Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણામાં તડકો નીકળતા જનજીવન રાબેતા મુજબ

31 August

વરસાદ પછી પવનદેવ પણ ધીમા પડ્યા 




વેપારીઓ દુકાનો ખોલીઃ ખેડૂતો-માલધારીની કિકિયારીથી વગડો ગાજ્યોઃ આરોગ્ય ખાતુ કુંભકર્ણની નિંદ્રામાં : રોગચાળાની દહેશત : શાળા ખુલી : સરકારી કચેરીમાં પાંખી હાજરી : વાહન વ્યવહાર ચાલુ થયો : ભીટારા પાસે તળાવ તૂટ્યો : નિરોણા-ભુજ માર્ગ ધમધમ્યો : રસ્તાના સ્મારકામની માંગ ઉઠી : નેટવર્ક ખોરવાયાઃ વૃક્ષો ધરાશાયી : કાચા મકાનો, માલધારી, ખેડૂતોને તાકીદે સર્વે કરી નુકસાનીનું વળતર આપવા માંગ ઉઠી ’




નખત્રાણા : તાલુકામાં વરસાદ વિરામ લીધા બાદ પવનદેવ પણ ધીમા પડ્યા છે અને ભગવાન સૂર્યનારાયણ પણ સવારથી જ ડ્યૂટી પર આવી ગયા છે. તડકો તપી રહ્યો છે. નગરના તમામ વેપારીઓ દુકાનો ખલીને પાણી કાઢવા સહિતની પ્રક્રિયામાં વ્યસ્ત છે. લોકોની ચહલ-પહલથી બજારો ધમધમી રહી છે. વાહન-વ્યવાર ચાલુ છે. ટુ-વ્હીલરમાં પાણી ભરાતા ગેરેજમાં થપ્પા લાગ્યા છે. શાળા-ખુલ્લી છે. સુરકારી કચેરીઓ પણ ચાલુ છે, નખત્રાણા પંથકમાં ૪ર ઈંચ વરસાદ પડતા આરોગ્ય ટીમ લક્વાગ્રસ્ત છે. નગરમાં ગંદકી, મચ્છરોના ઉપદ્વર વધ્યો છે. સાથે રોગચાળો ફાટી નીકળે તે પહેલા દવા છંટકાવ સહિતના પગલા ભરવા માંગ ઉઠી છે.  તડકો નીકળતા ખેડૂતો અને માલધારીની વગડો, સીમ, ખેતર પણ ગાજી ઉઠ્યા છે. ભીટારા પાસે દેવરાઈ તળાવ ફાટી જતા પ૦ ટકા પાણી વહી ગયો છે તેવું જીતેન્દ્ર ગોરે જણાવ્યું હતું. તાલુકામાં વૃક્ષો ધરાશાયી થયા છે. ઊભા પાકો ધોવાયા છે અને બાગાયતી પાકોને પણ નુકસાન થયો છે. કાચા-પાકા મકાનો પડ્યા છે. તમામ અસરગ્રસ્તોને તાકીદે સર્વે કરીને રાહત-વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. તાલુકાના તટેલા તમામ રસ્તા રીપેરીંગ તાકીદે કરાય તેવી માંગ ઉઠી છે. બીજી તરફ નિરોણાથી ભુજ બાજુના માર્ગ સંધાતા વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થયો છે. લાઈટ અવર-જવર ચાલુ છે. ફોનના નેટવર્ક ખોરવાયા છે. નગરપાલીકા દ્વારા શહેરમાં તાકીદે રસ્તો રીપેરીંગ કરાય, ખાડા પુરાયા, ઠેર-ઠેર પાણી ભરાય તે દૂર થાય. સફાઈ પર ધ્યાન અપાય તે સહિતની સંલગ્ન કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. તાલુકામાં સંસ્થા દ્વારા ફુટ પેકેટ વિતરણ થયા છે. વહીવટી તંત્ર સજાગ છે અને ઠેર-ઠેર ભરાયેલા પાલર પાણીથી લોકોને દૂર રહેવા અપીલ કરાઈ રહી છે.’


................


વાડી વિસ્તારમાં રહેતા પર પ્રાંતિયોને નખત્રાણા પોલીસે જમાડયા



નખત્રાણા : વાવાઝોડા અને વરસતા વરસાદના કારણે વાડીઓમા શ્રમિકોની ચિંતા નખત્રાણા પોલીસે કરી હતી. વરસાદના કારણે બજારો દુકાનો બંધ હોય હતી. જેના કારણે વાડીઓમા કામ કરતા શ્રમ જીવી પરપ્રાંતિય પરિવારનું કોણ એવા સમયમાં પોલીસ જાતે રસોઈ બનાવી ચિંતા કરી હતી અને જમાડયા હતા. જે લોકોમા કોઈ સ્વાર્થ નથી કોઈ સંબંધ નથી એવા માણસોને હાલની મુશ્કેલી ભરી પરીસ્થિતિમા પરપ્રાંતીય મજુરો, શ્રમીકો વગેરે જરૂરિયાતમંદ માણસોને ભોજન કરાવવાનું પ્રેરણાદાયી કાર્ય નખત્રાણા પોલીસ કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે. લાખિયાર  ગામમાં એમ.પી. થી જંગલખાતાની નર્સરીમાં કામ કરવા આવેલા તથા વાડીઓમાં  ર૦ જેટલા મજુરો પરિવારને નખત્રાણા પોલીસ દ્વારા જાતે ભોજન તૈયાર કરી જમાડવામાં આવ્યા હતા.


...................


ધાવડાનો ઐતિહાસિક ખડિયો તળાવ ઓગનતા વધામણા લેવાયા ’




નખત્રાણા : તાલુકાના મોટા ધાવડા દાદા ધોરમનાથ મંદિર પાસે આવેલ જમીન દબાણ વિનાના સર્વે નંબર ધરાવતા ઐતિહાસ ખડયો તળાવ ઓગની જતા ગ્રામજનોએ વાજતે-ગાજતે વધામણા લીધા હતા. સરપંચ લીલાબેન ગોસ્વામીએ તળાવમાં શ્રીફળ, ચુંદડી, પ્રસાદ પધરાવ્યો હતો. શ્રીફળને ૭૦ વર્ષના તરવૈયા જુવાન કરમસીબાપાએ છલાંગ લગાવી શોધી લાવ્યા હતા. તેમને રોકડ ઈનામથી નવાજવામાં આવ્યા હતા. તા.પં.ના પૂર્વ જયસુભાઈ પટેલ, સમાજના પ્રમુખ પટેલ પ્રેમજીભાઈ, પરસોત્તમભાઈ રતનસીભાઈ રૂડાણી, ગ્રા.પં.ના સભ્યો સહિત તમામ સમાજોના અગ્રણીઓ જોડાયા હતા. મેઘલાડુના પ્રસાદ તમામને બાટવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્તવિધિ બચુભાઈ ભૂદેવે કરાવી હતી.

Comments

COMMENT / REPLY FROM