ભુજમાં ઐતીહાસીક વિરાસત સમાન મિલ્કતના કરોડોના કૌભાંડથી ખળભળાટ
ભુજથી મુંબઈ સુધીની કૌભાડી બિલ્ડર લોબી માટે માઠ્ઠાખબર
રાષ્ટ્રીય વારસના સ્મારક સમાન મિલ્કતને નિયમોને નેવે મુકીને ખાનગી પાર્ટી-બિલ્ડર્સને વેંચીને કોમર્શિયલ બાંધકામ કર્યાના પ્રકરણમાં વહીવટીતંત્ર આક્રમક મુડમાં હોવાનો વર્તારો : જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ પહોંચેલી ધારદાર લેખિત ફરીયાદ-રજુઆત બાદ કચ્છ કલેકટર શ્રી નવાજુની કરશે કે પછી તત્કાલીક કલેકટર તથા અધિક કલેકટરશ્રીના ગેરકાયદેસર હુકમને રાખશે યથાવત?
અંદાજીત ૧૦૦ કરોડનુ સરકારનુ પ્રિમિયમ તથા ર૦ કરોડથી વધુની સ્ટેમ્પ ડયુટીની ચોરીનાઆયોજનબદ્ધ કૌભાંડનો ટુંકમાં થઈ શકે છે ધડાકો : ભુજ સહિત કચ્છની બિલ્ડર લોબીમાં આંતરીક ફફળાટ
ખાટલે મોટી ખોટ : વર્તમાન કલેકટરશ્રીએ માત્ર આટલું જ ચકાસવાની છે જરૂર તો પણ દુધનું દુધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે..ઃ સબંધીત જમીન કોમર્શિયલી વપરાશના હેતુથી વેંચાણ માટે આપી શકાય છે કે નહી? રાષ્ટ્રીય સ્મારક સમાન આ જમીન જે-તે વખતે જેમને અપાઈ છે તેમના રહેણાક-બાગાયત હેતુસર જ અપાઈ છે, તેને એન-એ કરાવી શકાતી નથી? અને જો એન એ કરાવાય તો કલેકટરની પૂર્વ પરવાનગી તેમાં બની રહી છે આવશક્ય? કલેકટર મંજુરી આપી જ નથી શકતા, પરંતુ જો આપે તો જમીનના વર્તમાન ભાવ અનુસાર પ્રિમિયમ પણ ચોકકસથી ભરવાની નોબત આવે જ છે? : આ પ્રકરણના ઓર્ડરમાં જમીનનો સત્તાનો પ્રકાર માત્ર જ તો બદલી દેવાયો નથી ને?, અને જુની શરત શબ્દના બદલે બીનખેતી વાંચવુ તેમ તે વખતના પ્રાંત અધિકારીએ ઓર્ડર કરી નથી આપ્યો ને? તો આવો ઓર્ડર પ્રાંત અધિકારીને કરવાની સત્તા છે કે નહી? : કારણ કે, એનએનો ઓર્ડર કલેકટરશ્રી જ કરી શકે છે? જયારે કે આ કેસમાં કલેકટરશ્રીએ સબંધિત જમીન તબદીલ કરી શકાતી જ નથી તેવો સ્પષ્ટ અભિપ્રાય લેટર મારફતે આપેલો જ હોવાનું મનાય છે,
ગાંધીધામ : ર૦૦૧ ભુકંપ બાદ કચ્છનો બેનમુન વિકાસ થવા પામ્યો છે. અહી ઉદ્યોગોના ધાડેધાડા ઉતરવા પામતા બંજર ગણાતી જમીનો પણ સોનાની લંગડી સમાન જ બની જવા પામી હતી અને રીયલ એસ્ટેટ માર્કેટમાં પણ અહી તેજીનો અનેરે તોખાર સમયાંતરે જોવા મળી જ આવતો હોય છે. આવા કિસ્સાઓમાં અમુક બિલ્ડર્સ રીતસરના ભુ માફીયાઓ જ બની જઈ અને જમીનોના ગેરકાયદેસર લે-વેંચ આયોજનબદ્ધ ષડયંત્રના ભાગરૂપે કરી અને સરકારની તિજોરીને પણ પ્રીમીયમ તથા સ્ટેમ્પ ડયુટીના મોટા ધુમ્બાઓ પાડવામા આવી રહ્યા છે અને તેમાં બિલ્ડર્સ, જમીન વેંચનાર, ખરીદનારાઓ, વચેટીયા દલાલો, અને વહીવટીતંત્રના પણ અમુક ઉચ્ચ અધિકારીઓ સહિતની સિન્ડીકેટ પણ કામ કરતી હોવાની ઘટનાઓ સામે આવતી જ રહેતી હોય છે. દરમયાન જ જિલ્લા વડામથક ભુજમા પણ આવા એક મસમોટા કરોડોના જમીન કૌભાંડની ફરીયાદ વર્તમાન જિલ્લા સમાહર્તા તબક્કે પહોચવા પામી ગઈ છે અને તે પ્રકરણ પણ ખુબજ ગંભીર અને ચિંતાજનક કહી શકાય તેવી રીતે અંજામ અપાયેલુ હાવાનુ દર્શાઈ રહ્યું છે. ભુજમાં ઐતિહાસીક વિરાસત અને રાષ્ટ્રીય સ્મારક સમાન મિલ્કતને કેન્દ્ર સરકારના આદેશો, ગુજરાત સરકારની જમીન નીતીઓ, મહેસુલ વિભાગના ધારાધોરણો બધાયને ધોઈને પી જવાઈ હોય તે રીતે જ આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે અંજામ અપાયો હોવાનું મનાય છે.
વર્તમાન સમયે ભુજના મોક્કાના વિસ્તારમાં રોડટચ આવલી આ ઐતિહાસીક વારસા સમાન મિલ્કતને ભુજ-મુંબઈના વચેટીયા દલાલો મારફતે બિલ્ડર્સને કોમર્શિયલ હેતુ માટે પધરાવી દીધી છે જેમાં જમીનો બિનખેતી કરવાના ધારાધોરણોને કોરાણે જ મુકી દેવાયા હોવાની ફરીયાદ સપાટી પર આવી છે. અને એવી રીતે ૧૦૦ કરોડથી વધુની રકમનુ પ્રિમીયમ સરકારનું આ જમીન કૌભાંડીઓ ચાંઉ કરી ગયા છે તો વળી દસ્તાવેજ પણ આઠથી દસ લાખના માત્ર બનાવી અને ર૦ કરોડ જેટલી સ્ટેમ્પ ડયુટની રકમ પણ ખાઈ જઈ ચોરી કરી હોય તેમ કરોડોનુ આ કૌભાંડ તંત્રના નાક નીચે જ અહી આચરાઈ ગયુ છે. અને એટલુ માત્ર જ નહી પરંતુ મુંબઈના બિલ્ડર્સ દ્વારા અહી મોટાપાયે કામૃશિયલ બાંધકામ પણ નિયમો વિરૂદ્ધ ચણવામાં આવી ગયુ હોવાનુ મનાય છે. હાલમાં જ આ ઐતિહાસક રાષટ્રીય સ્મારક સમાન મિલ્કતની ચોતરફ જે રીતે આડેધડ કોમર્શિયલ બાંધકામો થયા છે તેને લઈને કરવામાં આવેલી સચોટ અને આંખ ઉઘાડનારી ફરીયાદ બાદ હવે કચ્છની કલેકટર કચેરીમાં ભારે આંતરીક ખળભળાટી મચી જવા પામી ગઈ છે. મજાની વાત તો એ છે કે, આ પ્રકરણને અંજામ આપનાર અને જમીન વેંચસાટ કરાવનારા અમુક બની બેઠલા ભુજના વચેટીયા દલલો તથા જમીન ખરીદનાર તરીકે પણ દર્શાવાયેલ પૈકીના એક એવા ભુજના બની બેઠેલા બિલ્ડર્સ તો આજે પણ ડંકાની ચોટે કહી રહ્યા છે કે, અમે કંઈ ખોટુ કર્યુ જ નથી. અમારૂ બધુ જ સાચુ છે. નિયમો અનુસાર જ અમે જમીન લીધી છે. એ જ રીતે જમીન વેચનારના પક્ષે ડબલ ઢોલકીની ભુમીકા ભજવનારા પણ ભુજ અને મુંબઈમાં બેઠેલા શખ્સે પણ આ જ મુજબનો દાવો રજુ કરી અને ખુદ સાચા જ હોવાનુ જણાવી રહ્યા છે. ત્યારે હવે આ કેસમાં કલેકટરશ્રી કોઈ નવાજુની કરવાના મુડમાં હાય તેવી મોટી હલચલ કચ્છ કલેકટર કચેરી ખાતે ચાલતી જોવાઈ રહી છે. નજીકમાં જ આ પ્રકરણમાં ઘડાકા-ભડાકા થાય અને ભુજ સહિત કચ્છની બિલ્ડર લોબીમાં પણ મોટી હલચલ ઉભી થઈ જાય તો નવી નવાઈ નહી કહેવાય.

Comments