઉપરાંત વિક્રમસિંહ મુળુભા જાડેજા (મોમાયકૃપા સોસાયટી), યશપાલસિંહ નવલસિંહ ઝાલા (રાધાનગર), કુલદીપ પ્રભુલાલ ચૌહાણ (ગોપાલપાર્ક), શક્તિસિંહ મંગલસિંહ પરમાર (ગાંધીધામ ગુરૂકુળ), પવનબા નિરૂભા જાડેજા (સંસ્કારનગર), વનિતાબેન સંકેતભાઈ શાહ (નવકાર પ્રાઈમ સોસાયટી), મુક્તાબેન જયેશભાઈ ગઢવી (નેન્સી રેસીડેન્સી) અને રાજીબેન શંકરભાઈ ઠાકોર (શનિદેવ મંદિર પાછળ, મેઘપર બોરીચી)ને ઝડપી લેવાયા હતા. રોકડા રૂપિયા ૧ લાખ ૧ હજાર પ૦૦ અને પપ હજારના ૬ મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા હતા. અંજાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




...................


કુકમા ગામે પાંચ જુગારી ૩ ઝડપાયા, ર ફરાર



ભુજ : તાલુકાના કુકમા ગામે સ્મશાન પાસે આવેલ બાવડોની ઝાડીમાં જુગાર રમતા અલ્તાફ મામદ જસીયા, સુલેમાન હાજી સના, મહેશ ધીરૂ સોલંકી ઝડપાયા હતા. જયારે અબ્બાસ હુસેન કકલ અને સિરાજ સિદ્ધિક ચાકી ભાગી જવામાં સફળ રહ્યા હતા. પડમાંથી રોકડા રૂપિયા ૧૧,રર૦ તેમજ ૧૦ હજારના ર મોબાઈલ કબ્જે કરાયા હતા.

Comments

COMMENT / REPLY FROM