બાલાસર પાસે ગાડીમાંથી સવા લાખના શરાબ સાથે બનાસકાંઠાનો શખ્સ ઝબ્બે
રવના શખ્સે દારૂ મંગાવ્યો હોવાનું ખુલ્યું
રાપર : તાલુકાના બાલાસરથી જાટાવાડા ગામ તરફ જતા રોડ પર હનુમાન મંદિર પાસેથી સવા લાખનો શરાબ ઝડપી લેવાયો હતો.બાલાસર પોલીસ સ્ટેશનેથી મળેલી માહિતી પ્રમાણે,બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનો સપરેડા ગામનો ધીરજભાઈ ગગાભાઈ મણવર પોતાના કબજાની ડસ્ટર ગાડીમા અંગ્રેજી શરાબ લઈને આવતો હોવાની બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.ગાડીમાં તપાસ કરતા બીયરના ૮૨૯ ટીન અને ૧૮૦ એમએલના ૪૦૬ પાઉચ મળી કુલ ૧,૨૮,૩૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો.આ સાથે ગાડી ચાલક ધીરજની અટકાયત કરવામાં આવી હતી પોલીસને જોઈ હરેશભાઈ કરશનભાઈ મણવર ભાગી ગયો હતો.આ શરાબ રવ ગામના અમીરાજસિંહ અજિતસિંહ જાડેજાએ મંગાવ્યો હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું છે.જેથી અઢી લાખની ગાડી સહિતનો મુદામાલ કબ્જે કરી બાલાસર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.બાલાસર પોલીસ દ્વારા સરહદી વિસ્તારમાં શરાબની ગેરકાયદે બદી અટકાવવા માટે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે મૂળ સુધી પહોંચવામાં આવે તો અન્ય લોકોના નામ પણ ખુલવા પામશે.

Comments