યુવા સાંસદની કરૂણાના દર્શન : કચ્છના અબોલ પશુધનની વહારે વિનોદ ચાવડા
અતિવૃષ્ટી થકી કચ્છના પાંચ તાલુકામાં મેઘતારાજી સર્જાઈ ગઈ, પશુધનને પણ મોટી હાની ન થાય તે માટે તાબડતોડ વિનોદભાઈએ રાજય સરકાર-પશુપાલન વિભાગ કક્ષાએ રજુઆત કરતા રાઘવજીભાઈએ કચ્છમાં આઠ જેટલી વધારાની વેટરનરી અધિકારીઓ સાથેની ટીમો મોકલી દીધી : માંડવી-મુંદરા-અબડાસા-લખપત અને નખત્રાણામાં આ તમામ ટીમો યુદ્ધના ધોરણે કામ કરતા કચ્છમાં પશુપાલન ક્ષેત્રે થઈ રહ્યું છે મોટુ રાહતરૂપ કામ
સાંસદશ્રી વિનોદભાઈની સમયસુચકતાભરી રજુઆતથી કચ્છને વધારાની ટીમો ફળવાઈ છે, ઉપરાંત જીવીકે ૧૯૬રના વાહનોની કામગીરીન વ્યાપ પણ તેઓની દિર્ઘદ્રષ્ટીભરી રજુઆતથી વધી જતા હાલમાં કચ્છમાં પશુ સારવાર, રસીકરણ સહિતના મામલે ખુબજ ઝડપી અને સુચારૂ કામગીરી થઈ રહી છે : ડો. રાજેશ પટેલ(જિલ્લા પશુપાલન અધિકારી)
ગુજરા રાજય પશુપાલન વિભાગના નિયામક શ્રીમતી ફાલગુની ઠાકરની પણ સમયસુચકતા પ્રશંસનીય
ગાંધીધામ : કચ્છ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ બાદ તેમજ પાણી ભરાવાના કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડવાની સંભાવનાઓની સાથે જ પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે બાબતને પ્રાધાન્ય આપીને પશુપાલન શાખા કચ્છની ૨૩ ટીમો ફિલ્ડમાં ઊતારવામાં આવી છે. માનવવસ્તી કરતા વધુ પશુધન ધરાવતા કચ્છ જિલ્લમાં અબોલ જીવોના જાન-માલને ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટેની પણ તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. આ માટે કચ્છ-મોરબીના યુવા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની કરૂણાના પણ દર્શન થતા જોવાઈ રહ્યા છે તો વળી રાજયના ખેડુપુત્ર કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનો પણ કચ્છ પ્રત્યેનો સ્નેહ વધુ એક વખત ઝળકતો જોવાઈ રહ્યો છે. રાજયભરમાં આમ તો કૃષી અને પશુપાલન ક્ષેત્રે રાઘવજીભાઈએ સંવેદના સમયાંતરે દર્શાવી જ છે પરંતુ કચ્છ-મોરબીના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ તાજેતરમાં જ આસના વાવાજોડાની સ્થિતીએ કચ્છમાં સર્જાયેલી મેઘતારાજીની સ્થિતીએ પશુઓની સારવાર અને સુરક્ષા માટે કચ્છમાં જરૂરી વધુ ટીમો ફાળવવા સહિતના મામલે દિર્ધદ્રષ્ટી ભરી રજુઆત કરી અને તેના ભાગરૂપે જ રાજયના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈએ પણ ક્ષણવારનો વિલંબ કર્યા વિના જ કચ્છને પાટણ અને બનાસકાંઠાથી વધુ આઠ જેટલી ટીમો ફાળવી આપી હતી જે હાલના સમયે કચ્છમાં અતિવૃષટીથી વધારે અસરગ્રસ્ત એવા માંડવી-મુંદરા સહિતના પાંચ તાલુકાઓમાં આર્શીવાદરૂપ નીવીડી રહી છે.પશુપાલન શાખા, જિલ્લા પંચાયત- કચ્છના નાયબ પશુપાલન નિયામક ડૉ. આર. ડી. પટેલની આગેવાનીમાં પશુ ડોક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તાલુકા લાયઝન અધિકારીઓની દેખરેખમાં પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ, પશુધન નિરીક્ષકશ્રીઓ તેમજ અન્ય સ્ટાફ સહિતની ૩૧ ટીમો દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તેમજ પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે તાલુકાનાં ગામોમાં
પશુપાલકોની મુલાકાત લઈ સારવાર, રસીકરણ તેમજ જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.આ સંદર્ભે ડો. રાજેશ પટેલની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, સાંસદશ્રી વિનોદભાઈચાવડાએ રાજયકક્ષાએ ધ્યાન દોરતા રાજયના પશુપાલન-મંત્રીશ્રી રાઘવજીભાઈએ પણ ત્વરિત વાત સમજી અને કચ્છમાં વધુ આઠ વેટનરી ડોકટર અને પશુપાલનની આખી ટીમો ફાળવી આપી હતી. આ ટીમો કચ્છના લખપત-અબડાસા-માંડવી-મુંદરા-નખત્રાણા તાલુકામાં વર્તમાન સમયે ખુબજ આર્શીવાદરૂપ પુરવાર થઈ રહી છે. ખપત અબડાા માંડવી-મુંદરા-નખત્રાણામાં આ ટીમો ખુબજ ઉપયોગી થઈ રહી છે. હાલના સમયે કચ્છમાં આ તમામ ટીમોનીમદદથી પશુ સારવાર, પશુ રસીકરણ, પશુ મરણ સર્વેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વધુમાં શ્રી પટેેલે જણાવ્યુ હતુ કે, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના જ પ્રયત્નોથી જીવીકે ૧૯૬ર પશુપાલનની ગાડીની સેવાનો વ્યાપ પણ વિસ્તારી શકાયો છે. આ ૧૬ ગાડીઓ ઓનલાઈન કોલ કરાવીને વધારે સારી રીતે ઉલપબ્ધ કધરાવી છે. અગાઉ આ વાહનોને દસ ગામ ફાળવાત હતા અનતે તે ગામના જ રૂટમાં કામ કરતા હતા પરંતુ હવે વેટરનીટી ઓફીસરના નેતૃત્વ હેઠળ તાલુકા કક્ષાએ મુકાવી દીધી છે. અને ડીઝાસ્ટર મેનજમેન્ટ હસ્તક હવે વેટરનરી અધિકારી આ વાહનોને જે સુચના આપે તે પ્રાથમિક ધેરણે કરવાની રહે છે. આમ થવાથી પણ સબંધિત વધુ અસરગ્રસ્ત કચ્છના પાંચ તાલુકામાં પણ વધુ ઉપયોગી પુરવાર થવા પામી રહી છે તેવુ શ્રી પટેલે જણાવ્યુ હતુ.

Comments