Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ પશુપાલન વિભાગ દ્વારા કુલ ૩૧ ટીમો બનાવી પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે રસીકરણ તેમજ સારવારની કામગીરી શરૂ કરાઈ

01 September



ગાંધીધામ : કચ્છ જીલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે તેમજ પાણી ભરાવાને કારણે પશુઓનું આરોગ્યજળવાઈ રહે તે માટે પશુપાલન શાખા, - કચ્છની ૨૩ ટીમો તેમજ બનાસકાંઠા અને પાટણ જીલ્લાની ૦૮ એમ કુલ ૩૧ ટીમો દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. અતિભારે વરસાદનાં પગલે પશુપાલન વિભાગનાં નિયામકશ્રી ડૉ. ફાલ્ગુનીબેન એસ. ઠાકરનાં માર્ગદર્શન હેઠળ સ્થાનિક વહીવટી તંત્રનાં સંકલનથી પશુપાલન શાખા, જીલ્લા પંચાયત - કચ્છનાં નાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ. આર. ડી. પટેલની આગેવાનીમાં ટીમો દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી તાલુકા લાયઝન અધિકારીશ્રી ઓની નિગરાણીમાં પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ, પશુધન નિરીક્ષકશ્રીઓ તેમજ અન્ય સ્ટાફ સહિતની ૩૧ ટીમો દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તેમજ પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે તાલુકાનાં ગામોમાં પશુપાલકોની મુલાકાત લઈ સારવાર, રસીકરણ તેમજ જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં અતિભારે વરસાદનાં કારણે પશુમરણ હોય તો સબંધિત તાલુકામાં જાણ કરવા માટે જણાવવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૧૦૪૫૧ રસીકરણ, ૭૨૯૭ સારવાર તેમજ ૧૬૭ પશુ અને ૩૦૯૮ મરઘાઓનું મરણ થયેલ છે. આ ઉપરાંત ય્ૐજી-ઈસ્ઇૈંનાં ૩૩ વાહનો સારવાર માટે ૧૯૬૨ હેલ્પ લાઈન પર સંપર્ક કરવાથી ઓન કોલ સારવારની સુવિધા ઉપબ્ધ થઈ શકશે. રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની તમામ કામગીરી નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી, જીલ્લા પંચાયત, ભુજ-કચ્છ તેમજ તેમના તાબા હેઠળનાં 
પશુ દવાખાનાઓ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો માટે હાથ ધરવામાં આવી રહ્યુ છે.

Comments

COMMENT / REPLY FROM