Trending News
સ્થાનિક સમાચાર

ભુજ-ગાંધીધામ-માંડવી-અંજાર-ભચાઉ જેવા નગરો ગયા ખાડામાં! : પ્રજાના ટેક્ષના પૈસા પાણીમાં ગરકાવ : વરસાદે તંત્રની પોલ ખોલી.!

01 September



દર વખતે વરસાદી ધોવાણ થયેલા રસ્તાઓ રીપેર કરવાના નામે કરોડોના આંધાણ થાય છે, ફરી ચોમાસુ આવે અને રસ્તામાં લોટ પાણીને લાકડાનો થયેલો તાલ પડી જાય છે ખુલ્લેા : સુધરાઈના અમુક બની બેઠેલા ભ્રષ્ટ તત્વો, ઠેકેદારો સાથે રીંગ કરી અને કટકીને જ પ્રાધાન્ય આપતા હોવાથી રસ્તાઓમાં દર વખતે પડી જાય છે મોટા માટેા ખાડા : વાહનચાલકો-રાહદારીઓનો નીકળી જાય છે ખો : હાલમાં પણ વરસાદના લીધે ગાંધીધામથી લઈ અને ભુજ સહિતના શહેરોમાં ખાડા રાજ જ થઈ ગયુ છે સ્થાપિત : વાહનોને નુકસાન થવા, વયોવૃદ્ધ-મહીલા-બાળકોને ટુ વ્હીલર પર નીકળવુ પણ બની જાય છે કમરના દુખાવાનું કારણ


નગરપાલિકા-સરકારીતંત્રના માટીપગા અધિકારીઓ-કર્મચારીઓ પ્રજા-સામાન્ય લોકોનું ન વિચારો તો કંઈ નહી, પરંતુ તમારા સ્વાર્થને ધ્યાને રાખીને તો આ રોડ રસ્તાઓને પુરવાનુ કામ ઝડપથી ચાલુ કરો, કારણ કે, આ ખખડધજ રોડ રસ્તાઓ પરથી પસાર થઈને લોકોના જાન-માલને થઈ રહ્યુ છે મોટુ નુકસાન, જો લોકો જીવતા રહેશે તો જ તેઓ ટેક્ષ ભરી શકશે, અને જો તેઓ ટેક્ષ ભરશે તો જ સરકારી અધિકારી-કર્મચારીઓના પગાર થવા પામશે, એટલે પ્રજાના હિત માટે હની પણ તમારા પગાર માટે, પોતાના સ્વાર્થને સાચવવા માટે તો આ ખાડા-રસ્તાઓને પુરાવો...!




રસ્તાઓનું ઠેર ઠેર ધોવાણ છતા પણ નગરસેવકો કેમ ચુપ : ઠેર-ઠેર પાણી ભરાયા, રસ્તાઓમાં ડામરની ડમરીઓ નીકળી ગઈ, કેમ નગરસેવકો આ અંગે ઠેકેદારો સામે રોષ વ્યકત કરવા સહીતમાં પ્રજાજનોના વિરોધની આગેવાની લેતા નથી દેખાતા ? હકીકતમાં તો રોડના ધોવાણ થયેલા રસ્તાઓ જે ઠેકેદારે બનાવ્યા હોય, તેનુ થર્ડ પાર્ટી ઈન્સપેકશન જેણે પણ કર્યુ હોય અને તેના આધારે બીલો મંજુર કરનારા સૌની સામે સરકાર-કલેકટરશ્રીએ કરવી જોઈએ ધાક બેસાડતી લાલઆંખ ભરી કાર્યવાહી : કામ રાખનાર ઠેકેદારથી જ મેન્ટેનન્સનું કામ કરાવવુ જોઈએ, અથવા તો ઠેકેદારને કરી દેવો જોઈએ બ્લેકલીસ્ટ, થર્ટ પાર્ટી ઈન્સપેકશન કરનાર પાસેથી પણ નુકસાનીની રીકરવી રકમ કરવી જોઈએ વસુલ, અને આંખ મીંચીને બીલ મંજુર કરનારા એકાઉન્ટસવિભાગના જવાબદારોના પણ કરવા જોઈએ પગાર કપાત.ઃ જાણકારોની લાલબત્તી




ગાંધીધામ : ગુજરાતની ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર રાજયભરમાં માળખાકીય વિકાસને વેગવાન બનાવવા માટે ભગીરથ પ્રયાસો કરીરહ્યા છે. અનેક કરોડોની ગ્રાન્ટ ફાળવી અને રોડ-રસ્તમા સહિતના આધુનિક વિકાસ માટે સરકાર સતત કોથળીઓ ખોલી અને પૈસા આપી રહી છે પરંતુ જાણે કે, પ્રજાના ટેક્ષના પૈસા વિકાસકામો માટે વપરાય તેના બદલે ઠેકેદારો, અને સરકારી તંત્રના અમુક ભ્રષ્ટ તત્વો અને કેટલાક પદાધિકારીઓની ભ્રષ્ટ સિન્ડીકેટ આ તમામ રકમો ખુદના ગજવામાં જ સેરવી જતા હેાય તેમ અતી હલ્કી ગુણવત્તાના કામો કરી અને ભ્રષ્ટચારને બેફામ રીતે ધમધમાવી રહ્યા હોય તેવુ વધુ એક વખત કચ્છમાં વરસેલા ભારે વરસાદ-મેઘતાંડવી અને તારાજી બાદની સર્જાયેલી સ્થિતી પરથી લોકઆક્રોશ ભભુકવા પામી રહ્યો છે. ભારે વરસાદના લીધે કચ્છના મોટા શહેરો, નગરો જેવા કે, ગાંધીધામ, ભચાઉ, ભુજ, માંડવી, અંજાર સહીતના રસ્તાઓ ખાડા રાજમાં જ પરીણમ્યા હોય અને અહી ખાડાનુ જ સામ્રાજય સર્જાઈ ગયુ હોય તેવી હાલત શહેરનોા કઈક વિસ્તારોની બની જવા પામી ગઈ છે. રાત્રીના સમયે અહીથી ટુ વ્હીલરને નીકળવુ એટલે ઘરે સલામત તેઓ પહોચશે કે નહી તેનો પણ આવા ખાડાઓના લીધે ભય સતાવતો હોય તેવી સ્થિતી બની જવા પામી ગયા છે. વરસાદના લીધે ઠેર ઠેર ખાડાઓ બની જવા પામી ગયા છે. લોકો ટેક્ષ ભરે છે તેમને કેવી સુવિધાઓ નગરપાલીકાઓ અને તંત્ર આપી રહ્યુ છે તેનો પણ નાદાર નમુનો આ પ્રકારના ખાડાઓના સામ્રાજયથી જોવા મળી રહ્યો છે. લોકો ખાડા રાજથી ત્રાહીમામ પોકારી ગયા છે. અહી લોકોની કમર તુટવા પામી રહી છે. લોકો ત્રાહીમામ પોકારી ગયા છે પરંતુ નગરપાલિકા તંત્ર છે, નગરસેવકો છે, ઠેકેદારો છે, કે કોઈના પેટનું પાણી શુદ્ધા પણ નથી હાલતુ.! કારણ કે, વરસાદમાં રસ્તાઓના ધોવાણ થાય તે રૂટીન વાત બની ગઈ છે અને તેના બાદમાં રકમો-ગ્રાન્ટો મજુર કરાવી અને લોટ પાણી લાકડાથી રસ્તાઓ બનાવવાના કૃત્યો પણ અહી રૂટીન જ બની ગયા છે. અમુક બની બેઠેલા નગરસેવકો અને નગરપાલીકાના પદાધિકારીઓને કટકી-કમીશનમાં જ રસ હોય છે, તેઓ આવી ગ્રાન્ટ જડપથી ફાળવી દેવાય તે માટે જ મહેનત કરતા હોય છે, ઠેકેદારો પણ કટકીઓ આપી અને કામની ગુણવત્તાને અતી હલકી કરી દેતા હોય છે, આવા કામો થર્ડ પાર્ટી ઈન્સપેકશન કરનારાઓ પણ મોઢે ભ્રષટાચારના ડુચ્ચાઓ લગાવી અને પાર કરી દેતા હોય છે અને બીલ મંજુર કરનારાઓને પણ તેમાથી ટકાવારી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે આપી દેવામા જ આવતી હોય છે. અને પ્રજાનો મરો તો તેને તે જ થાય છે. અહી યાદ અપાવી શકાય કે, સુરતમાં તો ખુદ કુમારભાઈ કાનાણી કે જે ભાજપના જ પૂર્વમંત્રી રહી ચૂકયા છે તેઓએ જ રોડ રસ્તાઓ અને તેમાં થતી ગેરરીતીઓને લઈને સવાલો ઉઠાવી અને ઝડપથી આ કામો ગુણવત્તાસભર થાય તે માટે રજુઆત કરી દીધી છે. અને ખરેખર સરકાર દ્વારા રકમો ફાળવાયા પછી પણ નબળા રસ્તાઓના લીધે લોકોના વાહનોને નુકસાન થાય છે, આમપ્રજાજનોની કમર તુટી રહી છે., રાહદારીઓ માટે પણ પરેશાનીનો સબબ બનવા પામી રહ્યો છે.  કાઉન્સીલરો ઠેર-ઠેર કેમ મુંગામંતર જ બેઠા છે? ખરેખર તો હવે વરસાદ બંધ થવા પામી ગયો છે, ઠેર ઠેર ઉઘાડ થવા પામી ગયો છે, આવી સ્થિતીએ રોડ-રસ્તાઓને માટે હજુય તંત્ર જાણે કે કુંભકર્ણી નિંદ્રામાં જ ઘોરી રહ્યુ હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. અહી સવાલ એ થાય છે કે, કચ્છના આવા મુખ્ય શહેરોના રોડ-રસ્તાઓ પરથી ખાડાઓ કયારે દુર થશે? લોકોને કયારે ખાડાના ત્રાસમાથી મળશે કાયમી મુકિત?અમુક વિસ્તારો તો એવા થઈ ગયા છે કે, અહી ખાડાઓમાં રસ્તા શોધવાની સ્થિતી બની ગઈ છે, ટુ વ્હીલર તો દુરની વાત છે પરંતુ અહી ફોર વ્હીલર વાહનો પણ ડીસ્કો-ડાન્સ કરતા જ દેખાય છે. 
મોટા મોટા ખાડાઓમાં નાની કારના એન્જીનની ચેમ્બરો અડી જવાનો પણ લોકોને ભય રહે છે. ચોમાસામાં ખાડાઓ પડે તે માની શકાય છે પરંતુ તેને પુરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામા આવે તે પણ એટલું જ જરૂરી બની રહે છે. હાઈવે ઓાથેરીટી હોય કે પછી લોકલ બોડી હોય, આ તમામે અભ્યાસ કરી અને ઝડપથી રોડ-રસ્તાઓ દુરસ્ત કરવાને માટે કામગીરી હાથ ધરવી જોઈએ. પ્રજા જો જીવતી હશે તો જ ટેક્ષ ભરાશે અને જો ટેક્ષ ભરાશે તો જ સરકારીતંત્ર-કમર્ચારીઓ-અીકારીઓના પગાર થશે, એટલે તમારા સ્વાર્થ માટે તો ખાડા પુરવાનું વેળાસર ચાલુ કરો.

Comments

COMMENT / REPLY FROM