સમાઘોઘા ગામે ર૦ ઈંચથી વધુ વરસાદ : પાકને નુકશાન
ભૂખી નદીમાં સાંજ સુધી વાહન ચાલુ થશે
મુન્દ્રા : છેલ્લા ત્રણ ચાર દીવસથી વરસાદે સમગ્ર કચ્છને બાનમાં લઈ લીધા બાદ આજે પોરો ખાધો છે. સમાઘોઘાના ઉપસરપંચ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદથી જીંદાલ કંપની પાછળ આવેલ કૃષ્ણ સાગર તળાવના ઓગનની બાજુમાં મોટું ગાબડું પડી ગયું છે. વાડી વિસ્તાર તથા ખેતરો, નાળામાં પાણી ભરાઈ જતાં વાવેતર થયેલા તલ એરંડા, કપાસ જેવા પાકને ભારે નુકશાન થયું છે.
વરસાદ સાથે જોરદાર પવનથી લાઈટના થાંભલા, ઝાડો પણ પડી ગયા છે. ગામના યુવાનોએ રસ્તા વચ્ચે પડેલા ઝાડોને કાપી હટાવી રસ્તો ખુલ્લો કર્યો છે તથા ગ્રામજનોની મદદથી વિજ પુરવઠો પુનઃ શરૂ કર્યો છે. બીજીબાજુ માંડવીથી મુન્દ્રા જવા માટે શોર્ટકટ રસ્તા માટે ભુજપુર-પ્રતાપર રસ્તા પર થઈ બૌરાણાના રસ્તાનો ઉપયોગ વાહન ચાલકો કરતા રહ્યા હતા પણ બૌરાણાના બર્જના બાજુમાં આવેલ રોડ પાણીમાં વહી જતાં વાહનોની અવરજવરમાં તકલીફ પડી રહી છે. તેમજ મુન્દ્રાના ભુખીનદીમાં વરસાદનો પાણી વધી જતાં તમામ વાહનો બાયાસ ભૌરાણાથી જતાં હતા જે પાણી હવે ઓછું થતાં સાંજ સુધી રસ્તો ખુલ્લી જાય તેવી ધારણા છે. આદર્શ ટાવરનો છેલ્લા છલાછલ ભરાઈ જતા વાહન વ્યવહારમાં ખોટીપો સર્જાયો હતો. પણ કાલ સુધીથી પાણી ઓછું થતાં છેવટે સવારે પાણી સુકાઈ જતાં કચ્છ અને કચ્છ બહારથી આવતી જતી એસટી કે અન્ય વાહનો કાર્યરત થયા હતા.

Comments