Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાના કસ્ટમ કમિશ્નરની લાલઆંખથી સોપારી  દાણચોરોનો મલિન ડોળો ફરી કંડલા તરફ મંડાળો

03 September

 તો કસ્ટમના ટોંચના પૂર્વ અધિકારીઓના ખુલશે નામ




પીવીસી રીગ્રાઈડીંગના નામે ત્રણ કરોડની સોપારી મુંદરામાં કસ્ટમ એસઆઈઆઈબીની વીંગ ઝડપી પાડતા ફેલાતો મત : સોપારીનો જથ્થો કાસેઝના યુનિટમાં આવવાનો હોવાના બીલ ઓફ એન્ટ્રી થયા હતા જમા 


કાસેઝમાં અગાઉ પણ પ્લાસ્ટીકની આડમાં સોપારીની દાણચોરીમાં ચકચારી રહેલ કાસેઝના યુનિટ સુધી જ રેલો લંબાવવાની વકી : અગાઉ અમદાવાદ ડીઆરઆઈ મુંદરામાં ત્રાટકી અને પ્લાસ્ટીકની આડમાં સાપારી લાવનાર કાસેઝના બે યુનિટવાળાઓ પર બોલાવી હતી ધોંષ : આ બન્ને યુનિટની પાછળ કસ્ટમના ઉચ્ચ અધિકારીઓના દોરીસંચાર હોવાની પણ વાત આવી હતી સપાટી પર 


ગાંધીધામ : કચ્છમાં કાર્યરત બંદરો પર અનેકવિધ કીમંતી ચીજવસ્તુઓની મોટા પ્રમાણમાં આયાત-નિકાસ કરવામા આવતી હોય છે. દેશના હુંડીયામણમાં ભારે ઈજાફો કરનારા આ બંદરો પર કેટલાક ભેજાબાજો પણ સિન્ડીકેટ રચીને નેટવર્ક ધમધમાવી રહ્યા છે અને એ જ દેશની તીજોરીને મોટુ નુકસાન પહોચાડતા હોય તેવી રીતે મિસડીકલેરેશન કૌભાંડોને અંજામ આપતા રહેતા હોવાની ઘટનાઓ પણ અહી બનતી રહે છે. દરમ્યાન જ  મુંદરા બંદર પર પાછલા બે-ચાર દીવસથી આવા જ એક મિસડીકલેરેશન કૌમાંડને અંજામ આપવાનો પ્રયાસ એજન્સીની નજરે ચડી જવા પામ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. તપાસનીશ એજન્સીએ મુંદરામા દુબઈથી આયાત કરેલા બે કન્ટઈનરોને પાછલા બે-ચાર દીવસથી બાજુ પર મુકાઈ દીધા હતા. અને તે કન્ટેઈનર બાબતે સત્તાવાર રીતે જ હવે કસ્ટમ મુંદરા દ્વારા ખુલાસો કરી દેવામા આવ્યો છે જેમાં જણાવ્યા અનુસાર યુએઈથી પ્લાસ્ટીક ડીકલેર કરી અને તેમાં પ૪ મેટ્રીક ટન સોપારીનો દાણચોરીયુકત આયાત કરાયેલો જથ્થો કે જેની અંદાજીત કિમંત ૩ કરોડ થવા પામી રહી છે તે ઝડપાઈ જવા પામ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે, આ કન્ટેઈનર કાસેઝ તરફ આવી રહ્યા હતા, ત્યારે અહી સવાલ થાય છે કે,  અગાઉ પણ પ્લાસ્ટીકની આડમાં સોપારીદાણચોરીના કેસો કાસેજના જે યુનિટવાળા તત્વો પર થવા પામી ચૂકયા છે અને તપાસ પણ ચાલી જ રહી છે તેઓના જ મંગાવાયેલા છે કે કેમ? આ બાબતેની પણ અટકળો તેજ બની જવા પામી ગઈ છે. અહી જાણકારો કહી રહ્યા છે કે, મુંદરામાં કસ્ટમ કમિશ્નરશ્રી કે એન્જીનીયર દ્વારા દાણચોર તત્વોની સામે એક પછી એક કડક રાહે લાલઆંખ ભરી કાર્યવાહી કરવમાા આવી રહી છીે અને તેના લીધે કયાંક ને કયાંક ફરીથી સોપારી દાણચોર ગેંગનો મલિન ડોળો કંડલા તરફ ફંટાયો હોય તેમ જોવાઈ રહ્યું છે. પાછલા કેટલાક સમયથી ચકાસીએ તો કંડલા આસપાસમાં જ સોપારી દાણચોરીના સત્તાવાર કેસો રેકર્ડ પર આવવા પામી રહ્યા છે. કયાંક અમદાવાદ ડીઆરઆઈ ત્રાટકી રહી છે તો કયાંક કંડલા એસઆઈઆઈબીની વિંગ ત્રાટકી રહી છે. 



..................


કંડલા એસઆઈઆઈબીએ ઝડપેલા  
૬ કન્ટેઈનરોની તપાસ પર કેમ બ્રેક? 




કંડલા એસઆઈઆઈબીએ ઝડપેલા  ૬ કન્ટેઈનરોની તપાસ પર કેમ બ્રેક? 

ગાંધીધામ : એકતરફ મુંદરામાં પ્લાસ્ટીકની આડમાં સોપારીના બે કનટેઈનર ઝડપી પાડવામા આવ્યા છે. તો બીજીતરફ અહી સવાલ એ થાય છે કે, થોડા સમય પહેલા કંડલા એસઆઈઆઈબીની ટુકડીએ પણ છ જેટલા કન્ટેઈનર પર વોચ રાખી અતે તેમને પણ રોકસાલેટ ડીકલેર કરેલી અવસ્થામાં સોપારીના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. આ પ્રકરણમાં પણ માત્ર મુદામાલ સીઝ થયા બાદ કોઈ જ આગળની કાર્યવાહી ધ્યાને આવવા પામી ન હોવાથી તેમાં પણ સવાલો થવા પામી રહ્યા છે? મુદામાલ સિઝ કરાયો પરંતુ કન્ટેનર આવ્યા કયાથી? મોકલનારા કોણ હતા? જવાના કયા હતા? આવા કન્ટેનરમાં સીએચએ તરીકે કોણ હતુ? આવા કન્ટેઈનર પકડાયા તેથી પહેલા કેટકેટલા પાર પડાવી દીધા છે? પાર્ટીના કોઈના નામો કેમ એજન્સીએ બહાર ન લાવી? સીએચએના પરવાનાઓ શા માટે રદ કરવામાં ન આવ્યા?રોકસોલ્ટ ડીકલેર કરે અને તેમાથી સોપારી નીકળે તો સીએચએની તો પહેલી જ જવાબદારી બની રહી છે? પોર્ટની બહાર આ કન્ટેઈનરો પકડાયા હતા,તો પોર્ટમાં શું એકઝામિનેશન કરવામા આવ્યુ? કસ્ટમના કોઈની સામે કેમ કાર્યવાહી ન કરવામાં આવી? આવા અનેક સવાલો આજે પણ વણઉકેલાયેલા જ પડયા છે.




.....................



કે.એન્જીનીયરની ટીમનો સપાટો :
આજે વધુ નવા કડાકા-ભડાકા થવાની વકી 



ગાંધીધામ : ગેરકાયદેસર રીતે સોપારીનો જથ્થો(સીટીએચ ૦૮૦ર૮૦)નો મુળ યુએઈથી મિસડીકલેર કરીને આયાત કરવામાં આવ્યો હતો. પીવીસી રીગ્રાઈડીગના નામે મુંદરા પોર્ટ પરથી કાસેઝ-કંડલા ભણી જાય તે પહેલા જ કે એન્જીનીયર કસ્ટમ મુંદરાના કમિશ્રનરશ્રીની ટીમે ઝડપી પાડી છે. પીવીસીના બદલે સોપારી ગની બેગ્સમાં પ્રથમ બાધી અને તેને જમ્બો પ્લાસ્ટીક બેગમાં લવાઈ હોવાનુ ખુલવા પામ્યુ હતુ. આ સોપારીનો જથ્થો પ૪ મેટ્રીક ટન જેની બજાર કિમંત અંદાજે ૩ કરોડ થવા પામે છે. આજે આ પ્રકરણમાં વધુ તપાસ થવા પામી રહી છે અને તે બાદ વધારે કેટલાક મોટા કડાકા ભડાકાઓ થવા પામશે.




.......................


દિલ્હીના નવાઝ-પૂર્વ્‌ કસ્ટમ ઓફીસર સુધીર છે કીંગપીંગ


- તો કંડલામાં સોપારી દાણચોર શૈલેષ-બિશન-ગણેશ-મનપ્રિત સહિતનાઓના નેટવર્કનો થશે પર્દાફાશ


લ્યો કર લો વાત, ઓઈલ-તેલચોરીમાં અગાઉ ચકચારી રહેલા, અને ઝભ્ભા લેંગાના વાળાના નામે ઉછળકુદ કરતો અંજારનો શૈલેષ 
હવે કાસેઝમાં દાણચોરી પ્રકરણમાં પણ આવ્યો ચર્ચામાં




કાસેઝમાં આ શૈલેષની પોતાની અરજી ડીસીશ્રી એપ્રુવલ કમિટીમાં રદ કરી ચૂકયા છે, પરંતુ દિલ્હીના બિશનના નામે બોલતી પેઢી શૈલેષે ટ્રાન્સફર કરાવી અને તેમાં પાછલા બે-ત્રણ માસથી પ્લાસ્ટીકની આડમાં 
સોપારી મંગાવવાના કૌભાંડને અંજામ આપતો હોવાની છે ચર્ચા




ગાંધીધામ : મુંદરામાં એસઆઈઆઈબીની ટુકડી દ્વારા જે ત્રણ કરોડની સોપારીનો જથ્થો ઝડપાોય છે તેનો રેલો કાસેઝ સુધી લંબાવવા પામ્યો છે. અને કાસેઝમાં પ્લાસ્ટીકના દાણામાં આ જ રીતે સોપારી મંગાવનારી જુની ટોળકી કેટલાક નવા તત્વોને સાથે રાખી અને આ ખેલ પાડી રહી હોવાની વાતો સામે આવવા પામી રહી છે. વાત સહેજ વિગતે કરીએ તો કાસેઝમાં દિલ્હીના મુળ એવા બિશનની એક પેઢી આવેલી છે તે પેઢી અંજાર પટ્ટાના તેલચોરીમાં અગાઉ બહુચર્ચિત રહેલા શૈલેષ નામના શખ્સે નવા નામે રજીસટ્ર્‌ડ કરાવી અને રાખી હતી. આ નવા નામવાળી પેઢીમાં આ સોપારીનો જથ્થો આવી રહ્ય હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. અહી નોધવુ ઘટે કે, શૈલેષ દ્વારા આ પ્રકારની કૌભાંડી ગતીવીધીઓ કરવા પોતાના નામે અગાઉ કાસેજમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કાસેજના ડીસીશ્રી દ્વારા તે વખતે આ શખ્સની યુનિટની અરજી રદ કરી દીધેલી હતી પરંતુ અગાઉ ઓઈલ ચોરીમાં ચકચારી રહેલ શૈલેષ ભેજાબાજ હોવાથી તેણે અન્યની પેઢી પોતાના નામે કરાવી અને પાછલા બે-ચાર માસથી અહી આ પ્રકારની સ્મગલીંગને જોર અપાવ્યુ હોવાનુ મનાય છે. એટલુ માત્ર જ નહી પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, આ રીતે પ્લાસ્ટીકમા સોપારી મગાવવામાં અગાઉ ચકચારી રહેલ અને એજન્સીના ચોપડે ચડી ગયેલા શખ્સોની ભૂમિકા પણ શૈલેષની પાછળ રહેલી હોવાનુ મનાય છે. કહેવાય છે કે, દિલ્હીની મુળ પાર્ટી છે તેનુ અગાઉ સીએચએનું કામ ગણેશ નામનો શખ્સ કરી રહ્યો હતો, આ કંપની શૈલેષ પાસે ટ્રાન્સફર થવા પામી જતા સીએચએનું કામ અગાઉ ગણેશની સાથે જ ચકચારી રહેલા મનપ્રિત નામના શખ્સ પાસે પહોચ્યુ હતુ. આ બધાય સોપારી દાણચોરીમાં ભારે ચકચારી જ રહેલા હોવાનુ મનાય છે. તો વળી આ તમામની પાછળ મુખ્ય ભેજામાં કાસેજના જ એક યુનિટ ધારક અને તે પણ દિલ્હી સ્થિતી નવાજ અને તેના સાથીદાર કસ્ટમના એક પૂર્વ ઉચ્ચ અધિકારી સુધીરકપુરનું નામ પણ ચર્ચામાં આવી રહ્યુ છે. આ બન્ને શખ્સો કીંગ પીંગની ભુમિકામા રહેલા હોવાનુ મનાય છે. 


...................


તો દિલ્હી-દુબઈથી મુંદરાથી કાસેઝ સુધી ફેલાયેલ
સોપારી દાણચોર ગેંગનો મોટો પદાર્ફાશ થશે


ગાંધીધામ : મુંદરા એસઆઈઆઈબી તથા કાસેજના ડીસીશ્રી દીનેશ સીંગ અને કાસેઝ કસ્ટમ જો આ દીશામાં કડકાઈથી કાર્યવાહી કરશે તો મુંદરાથી કાસેઝ સુધી તાજેતરમાં જ વકરેલી અને ફેલાઈ ચૂકેલી એક મોટી સોપારી દાણચોરી ગેગનો પદાર્ફાશ થવા પામી જશે. આ આખાીય ગેંગ મુળ દિલ્હીના શખ્સોથી સંચાલિત જોવાઈ રહી છે. પાછલા ટુંકાગાળામાં જ આ જ ટોળકીની આજુબાજુમાં મિસડીકલેર કરેલી સોપારીના મોટા મોટા કન્ટેઈનરો ઝડપાઈ જવા પામ્યા છે.

Comments

COMMENT / REPLY FROM