કંડલામાં પાઈપલાઈન તેલચોરોનો આતંક : ફરી સર્જાયુ ભંગાણઃ મોટી હોનારતનો ખતરો : ડીપીએ-કંડલા ડીસી ન રહે ગાફેલ
હાઈસ્પીડ ડિઝલ વહન કરતી લાઈનમાં લીકેજથી ફરી દોડધામ : એકાદ માસમાં ત્રણથી વધુ વખત અલગ અલગ જગ્યાએ લાઈનમાં લીકેજનું કારણ શું : ફાયરવિભાગ-કંડલા લીંપાપોત્તી કરવાનું છોડે, લીકેજ-ભંગાણના મુળ કારણોને શોધે : પ્રેસર જ કારણભુત હોય તો અન્ય લાઈનોમાં પણ આવી ઘટનાઓ બનવી જોઈએ, છાશવારે તેલની પાઈપલાઈનમાં જ ભંગાણ-લીકેજની ઘટનાઓ કેમ બની રહી છે?
લીકેજની ઘટના બની હતી, અમે સમયસર પહોચી અને સમારકામ કરાવી દીધુ છે, તેલચોરીની વાત ખોટી છે, એવુ કંઈ જ સ્થળ પર જણાયુ નથી : શ્રીઅસીમ ચક્રવર્તી (ફાયર વિભાગ,ડીપીએ-કંડલા)
ગાંધીધામ : કંડલામાં અતી જવલંતીશીલ પદાર્થોની આયાત નિકાસ મોટા પ્રમાણમાં થવા પામી રહી છે ત્યારે વિદેશથી આયાત કરવામા આવતા કેમીકલ અને ઓઈલ -તેલની હેરફેર કરવા માટે અહીથી પાઈપલાઈનના નેટવર્ક પથરાયેલા છે ત્યારે આ પાઈપલાઈનમાં તેલચોરી કરનારાઓ પણ સમયાંતરે પોતાના મલિન મનસુબા પારપાડતા જ રહેતા હોય છે. દરમ્યાન જ તાજેતરમાં જ અહી સીઆરએલ અને ઈફકોની સામેના ભાગમાં હાઈસ્પીડ ડિઝલ વહન કરતી બીપીસીએલની ર૪ ઈંચ લાઈનમાં એકાએક જ લીકેજ થવા સાથે ઈંધણ બહાર પડવા લાગતા દોડધામ મચી જવા પામી હતી. અહી કયાંક ને કયાંક પાઈપમાં ભંગાણ પાડી અને કઈલેમ્પ મારીને ચોરી કરવાાનો પ્રયાસ થયો હોવાની વાત પ્રાથમિક તબક્કે જાણકારો દ્વારા દર્શાવવામા આવી હતી. જો કે, આ લીકેજની જાણ ડીપીએને થવા પામતા ફાયર વિભાગ ત્વિરત જ દોડી જઈ અને લીકેજનુ સમારકામ કરાવવાના કામે લાગીગયુ હતુ. બીજીતરફ આ બાબતે ડીપીએ કંડલાના ફાયર વિભાગના અસીમ ચક્રવર્તીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, લીકેજની ઘટના ધ્યાને આવી હતી,અમારીટીમ સ્થળ પર જઈ અને સમાર કામ કરાવી દીધુ છે. તેલચોરી જેવુ કંઈ જ સથળ પર જોતા જણાઈ આવ્યુ નથી. ડીપીએ કંડલા અને ફાયર વિભાગ દ્વારા આ ઘટનાની જાણ થતા સમય વેડફર્યા વિના તરત જ સમારકામ હાથ ધરીદીધુ છે. પાઈપલાઈનમાં તેલચોરીની ઘટનાની વાત ખોટીહોવાનુ અસીમ ચક્રવર્તીએ જણાવ્યુ હતુ. તો વળી છાશવારે અહી સર્જાતા લીકેજની ઘટનાના કારણો બાબતે પણ વાત કરવાનુ તેવોએ ટાળી દીધુ હતુ.
જાણકારો આવી સ્થિતીએ કહીરહ્યા છે કે, કંડલામાં પાઈપલાઈનમાં લીકેજ, ભંગાણની ઘટનાઓનુ પ્રમાણ વધી રહ્યુ છે અને તેના લીધેજ આયોજનબદ્ધ રીતે તેલચોરી આચરવામા આવતી હોવાની ઘટનાઓની પણ ગંધ ફેલાવવા પામી રહી છે. જો ડીપીએ, સહિત સુરક્ષા એજન્સીઓ અહીસક્રીય નહી થાય તો કંડલામાં મોટી હોનારત થતા વાર નહી
લાગે.
............
શું મોટી ઘટનાની રાહ જોવાઇ રહી છે કે શું ?એસપી સાહેબ ધોડ્યો પછાડે તો સારૂ : કંડલા પીઆઈવાળા સાહેબને તો અહી ફરીયાદ થવાની છે ઈંતેજારી..
શું પોલીસને આવા કિસ્સામાં શ્રી સરકાર ફરીયાદ દાખલ કરવાની સત્તા રહેલી છે તેની ખબર પીઆઈ સાહેબને છે કે નહી? ફરીયાદ થશેતો કાર્યવાહીકરીશુ? : તેલચોરોની સામે હવે તો એસપી સાહેબ લાલઆંખ કરે તે જ સમયનો તકાજો : કંડલા પીઆઈ શ્રી વાળા સાહેબને તો થોડા સમયપહેલા અહીથી રોકસોલ્ટની આડમાં પકડાયેલી સોપારીમાં પણ માટી જ દેખાઈ હતી...હવે આમનાથી તેલચોરી અને તેલચોરોને ડામવાનીશું અપેક્ષા રાખી શકાય
ગાંધીધામ : કંડલામાં ફરીથી પાઈપલાઈન તેલચોરો માથુ ઉચકીરહ્યા હેાય તેમ અહી છાશવારે લીકેજની ઘટનાઓ પ્રકાશમા આવવા પામી રહી છે. ગઈકાલે પણ અહીઈફકો સામેના ભાગે લીકેજ સામેઆવ્યુ છેઅનેતેમાં પ્રાથમિક નજરે જોતા ચોરીનો પ્રયાસકે લાઈન સાથે છેડછાડ થઈ હોવાનુ દર્શાય છે પરંતુકંડલા પોલીસ અને પીઆઈ કહી રહ્યા છે કે, તલચોરી જેવુ કંઈ જ પ્રાથમિકતબક્કે સામેનથી આવ્યુ. કોઈ આ અગે ફરીયાદ કરશે તો અમે કાર્યવાહી કરીશુ. આવા સમયે સવાલ થવા પામી રહ્યા છે કે, ડીઝલ, પેટ્રોલીયમ પદાર્થસરકારીસંપત્તી છે, અને તેમાં જો કોઈભંગાણ પાડી રહ્યા હાયેય તો શ્રી સરકારફરીયાદ દાખલ કરવા માટે પોલીસ ખુદ આગળઆવીશકે છે.માત્ર જરૂર હોયતો પોલીસની મનસાની જરૂર પડે છે. તેલચોરીને ડામવાકોઈની ફરીયાદમળવાની રાહ જોવાતી હોય તે ખુબજગંભીર વાત કહીશકાયતેમ છે. હવે પૂર્વ કચ્છએસપીશ્રી સાગર બાગમર ખુદ જ અહીકાયદાનો ધોક્કોપછાડે અને તેલચોરોને સીધા કરે તે જરૂરી બનીરહ્યુ છે.
..........

Comments